Gujarati film sargam in Gujarati Film Reviews by SUNIL ANJARIA books and stories PDF | ગુજરાતી ફિલ્મ સરગમ

Featured Books
Categories
Share

ગુજરાતી ફિલ્મ સરગમ

ગઈકાલે ગુજરાતી ફિલ્મ સરગમ જોઈ. પ્રહલાદનગર connplex થિયેટર માં સીટો સરસ, આરામદાયક હતી. સરગમ નામ અને બનાવનાર સંગીત ક્ષેત્રે જાણીતી વ્યક્તિ એટલે એમ હતું કે સંગીત સાધના અને એમાં આવતાં વિઘ્નો, મુશ્કેલીઓ અને સફળતા વિશે હશે. પણ સરગમ એક છોકરીનું નામ નીકળ્યું! હીરો આલાપ દેસાઈ કોઈ ઇન્સ્યોરન્સ કંપનીમાં પોતાના ટાર્ગેટ તો પૂરા કરી ઇનામ લે જ છે, વાંસળી એનું પેશન છે અને એમાં આગળ વધવાનું એનું સ્વપ્ન છે. એનામાં કલા પણ છે. આખરે કોઈક રીતે એનો મિત્ર દર્શક એનો શો લગભગ સ્વ ખર્ચે યોજે છે, ખૂબ આમંત્રણો પછી પણ ખાલી આઠ લોકો આવતાં શો ફ્લોપ જાય છે પણ એનો પરફોર્મન્સ જોરદાર છે. નાયિકા 'સરગમ ' એની દિવાની બની જાય છે અને શો પછી તરત મળે છે. એ પોતાની કંપનીમાં  વાર્ષિકોત્સવ વખતે આલાપ દેસાઈનો શો રાખે છે જે ખૂબ સફળ તો થાય છે પણ કૌટુંબિક રીતે સુખી આલાપ આ યુવતી પર અને યુવતી તેની પર લટ્ટુ થઈ જાય છે. સામાન્ય રીતે ક્યારેક દારૂ પીતો, તમાકુના વ્યસન વાળો મિત્ર દર્શક તેને રોકે છે પણ તેઓ નજીક આવતાં જ જાય છે. એ છોકરી ના કહેવા મુજબ મા બાપ નો જોઈએ એ રીતે પ્રેમ કે માર્ગદર્શન નહોતું મળ્યું એટલે એ બધું આલાપ પાસેથી મળતાં એની સાથે રહેવા પ્રપોઝ કરે છે. વેલ ચડવા લાગે તો ઝાડ શું કરે? આલાપ વધુ ને વધુ.. ક્યાંક ટાયલાં  લાગે એ હદે એની સાથે રંગરેલિયાં મનાવે, એને માટે આખું રેસ્ટોરન્ટ બુક કરે ને એવાં ઘેલાં કાઢે. પણ પચીસ વર્ષની યુવતી આખરે એનો પોતાને અનુરૂપ જીવનસાથી ગોતી કાઢી આલાપને એ ખૂબ નજીકનો માની કહે છે. પઝેસીવ આલાપને એ ગમતું નથી. એ પેલા સાથીને ધમકાવે છે, પોતે દારૂ પીવા લાગે છે. તેની પત્ની દસ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે છે. એ બધું જુએ સમજે છે, ચાલે ત્યાં સુધી બોલતી નથી પણ પછી આલાપ ને બરાબરનો લે છે, એ છોકરી તો આલાપને જ કડક રીતે કહી જ દે છે કે તું ફ્રેન્ડ, ફિલોસોફર, પ્રેમ આપનાર હતો પણ તું મારો પતિ ન બની શકે કેમ કે મારે મારો સંસાર વસાવવો છે, તારે ઓલરેડી છે. પત્ની એ યુવતીના કાર્યસ્થળે જઈ એને યોગ્ય રીતે કહેવાનું કહી દે છે.વાર્તા એ ડોક્યુમેન્ટ્રી નથી, કશુંક crazy હોય જ પણ અહીં એનાં લગ્ન જેની સાથે થાય છે  એ છોકરાનો બાપ કંપનીનો મોટો ક્લાયન્ટ છે એટલે આલાપ આમ તો વાંસળી વાદક છે, એ લગ્નમાં ગીત ગાય છે. વાંસળી બીજો વગાડે છે. થોડું ડોલા રે ડોલા જેવું. આ વધુપડતું લાગ્યું. વાર્તા છે. પેલી હવે એને રસ્તે, આલાપ વાંસળી પકડતો નથી પણ શ્વાસની કોઈ બીમારીને લીધે કાયમ માસ્ક બાંધી કેસેટ્સ ની દુકાન  ચલાવે છે જ્યાં સરગમ નો જ પુત્ર વાંસળીઓ ના મ્યુઝિક નું આલ્બમ લેવા આવે છે. એની મા એ જ કહ્યું છે કે વાંસળી શીખવી હોયબ્ટો આલાપ દેસાઈ નું આલ્બમ લેવું. આ એનો પુત્ર છે એ જાણ થતાં આલાપ સરગમને મળવા દોડે છે, પડે છે.અંત કરુણ છે. એને લીધે વધુ સારો બન્યો છે. એ નહીં કહી શકું. પાત્રોને કાઠિયાવાડી નાગરી ઉચ્ચારો સાથે ફિલ્મમાં જોવાની funny મઝા આવી. આલાપ કોઈ એંગલ  થી મધ્ય વયનો લાગતો નથી. હીરોઈન સરગમ ને દરેક સીન માટે તૈયાર સરસ કરેલી. દિવ ના સીન માં તો એની ઉપર પ્રેક્ષકોનો ડોળો  ચોંટી જાય એવી. અંતમાં સૌભાગ્યવતી સ્ત્રી તરીકે સહુથી સુંદર લાગે છે. પણ એનો દેખાવ રાજકોટ જામનગર તરફની નાગર છોકરીઓનો પેઢીઓથી હોય એવો છે. ટ્રેલર જોઈને લગભગ એનું ઉંમરની છોકરીનો પ્રતિભાવ "ગરોળી જેવું મોં"!  એકદમ પાતળું અને નાની બતાવવા મેકઅપ થી વધુ પાતળું કરેલું મોં અને અણિયાળી આંખો. ઠીક, કોઈ આપણી જ દીકરી છે એટલે ગમાડીએ.સ્ટોરી ગમી. હલકી ફુલકી છે. મારામારી, પડવાના સીન વગેરે સ્લો મોશન  માં લાગ્યા. નાગર ભાઈઓને કેમેરા સામે પણ ઢિસૂમ ઢિસૂમ ન ફાવે.મધ્ય વયની વ્યક્તિ ઊગતી યુવાની પર ઢળે એની સ્ટોરી છે.નાગર પુત્રોના અભિનયની નાગરો માટે ફિલ્મ વધુ લાગી પણ as a whole I enjoyed. ખાસ તો કાઠિયાવાડી ગુજરાતી ઉચ્ચારો કરતાં પાત્રો કે કૃત્રિમ ખેંચેલા પહોળા ઉચ્ચારો વાળું ગુજરાતી સાંભળી મઝા આવી. અમુક બાઇક દ્રશ્યો ગિરનાર પાછળના હશે એ સરસ જગ્યાઓ હતી. મારા ઘરની નજીક અનેગમતુ સ્થળ S P રિંગરોડ નું ટી પોસ્ટ ફિલ્મમાં જોઈ આનંદ થયો. ઘણાં સ્થળો જાણીતાં છે.આ મારી આંખે જોયું ને મને લાગ્યું એ છે. એને રિવ્યૂ ન ગણાય. બાકી મૌન.