Sex education: Awareness about adult films and literature in Gujarati Human Science by yeash shah books and stories PDF | કામશિક્ષણ : વયસ્ક ફિલ્મ તેમ જ સાહિત્ય અંગે જાગૃતિ

Featured Books
Categories
Share

કામશિક્ષણ : વયસ્ક ફિલ્મ તેમ જ સાહિત્ય અંગે જાગૃતિ

વયસ્ક ફિલ્મો:

--------------

હાર્ડકોર પોર્નોગ્રાફી  : ફ્કત શરીર સુખ  મેળવવા માટે જડ ની જેમ આદરેલી શારીરિક ચેષ્ટાઓ આ પ્રકાર ના સુખ માં આવે છે.. આ રીત નું સુખ પોર્ન ફિલ્મો માં દર્શાવા માં આવે છે.અશ્લીલ અને ગલીચ ભાષા નો પ્રયોગ કરી ને શરીર ને શોષવાનું અને ભોગવવાનું કર્મ આ પ્રકાર ના ફિલ્મ માધ્યમો માં વિવિધ અને અલગ અલગ પ્રકાર ના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા બનાવવામાં આવે છે. આ પ્રકારની ફિલ્મો જોનાર ના મન, મસ્તિસ્કના સ્વાસ્થ્ય બગડવાની પૂરી શક્યતા છે.

સોફ્ટકોર પોર્ન:  આ પ્રકારની ફિલ્મો મુખ્યત્વે સ્ત્રીઓ ને ધ્યાન માં રાખી ને બનાવવા માં આવે છે. આ પ્રકારની ફિલ્મો માં સેક્સ ના આસનો ઉપરાંત ફોરપ્લે પણ હોય છે. આ ફિલ્મો પણ આદત લગાડે એવી છે.

ઇરોટિક ફિલ્મો : આ પ્રકાર ની ફિલ્મો એક સળંગ ચાલતી કથા ના રૂપ માં દર્શાવા માં આવે છે. સેક્સ આ ફિલ્મો નો એક ભાગ છે.. આ પ્રકારની ફિલ્મો કલાત્મક ઢબે બનાવેલી હોય છે.

B ગ્રેડ/ C ગ્રેડ ફિલ્મો: આ પ્રકારની ફિલ્મો પણ ઇરોટિક ફિલ્મો હોય છે..પણ આ ફિલ્મો માં અશ્લીલતા નું પ્રમાણ વધારે હોય છે. આ ફિલ્મો નો એક ખાસ દર્શક વર્ગ છે.

Ott માધ્યમ : વેબ સિરીઝ ના માધ્યમ દ્વારા પણ સોફ્ટ પોર્નોગ્રાફી તેમ જ ઇરોટિકા પીરસવા માં આવે છે. આમાં ઘણી એપ્સ અને પ્લેટફોર્મ કાર્યરત છે.

વયસ્ક સાહિત્ય

અશ્લીલ કથાઓ : આ કથાઓ બ્લોગ ના ફોર્મેટ માં અથવા પુસ્તકો ના ફોર્મેટ માં વાંચક વર્ગ સુધી પહોંચાડવા માં આવે છે. આ કથાઓ અતિશયોક્તિ પૂર્ણ કામુક વર્ણનો અને અપશબ્દો થી પરિપૂર્ણ હોય છે.

નોનવેજ જોકસ : હાસ્યરસ ને વિભત્સ રસ સાથે જોડીને અશ્લીલ અને અભદ્ર હાસ્ય પીરસવા માં આવે છે. જેના વ્યૂઝ અને લાઈક્સ પણ ઘણા વધારે હોય છે.


        18+ યુવાનો માટે  હવે, આ માહિતી કેમ જરૂરી છે.. એ સમજીએ, ઈન્ટનેટ પર આ બધું રોકવું એ સરકાર ના હાથ ની પણ  વાત નથી રહી.. એવે સમયે એક સમજદાર માં બાપ અથવા ગાર્ડિયન તરીકે બાળકો સાથે આ બધી જ સામગીઓ નો વિવેક પૂર્ણ ઉપયોગ કરવા બાબતે સંવાદ અવશ્ય કરવો.

આ માટે વાત ની શરૂવાત આ પ્રમાણે કરી શકાય:

આદિમાનવ ના સમયથી આપણી પ્રારંભિક વૃત્તિઓ:

(૧) ભૂખ ,તરસ (૨) ભય (૩) સુરક્ષા (૪) નિંદ્રા (૫) સેક્સ 


આ પ્રારંભિક વૃત્તિઓ આપણા સુસુપ્ત મગજ માં રહેલી છે. આ વૃત્તિઓ સમસ્ત જીવ સૃષ્ટિમાં ( તમામ પ્રાણીઓ,પક્ષીઓ તથા સજીવોમાં સમાન રૂપે વિધ્યમાન છે.. પરંતુ માનવજાતિમાં જેમ જેમ સમાજ,સભ્યતા, સંસ્કૃતિ નો વિકાસ થતો ગયો અને માનવે પોતાની વૃત્તિઓ ના આધાર પર વિકાસ ના નવા આયામો સર કર્યા. આજે આપણી પાસે ભૂખ અને તરસ માટે આટલી મોટી વસ્તી ને પહોંચી વળે એટલા ભોજન અને પાણી છે. ભયથી સુરક્ષા માટે આપણી પાસે સૈન્યબળ અને આવાસ છે. નિંદ્રા માટે આપણે હમેશા થોડો ,ઘણો સમય આપીએ જ છીએ. આજકાલ ના સમય માં નિંદ્રા પણ એક સળગતી સમસ્યા છે. રોજે રોજના ભોજન ,પાણી,આવાસ ની સુવિધાઓ બાદ અત્યારે માનવજીવનની લગભગ તમામ દોડ, અધિકાર અને કામવૃત્તિની આજુબાજુ દોડે છે. આની દોડ પૈસા તેમ જ સામાજિક સ્તર અને જીવનધોરણની આસપાસ ફરે છે. તેમ જ કામવૃતિની બાબતો માં પણ પેહલા ના સમય કરતા ઘણા જ પરિવર્તન આવ્યા છે.

સેક્સ માટે ની તાલાવેલી vs ભાવનાત્મક અને આત્મીય સંબંધ નું મહત્વ


ભાવનાત્મક સંબંધમાં શું સામેલ છે:


ઈચ્છાઓ, મર્યાદાઓ અને જરૂરિયાતોની સમજ અને સંવાદ: જીવનસાથીને સમજવા અને પોતાનું પોતે પણ વ્યક્ત કરવા માટે ખુલ્લા દિલે વાતચીત કરવાની જરૂર છે.


ભાવનાત્મક નમ્રતા દ્વારા વિશ્વાસ અને નજીકપણું બનાવવું: તમે જ્યારે આપના ખરા ભાવોને ખુલ્લા દિલથી વ્યક્ત કરો છો ત્યારે એ વિશ્વાસ વધારવાનું કામ કરે છે.


ભાવનાત્મક અને શારીરિક ઘનિષ્ઠતાને મહત્ત્વ આપવું: આનું અર્થ એ કે સંબંધમાં લાગણીઓ અને શારીરિક જોડાણ બંને મહત્વપૂર્ણ છે.


પ્રેમ અને સ્નેહ બતાવવાની નવી રીતો શોધવી: ચોટક રીતે પ્રેમ વ્યક્ત કરવો – જેમ કે એક અચાનક ઝાકળો, પ્રેમભરી નજર કે નાનકડી ભેટ – આ બધું પ્રેમને તાજું રાખે છે.


મજેદાર અને સાહસિક ભાવના વિકસાવવી: સંબંધમાં રમુજીપણું, એકબીજા સાથે નવાં અનુભવો કરવાં અને એકસાથે મોજ કરવાની ઇચ્છા સંબંધને મજબૂત બનાવે છે.


સ્વસ્થ સાથીદારી (Healthy Partnership):

અસરકારક સંબંધ પ્રણાલી, સહારો અને પ્રોત્સાહન, તેમજ વ્યક્તિગત વિકાસ અને સમૃદ્ધિ – આ ત્રણ પાસાંને સાથે રાખીને "સ્વસ્થ સાથીદારી" એ એવો ગુણ છે જે એક સાચા અને સંતુલિત સંબંધ માટે આધારભૂત ગણાય છે.


સ્વસ્થ સાથીદારીમાં શું સામેલ છે:


ખુલ્લી અને ઈમાનદાર વાતચીત: બંનેએ એકબીજાને સંભળાવું અને પોતાની વાત મોકળા મનથી કરવી એ ખુબજ અગત્યનું છે.


સક્રિય રીતે સાંભળવું અને સહાનુભૂતિ બતાવવી: માત્ર સાંભળવું નહિ, પણ જીવનસાથીના ભાવોને સમજીને પ્રતિસાદ આપવો જોઈએ.


ટીમ તરીકે મળીને કામ કરવું: સંબંધ એ સ્પર્ધા નહિ, પણ સહયોગ છે – બંનેએ એકબીજાની મદદ કરવી અને સહયોગ આપવો.


એકબીજાના વિકાસ અને અન્વેષણ માટે પ્રોત્સાહન આપવું: વ્યક્તિગત રીતે આગળ વધવા માટે જીવનસાથીનો સહારો મળવો ખુબજ મહત્વપૂર્ણ છે.


પરસ્પર સન્માન અને સંમતિને પ્રાથમિકતા આપવી: દરેક નિર્ણયમાં બંનેની સંમતિ હોવી જોઈએ અને એકબીજાની લાગણીઓનું માન રાખવું જોઈએ.


સ્વ-જાગૃતિ અને આત્મવિશ્વાસ વિકસાવવો: પોતાનું સમજવું, પોતાની ભૂલો સ્વીકારવી અને પોતાની અંદર આત્મવિશ્વાસ લાવવો એ પણ સંબંધ માટે જરૂરી છે.


વ્યક્તિગત વિકાસ અને સમૃદ્ધિને સ્વીકારવું: એકલા પણ અને જોડે પણ વિકાસ થવો જોઈએ – તબક્કાવાર જીવનમાં સુધારાની ઇચ્છા હોવી જોઈએ.