ek chokri pn bevfa hoy che? in Gujarati Love Stories by Sankhat Nayna books and stories PDF | એક છોકરી પણ બેવફા હોય છે?

Featured Books
Categories
Share

એક છોકરી પણ બેવફા હોય છે?

આજ થી 5 વર્ષ પહેલા ની વાત છે. જ્યારે હું b.ed ના છેલ્લા વર્ષ માં હતી. ત્યાર પછી કોરોના ચાલુ થયો.  કોલેજ મજા ના ટ્રેન માં બેસી ને જતા આવતા, મોજ મસ્તી કરતા, અંતાક્ષરી રમતા, કહેવાય ને જેને મળવું હોય એને ઈશ્વર મળાવી જ આપે છે. એક દિવસ ની વાત કરું. ભર ચોમાસુ બેઠી ગયું હતું ને વરસાદ પણ એવો જ પડે હો... અમે બધી બહેનપણી એ કોન્ફરન્સ માં કોલ કરી ને વાત કરી,  રિદ્ધિ બોલી આજે કોલેજ નથી જવું, સર ને કોણ કોલ કરશે? મેં કીધું ચાલુ રાખો કોન્ફરન્સ માં જ લઈ લવ.
    મેં સર ને કોલ લગાવ્યો, સર બોલ્યા: બોલ નયના શું કામ હતું? મેં કહ્યું: સર આજે કોલેજ ન આવીયે તો ચાલે નહીં? સર બોલ્યા: ના, ના આવવાનું જ છે આવતી કાલે પાઠ છે. અમે જવા રવાના થયા. બધા રેલ માં ટિકિટ વગર ચડી ગઈ.. પછી શું એમ જ ધીંગા મસ્તી, કૉમેડી, અંતાક્ષરી, થોડાક દૂર પહોંચ્યા ત્યાં ટ્રેન ઊભી રહી ગઈ, અમે જોવા નીકળી પડ્યા. અંકિતા:  શું થયું છે? કેમ ટ્રેન ઊભી રહી ગઈ? TT માસ્ટર બોલ્યા: આગળ ફોલ્ટ છે. વાર લાગશે વરસાદ છે એટલે ફોલ્ટ પડ્યો...  અમે પાછા ડબ્બા માં ચાલ્યા ગયા. જોર જોર થી અંતાક્ષરી રમવા લાગ્યા...
      ત્યાં બાજુ ના ડબ્બા માંથી એક હેન્ડસમ. નાની નાની મૂંછો, ભૂરા ભૂરા વાળ, માંજરી આંખો, ચશ્મા પહેર્યા, હાથ માં સલમાન ખાન ની લકી, આવી ને જોર થી બોલ્યો:  આજુ બાજુ માં લોકો બેઠા છે હો,,,,,, તમે એકલીયુ નથી કે બરાડા પાડો છો... ચૂપ બેસો નથી સારી લાગતી કોઈ આમાં થી.. અમે તો બધી એને જોતી જ રહી ગઈ...... Wow......... શું છોકરો છે.......
એ પાછો બોલ્યો: બેરિયુ છો? ત્યાં અમારા ગ્રુપ માંથી અંકિતા બોલી ઊઠી: ઓહ હીરો ઈઝ ક્યૂઝ મી.. છોકરો બોલ્યો: જી મેડમ તમે બાકી રહી ગયા બેજ્જતી કરાવવા માં, તો લાવો કરી આપું... અંકિતા ને ગુસ્સો આવ્યો,બોલી: ઓય હદ માં રે ઓકે અને આ તારું ઘર નથી ઓકે પબ્લિક પ્લેસ છે. અમે ગમે તે કરીએ બંધારણ એ અમને અધિકાર, હક આપ્યો છે..
ત્યાં તું તું મેં મેં ચાલુ થઈ. અમે tt માસ્ટર ને બોલાવ્યા. એને બધું શાંત પાડ્યું. થોડીક વાર માં ટ્રેન પણ ઉપડી ગઈ. અમને ખબર નોતી એ છોકરો અમારી કોલેજમાં જ ભણે છે. એ m.com કરતો હતો. જ્યારે અમે ટ્રેન માંથી ઉતર્યા કે એને પાછળ આવતા જોયો.... અમે ડરી ગઈ..
મેં કહ્યું: રિધ્ધિ પેલો પણ અહીં ઉતરી ગયો છે જો... અહીં પાછળ પાછળ જ આવે છે.. અમે ત્યાંથી દોડી ને કોલેજ ના ગેટ માં અંદર જતી રહી..
જોયું તો એ પણ આવતો હતો. અમે સર ને બોલાવ્યા સર ને કહ્યું: સર આ છોકરો હેરાન કરે છે અમને અમારી પાછળ કોલેજ સુધી આવી ગ્યો... સર હસતા હસતા બોલ્યા: અરે,, રોનક આવ, આવ, આ m.com કરે છે ને રોનક છે. એ એવો છોકરો નથી. પરફેક્ટ છે, સીધો છે, તમે બધી વાંદરિયુ છો..
    ત્યારે અમને અફસોસ તો થયો પણ સર ની ઉપર ગુસ્સો પણ આવ્યો. અમે બબડતી બબડતી ત્યાંથી જતી રહી.. અમે ગયા તરત રોનક એ અમારી બધા ની ફરિયાદ કરી દીધી.. થોડીક વાર પછી અમને ઓફિસ માં બોલાવ્યા અને સર, ટ્રસ્ટી બધા બહુ જ ખિજાયા .....
ત્યાર થી અમને એ છોકરા પ્રત્યે નફરત થવા લાગી. પણ, અમને જે નફરત હતી એ સામાન્ય હતી  જ્યારે અંકિતા તો મનમાં કંઈક અલગ જ ખીચડી પકાવતી હતી. અમે ક્લાસ માં ગયા ત્યાં મેડમ પણ અમને બહુજ ખિજાયા... એમ થયું કે આજનો તો દિવસ જ ખરાબ છે. લાસ્ટ બેન્ચ માં બેઠા બેઠા પેલા છોકરા ને, રોનક ને ગાળો આપતી હતી, ત્યારે અંકિતા બોલી: સાંભળો,, મારી પાસે એક પ્લાન છે. પેલા ને સબક શિખવાડવા માટે. બધા એક સાથે બોલી: શું? અંકિતા:આપણા ગ્રુપ માંથી કોઈ એને પ્રપોસ કરે તો? અમે બધા એ કહ્યું: આ તારો ફાલતુ પ્લાન તારી પાસે રાખ, અમારે આવું કઈ કરવું નથી. જે થયું એને ભૂલી જાવ, એવું ચાલ્યા કરે,, પણ.... અંકિતા માની નહીં.. એને તો બદલો લેવો હતો. 
       થોડાક દિવસો પસાર થયા. જ્યારે અમે કોલેજ જવા રેલવે સ્ટેશન ગયા. ત્યાં રોનક ઊભો જ હતો, અંકિતા એ કમાલ કરી દીધું અમે નોતું વિચાર્યું એવું કર્યું,,,, રોનક પાસે જઈ ને ઊભી રહી ગઈ.. તેની સામે ફરી ને : સોરી,,,,, I am really sorry... મને એટલા દિવસ થી છેન નોતું આવતું.મને માફ કરી દો પ્લીઝ...
રોનક: કઈ વાંધો નહીં મેડમ ચાલ્યા કરે... ટ્રેન આવી કે તરત અમે દોડ્યા.. અંકિતા: રોનક.......... અહીં  અમારા ડબ્બા માં જગ્યા છે અહીં આવતા રહો... રોનક: હા, આવું છું. રોનક અમારા ડબ્બા માં આવી ને બેઠી ગ્યો. પહેલા.. સન્નાટો..... ધીરે થી અંકિતા: રોનક, તમે મુકેશ ને ઓળખો છો? રોનક: ના, એ કોણ? અંકિતા: તમારા ક્લાસ માં લાંબો લાંબો છે. ચોટલી વાળે છે માથા માં. રોનક: ઓહ, હા.... એ મુકેશ નથી. વિશાલ છે. અંકિતા: Yes Vishal.... અંકિતા ફક્ત તુક્કો લગાવતી હતી. નામ યાદ નોતું એને. બંને માં વાત ચાલુ થઈ. રોનક: કેમ તમારે એનું શું કામ છે? અંકિતા: મને એ છોકરી ખૂબ ગમે છે. એના સિલ્કી વાળ.... બંને ગાલ માં મસ્ત ડિમ્પલ પડે છે... . જાણે.. રોનક ને જલન કરાવતી હોય... પણ રોનક નું તો પત્તુ પણ ના હલ્યું.. રોનક: હસે, અંકિતા: મને એના નંબર લાવી આપશો? રોનક: હું એવા કામ નથી કરતો.. દરરોજ નો આજ સિલસિલો ચાલુ રહ્યો..... રોનક ને અંકિતા ગમવા લાગી. તેની સાથે વાત કરવું. તેની રાહ જોવી ગમતું.. એક દિવસ બધા ને પિકનિક માં લઈ ગયા. જેને નોતું જવું એ કોલેજ ની સાફસફાઈ કરવા લાગે તેમ સર એ કહ્યું. અમે પિકનિક માં ન ગયા કોલેજમાં રોકાય ગયા.. અંકિતા  રોનક ને બતાવવા જાણી જોઈ ને ટેબલ પર ખુરશી રાખી ને પંખો લૂછવા ચડી... ત્યાં થી પડવા નું નાટક કર્યું. ચીક પડી.... એ...... માં........ મરી ગઈ....... રોનક અને બીજા બે છોકરા દોડ્યા, તેને ખુરસી ઉપર થી નીચે ઉતારી. અંકિતા એ બધા ને thank u કહ્યુ પણ, રોનક ને ના કહ્યું. રોનક ને બહુ જ ખોટું લાગ્યું.. ત્યાંથી જતો રહ્યો. અંકિતા રોનક ને જલન કરાવવા એક પણ મોકો મુક્તિ ન હતી. એક દિવસ ની વાત છે. રોનક પોતાની ગાડી લઈ ને આવ્યો અને અમે બધા ટ્રેન માં. ટ્રેન માંથી ઉતરતા હતા ત્યાં રોનક એ અંકિતા નો હાથ પકડી લીધો. રોનક: અંકિતા.. I love you.. મને ઘુમાવી ફેરવી ને વાત નથી આવડતી. મને તું ગમે છે. I like you. હું તને બીજા સાથે જોઈ નથી શકતો... પણ.. રોનક ને ક્યાં ખબર હતી કે એ અંકિતા ફક્ત રોનક ને તેના પ્રેમ નો નહીં પણ પોતાનો કુતરો બનાવવા માંગતી હતી.. અંકિતા: I love you too. મને પણ તમે ગમો છો. હું પણ તમને ચાહું છું.. પણ,,, રોનક: શું પણ? તમે મને મૂકી તો નઈ દ્યો ને? મને દરેક પરિસ્થિતિ માં સાથ આપશો ને? રોનક હા કેમ નહીં તું તો મારી ઢીંગલી બની ગઈ છે. મારો જીવ.. અંકિતા: સાબિતી આપો.. રોનક શું સાબિતી જોઈએ? અંકિતા: તમારા હાથ માં મારા નામ નું ટેટૂ.. રોનક: બસ, એટલુજ... કાલે જોજે..ત્યાંથી કોલેજ આવતા રહ્યા અમે અંકિતા ને ક્લાસ માં પૂછ્યું: હે એલી,,,  તું સાચે જ રોનક ને Love કરે છે? અંકિતા: હા તો શું ટાઈમ પાસ લાગે? મેં પૂછ્યું: તારે તો bf હતો ને? અંકિતા: તેની સાથે બ્રેક અપ કરી નાખ્યું. હું: અરે..... મગજ વગર ની આ કોઈ રમત છે. કે એક મૂકી ને એક.. અંકિતા: મને હવે રોનક ગમે તો એની સાથે પ્રેમ થઈ ગયો.. અને હા,, મેં એને પ્રપોસ નથી કર્યો હો. એને મને કરી. હું કઈ બોલી નહીં.. બીજે દિવસે રોનક હાથ માં દિલ દોરવ્યું અને એમ A.R કરાવ્યું. સ્ટેટ્સ માં પણ મૂક્યું my lifeline.A. અંકિતા ખૂબ ખુશ હતી. અમને પણ લાગ્યું કે અંકિતા એની સાથે મેરેજ કરશે. થયું બંને ખુશ છે ને... બન્ને સાથે કોલેજ આવે. જાય સાથે. અંકિતા ન આવે તો રોનક પણ ન આવે. થોડી ઊલટી કહાની હતી બંને ની. અંકિતા કહે તેમ રોનક ને કરવાનું. રોનક કહે તેમ અંકિતા જરા પણ ના કરે.. રોનક દરેક વાત નું ધ્યાન રાખતો. 1 વર્ષ વીતી ગયું.. રોનક જ્યારે કોલ કરે અંકિતા busy હોય. રોનક : ક્યાં કોલ ચાલુ હતો?  અંકિતા: નયના ને કર્યો હતો. રોનક: ok. બીજે દિવસે અમારે પાઠ લેવા જવા નું હતું. અમે સાડી પેરી ને ગયા રેલવે સ્ટેશન આવ્યા. મેં અંકિતા ને કહ્યું: એલી કાલે ક્યાં busy હતી? પછી રોનક ભાઈ ઘડીક ફોન મૂકી દેવાય મારે બ્લાઉઝ નું પૂછવું હતું આંકી ને.. રોનક: તારી સાથે તો વાત કરતી હતી.. મેં: ના રે ના મારો કોલ જ ઉપાડ્યો નથી. અંકિતા ઉતાવળ માં ટ્રેન માં ચડી ગઈ. અમે બધા પણ... રોનક એ આગળ કઈ પૂછ્યું નહીં આખા રસ્તે ચુપ જ રહ્યો ફોન જોતો રહ્યો... અમે કોલેજ જઈ ને પૂછ્યું.. શું થયું રોનક ભાઈ? કેમ કઈ બોલ્યા નઈ? રોનક: ઘડીક પછી આવો તું ને રીધી કામ છે.
      હું ને રીધી ઠંડું પાણી ભરવા ફ્રીઝ પાસે ગયા ત્યાં થી ઈશારો કરી ને રોનક ને બોલાવ્યો. રોનક દોડતો દોડતો.  રોનક: હ આવી ગઈ બેય.. એક વાત પૂછું ? સાચું કહેજો.. વિધ્યા ની કસમ ખાય ને. અમે : હા પૂછો..  રોનક: આ અંકિતા મને સાચે જ love કરે છે  ને? અમે: તમને ખબર એતો. અમને તો આખો દિવસ વાત કરો છો તો સાચો જ હશે. અમે ક્યારેય love ને કર્યું નથી તો કેમ ખબર પડે. રોનક: હમણાં એનો ફોન બહુ વ્યસ્થ આવે છે. રીધી: હે...... પાડી કાલે મેં કર્યો કોલ તો એમ કહેતી હતી રોનક હતા.. રોનક: મારી સાથે વાત જ નથી થઇ. ખાલી 1 મિનિટ વાત કરી એ પણ 5.00 વાગે સાંજે. રીધી: મેં બપોરે કોલ કર્યો હતો.. કોઈક હસે તેના મામા કે ભાઈ કે. રોનક: મને એમ કીધું કે નૈના હતી.. હું: હા હું જ હતી. રોનક: ખોટું બોલ માં બાડી નહીંતર બે મારીશ. હમણાં તે રેલવે સ્ટેશન શું કીધું? હું: સોરી રોનક ભાઈ અમારી સાથે વાત નથી થઈ.. પછી રોનક ત્યાંથી ચાલ્યો ગયો.  થોડાક દિવસો પસાર થયા રોનક નો શક વધી ગયો. તેને અંકિતા ને કોલ કર્યો..  રોનક: હલ્લો... દીકુ. અંકિતા: બોલો, રોનક:  સાચું બોલ મારી કસમ ખાય ને. અંકિતા: બોલો શું?રોનક: કોની સાથે આટલી આટલી વાત કરે છે? હું શક નથી કરતો બસ ફક્ત પૂછું છું. લગ્ન કરવા છે મારે. એટલો તો હક છે મને. અંકિતા: હું જેની સાથે વાત કરું એની સાથે તમારે શું? વધારે મને નઈ કહેવાનું કંઇ પણ.. રોનક: રડતા અવાજે. DiKa મારી કોઈ ભૂલ થઈ ગઈ? તે માંગ્યું ને મેં આપ્યું ન હોય એવું કઈ? અંકિતા: સોરી ગુસ્સા માં હતી. કાલે કોલ નો કરતા આખો દિવસ મારા ભાઈ પાસે ફોન હસે. હું દાદી ને ત્યાં જાવ છું. રોનક: મારે વાત કરવી હોય તો.. અંકિતા: હું સાંજે આવી ને કરીશ.
      બીજે દિવસે અંકિતા ને ફોન ન કર્યો ને રોનક ના દોસ્ત એ અંકિતા ને એકલી મેં વેરાવળ ની બસ માં જોઈ. તેને રોનક ને કોલ કર્યો... હલ્લો રોનક.. રોનક: હા બોલ ને ભાઈ.. ક્યાં છે ભાઈ? બસ જો દુકાને બેઠો છે. ભાભી? એતો એના દાદી ને ત્યાં ગઈ છે સાસણ.. કેમ? 
દોસ્ત: અરે.. જવા દે.. ચાલ.. રોનક: ના બોલ, શું થયું? દોસ્ત: ભાભી ને મેં જોયા વેરાવળ ની બસ માં. હમણાં જ નીકળી બસ અહીં થી. રોનક: એ ખોટું કેમ બોલી તો. તું કોલ રાખ તો.. મને કોલ આવ્યો:.. મેં રીસીવ કર્યો: રોનક: હલ્લો નૈના આવ તો રોડ બાજુ તૈયાર થઇ ને.. મેં કીધું કેમ? રોનક: તું આવ ને ફાટફાટ. 5 મિનિટ માં... હું તૈયાર થઇ ને રોડ પર ગઈ. ત્યાં રોનક પહેલા થી ઉભો હતો. રોનક: ચાલ, બેસ ગાડી માં... મેં કીધું કેમ? રોનક:  તું બેસ ને.. હું બેઠી ગઈ.. રોનક એ ફોરવિલ માં મને વાત કરી, હું માની નહીં.. બસ નો પીછો કર્યો પણ બસ મળી નહીં...  અમે પ્રાંચી પહોંચી ગયા. ત્યાં દુકાને રોનક એ પૂછ્યું... ભાઈ,, અહીં થી પોરબંદર ની બસ નીકળી? એ ભાઈ બોલ્યા ના હજી ગઈ નથી બસ આવતી હસે.. પણ મને અથવા રોનક ને એ નહતી ખબર કે બસ માં અંકિતા હસે કે ઉતરી ગઈ હસે.. રોનક ફોરવિલ માં બેસી ગયો... મને જોઈ ને મોઢું ફેરવી લીધું. હું: રોનક ભાઈ પ્લીઝ શાંત થાવ. કોઈ નઈ હોય જોજો.. રોનક: ને હસે તો? હું: તો જોશું એ ક્યાં જાય છે એ. થોડીવાર થઈ કે બસ આવી.. જોયું તો બારી પાસે જ અંકિતા બેઠી હતી. હું બોલાવવા ગઈ રોનક એ મને રોકી લીધી.. બસ ચાલતી થઈ.. અમે પણ ધીરે ધીરે બસ ની પાછળ ફોરવિલ લઈ ને ચાલતા થયા. રોનક: મને એમ કેમ લાગે કે તારી ફ્રેન્ડ મને દગો આપે છે.... હું: ના રોનક ભાઈ. એવા વિચાર ન કરો. પ્રભાસ પાટણ આવ્યું. અંકિતા ઉતરી. અમે સાઇડ માં ગાડી લગાવી.. અંકિતા થોડીક વાર ઊભી હતી.. થોડોક સમય થયો ત્યાં કોઈક છોકરો આવ્યો bike લઈ ને.. અંકિતા બેસી ગઈ. અમે bike નો પીછો કર્યો.. રોનક રડતો હતો.. હું એને સમજાવતી હતી. થોડીક આગળ ગઈ ને ગેસ્ટ હાઉસ પાસે bike ઊભી રહી ગઈ. રોનક: મારી સામે જોઈ ને નૈના આ ગલત થયું મારી સાથે... બહુ જ ગલત.. આવું કેમ કર્યું અંકિતા એ... અમે ત્યાં ગેસ્ટ હાઉસ ની બાર ઊભા ઊભા રાહ જોતા હતા. 2 કલાક પછી અંકિતા બહાર આવી. રોનક ગુસ્સા માં ફોરવિલ માંથી ઉતરી ને અંકિતા સામે ઊભો રઈ ગયો. અંકિતા ડરી ગઈ.. રોનક: આ કોણ છે? અંકિતા : મારા sir છે. અમે સાથે મિટિંગ માં આવ્યા, રોનક: ગેસ્ટ હાઉસ માં મિટિંગ હોય? પેલો છોકરો: કોણ છે અંકિતા આ છોકરો? અને ખોટું કેમ બોલે કહી દે તારો bf છું ડરે શું કામ? અંકિતા : તે છોકરા ને, આ રોનક છે મારો husband છે. પેલો છોકરો: તો હું કૉણ છું ? તું તો એમ કહેતી હતી કે હું અન મેરીડ છું. રોનક: હું ભાઈ આનો પતિ નથી તારી જેમ હું પણ આનો પ્રેમી જ છું. પણ આપણા જેવા તો કેટલાય હસે આને... રોનક રડતો રડતો ત્યાંથી ચાલ્યો.. અંકિતા એ રોનક નો હાથ પકડ્યો. રોનક ભાગ્યો ત્યાંથી.. અંકિતા પણ દોડી..... પેલો છોકરો અંકિતા પાછળ દોડ્યો.. અંકિતા...... ઊભી રે આવું શા માટે કર્યું તે મારી સાથે? અંકિતા... સોરી યાર પણ રોનક મને સાચો પ્રેમ કરે છે.. મારે એની સાથે રહેવું છે. રોનક ફોરવિલ માં બેસી ને ખૂબ રડ્યો.. ચીખ પાડી ને રડ્યો.. હાથ માંથી નામ કાઢવાની કોશિસ કરી... હું બધું જોતી હતી ચુપ હતી.... લાસ્ટ માં બસ એટલુજ બોલ્યો.. રોનક: શું છોકરી પણ બેવફા હોય છે?. તે દિવસ થી રોનક નો કોઈ પત્તો મળ્યો નહી....
નોંધ... જરૂરી નથી છોકરો જ બેવફા હોય. ક્યારેક છોકરી પણ બેવફાઈ કરી નાખે છે. અને છોકરા ની જિંદગી બગાડી નાખે છે.