પ્રશ્ન (૧) : બે બાળકો ને જન્મ આપ્યા ને બે વર્ષ થઈ ગયા... રોજિંદા જીવનમાં ,કમાણી અને બાળકો ના રોજિંદા કર્મ ના કારણે અમે બન્ને સેક્સ માટે સમય આપી શકતા નથી. લાઇફ માંથી ઇન્ટિમ્સી જાણે ગાયબ થઈ ગઈ છે.. કોઈ રસ્તો બતાવશો... ( એક યુગલ)
જવાબ : સેક્સ લાઇફ અને રોજિંદી જીવન ક્રિયાઓ અલગ નથી..બન્ને ની એક બીજા પર ગાઢ અસર છે. જેમ ભૂખ, તરસ,નિદ્રા, સુરક્ષા ની લાગણી એ શરીર ની રોજિંદી માંગ છે.. જેને પ્રાકૃતિક વૃત્તિઓ કહે છે એમ સેક્સ પણ એક પ્રાકૃતિક વૃત્તિ જ છે. તમે બે બાળકો ને જન્મ આપ્યો છે..
નિઃસંદેહ તમારું અને તમારા પતિ નું જીવન બદલાયું છે, જવાબદારીઓ અને રોજિંદા ક્રમ માં બદલાવ થયો જ છે. અને આ બદલાવ સાથે બધી જ રીતે અનુકૂળ થવાનું જ છે.. પણ તમારા મન ,શરીર અને સંગાથ નું પણ ધ્યાન રાખવાનું જ છે. માતા - પિતા પહેલા તમે એક પતિ અને પત્ની છો.. આ સંબંધ નું સાતત્ય પણ તમારા જીવન નો અગત્ય નો ભાગ છે.. અઠવાડિયે કે મહિને ૨ થી ૩ કલાક નો સમય પ્રત્યેક યુગલ જો એક બીજા ને આપી શકે તો ઘણી સારી વાત છે. સેક્સ લાઇફ અને એ માટે નો ક્વોલિટી ટાઇમ ફાળવવો એ સહિયારી ઈચ્છા પર નિર્ભર કરે છે.. એક વાર શરૂ તો કરો.. બધું ધીરે ધીરે પાટે આવી જશે.
સંતાન નો ઉછેર પ્રસન્નતા નું કારણ છે.. પણ પતિ પત્નીનો પોતાનો આત્મીય સંબંધ પણ એ પ્રસન્નતા માં વૃદ્ધિ કરી શકે છે.. હા, આ પહેલા જેવું સરળ તો નથી... પણ શક્ય તો છે જ..
પ્રશ્ન : હું ૨૫ વર્ષ નો યુવક છું.. મારા મિત્રો ના ગૃપ માં બે કપલ્સ ના ડાઇવર્સ થયા છે... મારા એક મિત્ર સાથે સગાઈ પછી છોકરી દ્વારા દોઢ કરોડ ની ઠગાઈ થઈ છે... મારા ઘર પરિવાર માં પણ ભાઈ - ભાભી ,મમ્મી - ભાભી વચ્ચે સાવ નિરર્થક અને બાલીશ બાબતો માં ઝઘડા થતા જોયા છે.. તેમ જ સમાજ માં પણ થતી ફિયોન્સે દ્વારા ફિયોન્સે ની હત્યાઓ ની ઘટના સાંભળતા જ હવે મારું મન વિવાહ ના વિચાર થી સંદેહ પામે છે.. યોગ્ય ઉંમર થતા પરિવાર ની ઈચ્છા છે કે હું હવે યોગ્ય છોકરી શોધું.. મને પણ પ્રેમ અને સેક્સ કરવાની ઈચ્છા તો છે જ.. પણ લગ્ન જીવન ની માથાકૂટ અને જવાબદારીઓ માં બંધાવા માંગતો નથી.. હવે, આ મથામણ ઉકેલવા વિનંતી.
જવાબ : લગ્ન એ સામાજિક પરંપરા છે , જે પરિવાર ની વૃદ્ધિ માટે સમાજ દ્વારા સ્વીકાર્ય પ્રણાલી છે.. કોઈ પણ પરિવાર સમાજ ના સાર્વજનિક નિયમો થી મુક્ત નથી.. એટલે જ તમારો પરિવાર તમારી યોગ્ય ઉમર થવાથી તમને લગ્ન કરવાની ભલામણ કરી રહ્યો છે.. અને આ ઉમર માં પ્રેમ તેમ જ સેક્સ કરવાની ઈચ્છા પણ સ્વભાવિક અને પ્રાકૃતિક છે.
બીજી બાજુ તમને લગ્ન કરવાનો કે ન કરવાનો અધિકાર છે જ.. એટલે તમે આ નિર્ણય લેવા કે ન લેવા માટે તમારી ઈચ્છા પણ મહત્વની છે.
હવે, તમે જે લગ્નજીવન ની માથાકૂટ અને રોજિંદા ઝઘડાઓ ની વાત કરો છો.. તો એ એક વાસ્તવિકતા છે... આ સંબંધ એક યુવક અને યુવતી વચ્ચે જ નહી, બે પરિવાર વચ્ચે હોય છે.. અને સામાન્ય રીતે છોકરી વિવાહ પછી છોકરા ના ઘર માં આવે છે એટલે એના અને છોકરા ના બન્ને ના જીવન માં પરિવર્તન આવે જ છે.. આ સંબંધ દરેક કુંવારા યુવાન યુવતીઓ ની ધારણા મુજબ પરફેક્ટલી હેપી હોતો નથી.. સમય જતા પરિવાર ના સભ્યો ને એક બીજા ના સ્વભાવ અને વર્તન થી નાની મોટી ફરિયાદો અને અસંતોષ ઊભા થાય જ છે.. પણ જો એક બીજા વચ્ચે પ્રેમ, આત્મીયતા,સમજણ અને સહનશીલતા હોય તો આ બધી વાતો સ્વીકારી ને આગળ વધી શકાય છે.
હવે જો વાત હોય એક જવાબદાર વ્યક્તિ બનવાની અથવા પોતાની જવાબદારી જાતે જ ઉપાડવાની , તો આ પણ એક યોગ્ય વાત જ છે, લગ્ન ન કરો અથવા લગ્ન કરો તો પણ પછી તમારે એક સમજુ, જવાબદાર અને પગભર વ્યક્તિ બનવું જ રહ્યું.. પરિવાર ની આર્થિક મદદ કરવી, પોતાના શોખ તેમ જ ઈચ્છાઓ પૂરી કરવી તેમ જ પોતાના ભવિષ્ય ને આર્થિક રીતે સુરક્ષિત કરવું એ તમારી પાસે થી અપેક્ષિત રહેશે. એક સ્વસ્થ અને ભણેલ ગણેલ વિધાર્થી હોવાથી આ જવાબદારી માંથી છટકવું એ ભૂલ ભરેલી માન્યતા છે.
અને છેલ્લે સમાજ માં બનતી ક્રૂર ઘટનાઓ ની વાત જે તમે કરી એ બધી વાતો પણ વાસ્તવિક છે.. નાની મોટી બાબતો માં ડાઇવર્સ થવા ,સગાઈ બાદ પૈસા ની ઠગાઈ થવી, કે લગ્ન નક્કી થયા પછી અવૈધ સંબંધો પકડાવા તેમ જ મર્ડર થવા..આ બધી બાબતો ખરેખર ચિંતાનો વિષય છે.. પણ એનો અર્થ એ નથી કે દરેક પરિવાર અથવા દરેક છોકરો કે છોકરી ક્રિમીનલ અથવા કેરેક્ટર લેસ છે.. આવું માની લેવું એ પોતે જ ખોટો ભ્રમ ઉભો કરી પોતે જ ડરવા જેવું છે. લગ્ન કરવાની ઈચ્છા થી તમે જે પણ છોકરી પસંદ કરો એની સાથે સારો એવો સમય પસાર કરો, તેના તેમ જ પોતાના સ્વભાવ અને ભૂતકાળ વિશે ચર્ચા કરો.. સમાજ માં તે પરિવાર વિશે તપાસ કરાવો.. આ બધી જ તકેદારી થી તમને આવા જોખમો સામે રક્ષણ મળશે. કાનૂન અને કાયદો પણ આ બાબતે તમારી તરફેણ માં જ છે.
માટે ચિંતા કરશો નહીં.. પણ છતાંય જો મેરેજ કરવાની ઈચ્છા ન જ હોય તો દબાણ વશ કે મજબૂર થઈ ને સંબંધ સ્વીકારશો નહી.. એ તમારા અને તમારા સાથી બન્ને ના જીવન સાથે અન્યાય થશે.. માટે જે પણ નિર્ણય લો, એની પરિવાર સાથે નિખાલસ ચર્ચા કરજો. છેલ્લો નિર્ણય તમારો પોતાનો જ છે.