Where ego melted, love arose - Part 29 in Gujarati Love Stories by Upasana Mehta books and stories PDF | જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 29

Featured Books
Categories
Share

જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 29

અભય કાર સ્ટાર્ટ કરીને સીધી રેવા જ્યાં ઊભી હતી ત્યાં લઈ જાય છે.રેવા હજુ કંઈ સમજે એ પહેલાં જ કાર એની સામે આવીને અટકી જાય છે.
અભય વિન્ડો નીચે કરે છે અને ઊંચા અવાજે પૂછે છે,
“મિસ રેવા , પ્રેસેંટેશન રેડી છે?”
અચાનક આ રીતે અભયને પોતાની સામે જોઈને રેવા થોડી ગભરાઈ જાય છે.
“હા... હા સર , રેડી છે.”
“ગુડ .
તો પછી ફટાફટ કાર માં બેસો.”
રેવા ચોંકી જાય છે.
“સર ... કાર માં? પણ—”
“રેવા , આઈ ડોન્ટ  હેવ ટાઈમ ફોર ક્વેશચશન્સ .
બેસો જલ્દી. "
અભયના કડક અવાજમાં છુપાયેલી ઉતાવળ જોઈને રેવા વધુ કંઈ પૂછતી નથી.એ ઝડપથી ડોર ખોલીને અંદર બેસી જાય છે.કાર આગળ વધે છે...
રેવા ધીમેથી પૂછે છે,
“સર … ઍવેરીથીંગ ઇસ ઓકે ?”
અભય સ્ટીરિંગ પરની પકડ વધુ મજબૂત કરતાં ગુસ્સાભર્યા અવાજમાં કહે છે,
“કંઈ પણ ઓકે નથી.”
રેવા આશ્ચર્ય એની તરફ જુએ છે.
અભય આગળ કહે છે,
“ઇન્વેસ્ટર્સ એ મિટિંગ અત્યારે જ રાખી છે અને વીરેન પણ આવવાનો છે.”
વીરેનનું નામ લેતાં જ અભયના ચહેરા પર ફરી ગુસ્સો સ્પષ્ટ દેખાઈ આવે છે.
પછી એ ગંભીર અવાજમાં કહે છે,
“લિસ્ટન , રેવા … આજની પ્રેસેંટેશન તમારે આપવાની છે અને આ પ્રોજેક્ટ કોઈપણ હિસાબે વીરેન ના હાથમાં ન જવો જોઈએ.સમજી ગયા તમે ?”
આ સાંભળતાં જ રેવા એકદમ ચોંકી જાય છે.
“સર … હું?”
એના અવાજમાં ગભરાટ હોય છે.
“સર , ઇન્વેસ્ટર સામે આટલા મોટા પ્રોજેક્ટ ની પ્રેસેંટેશન મેં ક્યારેય આપી નથી…”
અભય થોડા કડક પણ વિશ્વાસભર્યા અવાજમાં કહે છે,
“જે પ્રેસેંટેશન તમે તૈયાર કરી છે, એને સૌથી સારી રીતે તમે જ એક્સપ્લેન કરી શકો.”
રેવા હજુ નર્વસ થઈને એની તરફ જુએ છે.
“પણ જો મારાથી કોઈ મિસ્ટેક થઈ ગઈ તો?”
અભય પહેલીવાર એની તરફ જુએ છે.
એના અવાજની કડકાઈ થોડી ઓછી થઈ જાય છે.
“મિસ્ટેક નહીં થાય.આઈ ટ્રસ્ટ યુ .”
થોડું રોકાઈને એ ધીમેથી આગળ કહે છે અને જો કોઈ "મિસ્ટેક થઈ પણ ગઈ… તો હું છું ને.”
અભયના આ શબ્દો સાંભળીને રેવાના ચહેરા પરની ગભરાહટ થોડી ઓછી થાય છે.એ ઊંડો શ્વાસ લે છે.
“ઓકે સર … આઈ વિલ ડુ માય બેસ્ટ .”
અભય સહેજ માથું હલાવે છે.
“ગુડ .”
એટલું કહીને એ ફરી રોડ પર ધ્યાન આપે છે પણ એના ચહેરા પરનું ટેન્શન અને આંખોમાં દેખાતો ગુસ્સો જોઈને રેવા સમજી જાય છે કે વાત ખૂબ સિરિયસ છે.
એ મનમાં જ વિચારે છે,“આ વીરેન આખરે છે કોણ… જેના નામ માત્રથી જ સર આટલા અકળાઈ ગયા?”
થોડી જ વારમાં કાર ઓફિસ બેઝમેન્ટ માં આવીને ઉભી રહે છે.અભય ઝડપથી બહાર નીકળે છે.બીજી તરફ રેવા હજુ અંદરથી નર્વસ હોય છે.એ લેપટોપ બેગ મજબૂતીથી પકડી કાર માંથી નીચે ઉતરે છે.
“ચાલો.”
અભય ટૂંકમાં એટલું જ કહે છે અને ઝડપી પગલાંએ લિફ્ટ તરફ આગળ વધે છે.રેવા પણ ઉતાવળમાં એની પાછળ જાય છે.લિફ્ટ ઓલરેડી અલમોસ્ટ ફુલ હોય છે.
પણ મિટિંગ માટે મોડું થતું હોવાથી અભય રાહ જોવામાં સમય બગાડતો નથી.
"Excuse me."
કહેતા કહેતા એ અંદર જગ્યા બનાવે છે અને રેવા પણ એની સાથે લિફ્ટ માં એન્ટર થાય છે.નાની જગ્યામાં બંને બહુ નજીક ઊભા રહેવા મજબૂર બને છે.રેવા આગળ ઊભી હોય છે અને અભય બરાબર એની પાછળ.
લિફ્ટ નો ડોર બંધ થાય છે.એ ઉપર તરફ ગતિ કરે છે. એટલામાં અચાનક લિફ્ટ જોરદાર ઝટકો ખાય છે! એ ધક્કા સાથે જ રેવાનો ઉતાવળમાં વાળેલો અંબોડો સાવ ઢીલો પડી જાય છે.​અને બીજી જ ક્ષણે... જાણે સમય થંભી ગયો! રેવાના રેશમી લાંબા વાળ ખુલ્લા થઈને હવામાં લહેરાય છે અને સીધા પાછળ ઊભેલા અભયના આખા ચહેરા પર આવી જાય છે.​અભય, જે હમણાં સુધી પ્રોજેક્ટના ટેન્શનમાં અને વીરેનના લીધે ગુસ્સામાં લાલચોળ હતો, એ એક ક્ષણ માટે એકદમ સ્તબ્ધ થઈ ગયો. એનો બધો જ ગુસ્સો જાણે હવામાં ઓગળી ગયો. રેવાના વાળની હળવી, ભીની મઘમઘતી ખુશ્બૂ અભયના શ્વાસમાં ઊતરી ગઈ, જેણે એના અશાંત મનને પળભરમાં શાંત કરી દીધું. થોડા વાળ આંખો પર આવતાં, અભય ખૂબ જ ધીમેથી પોતાનો હાથ ઊંચો કરે છે અને વાળને પોતાના ચહેરા પરથી હટાવવાનો પ્રયત્ન કરે છે.ત્યાં જ રેવાનું ધ્યાન જાય છે. એ તરત જ ગભરાઈને પોતાના બધા વાળ આગળ તરફ લઈ લે છે.
​“સોરી સર …” એ ગભરાયેલા અવાજમાં ધીમેથી કહે છે અને ઝડપથી વાળ સરખા કરવાનો પ્રયત્ન કરે છે. પણ લિફ્ટમાં જગ્યા એટલી ઓછી હોય છે કે એનો હાથ સીધો અભયના હાથ સાથે અથડાઈ જાય છે.
​બંને થોડી ક્ષણ માટે બિલકુલ સ્થિર થઈ જાય છે.એ ઝડપથી પોતાનો હાથ પાછળ ખેંચી લે છે અને ગભરાઈને પોતાના વાળ સરખા કરવા લાગે છે.બીજી તરફ અભય હજુ પણ શાંતિથી એની તરફ જોતો રહે છે પણ લિફ્ટ ખૂલતાં જ એ તરત પોતાની પ્રોફેશનલ પર્સનાલિટીમાં પાછો આવી જાય છે અને કહે છે .
“લેટ ’સ ગો .”
લિફ્ટ માંથી બહાર નીકળ્યા પછી અભય અને રેવા ઝડપથી મિટિંગ રૂમ તરફ આગળ વધે છે.
મિટિંગ રૂમ નો ગ્લાસ ડોર નજીક આવતાં જ અંદર બેઠેલા ઇન્વેસ્ટર્સ દેખાવા લાગે છે.
મોટું કોન્ફેરેન્સ ટેબલ…સામે બેઠેલા બોર્ડ મેમ્બર્સ …
અને રૂમ માં છવાયેલું સિરિયસ વાતાવરણ જોઈને રેવાના પગ અચાનક ત્યાં જ થંભી જાય છે.એના હાથમાં પકડેલું લેપટોપ થોડું ધ્રૂજવા લાગે છે.અભય થોડા પગલાં આગળ જઈને નોટિસ કરે છે કે રેવા પાછળ જ ઊભી રહી ગઈ છે.
એ પાછો ફરીને એની તરફ જુએ છે.
“શું થયું રેવા ?”
રેવા ગભરાયેલા અવાજમાં ઝડપથી બોલી જાય છે,
“સર … હું પ્રેસેંટેશન નહીં આપી શકું… આઈ એમ સોરી 
આટલા બધા લોકો સામે… I-I can’t…”
એક જ શ્વાસમાં બધું બોલતાં બોલતાં એનો અવાજ અલમોસ્ટ કંપી જાય છે.અભય તરત સમજી જાય છે કે રેવા પેનિક થઈ ગઈ છે.એ આસપાસ એક નજર કરે છે અને પછી થોડું નજીક આવી ધીમા અવાજમાં કહે છે,
“રેવા … રિલેક્સ .કંઈ નહીં થાય.”
પણ રેવાના ધબકારા હજુ પણ તેજ જ હોય છે.
“સર , જો મારા થી કંઈ રોન્ગ બોલાઈ ગયું તો?
અભય શાંતિથી એની આંખોમાં જુએ છે.
“ફર્સ્ટ ઓફ ઓલ … ડીપ બ્રીથીંગ .”
રેવા એની તરફ જુએ છે.
અભય ધીમેથી ફરી કહે છે,
“કમ ઓન … બ્રીથ ”
રેવા ધીમે ધીમે ઊંડો શ્વાસ લે છે.
“ગુડ … વન્સ અગેન .”
એ ફરી ડીપ બ્રિથીંગ કરે છે.
થોડા ક્ષણ પછી એના ધબકારા થોડા નોર્મલ થવા લાગે છે.
અભય ખૂબ શાંતિથી કહે છે,
“નાવ લિસ્ટન ટુ મી કેરફૂલી …અંદર બેઠેલા લોકો કોઈ મોનસ્ટર્સ નથી.તમે આખી રાત મહેનત કરીને આ પ્રેસેંટેશન તૈયાર કરી છે.આ પ્રોજેક્ટ વિશે આ રૂમ માં સૌથી વધારે નોલેજેબલ અત્યારે તમે છો .”
રેવા હજુ નર્વસ થઈને કહે છે,
“બટ સર …”
અભય વચ્ચે જ ધીમેથી કહે છે,
“નો ‘બટ 
તમે કરી શકશો અને હું તમારી સાથે જ છું.”
અભયના શાંત અને વિશ્વાસભર્યા અવાજથી રેવાના મનનો ડર ધીમે ધીમે ઓછો થવા લાગે છે.
અભય પૂછે છે,
“નાવ ઓકે ?”
રેવા એક ઊંડો શ્વાસ લઈને હામાં માથું હલાવે છે.
“ગુડ .ચાલો, હવે અંદર જઈએ.”
અભય મિટિંગ રૂમ નો ડોર ખોલે છે અને બંને અંદર એન્ટર થાય છે.અંદર બેઠેલા ઇન્વેસ્ટર્સ અને બોર્ડ મેમ્બર્સ ની નજર તરત જ એમની તરફ જાય છે.
મિસ્ટર જાડેજા સ્મિત સાથે ઊભા થાય છે.
“આહ , મિસ્ટર . મેહતા … ફાઈનલી .”
અભય પ્રોફેસનલ સ્માઈલ સાથે એમની સાથે હૅન્ડશેક કરે છે.
બીજી તરફ મિસ્ટર પ્રતાપ આગળ આવીને કહે છે,
“વેલકમ , યન્ગ બોય .
હાવ આર યુ ?”
“આઈ એમ ગુડ .”
અભય ટૂંકમાં જવાબ આપે છે.બધા ઇન્વેસ્ટર્સ અભય સાથે ખૂબ રિસ્પેક્ટ થી વાત કરતા હોય છે.કોઈ એની રિસેન્ટ સક્સેસ વિશે વાત કરે છે, તો કોઈ એની કંપની ના ગ્રોથ ના વખાણ કરે છે.રેવા સાઈડ માં ઊભી રહીને આ બધું ઓબઝર્વ કરતી હોય છે.એ પહેલીવાર રિયલાઈઝ કરે છે કે બિઝનેઝ વર્લ્ડ માં અભયનું કેટલું મોટું નામ અને ઈમ્પોર્ટન્સ છે.પણ વાતો વચ્ચે જ અચાનક અભયની નજર મિટિંગ રૂમ ની બીજી બાજુ જાય છે અને એનો ચહેરો તરત જ ગંભીર થઈ જાય છે.સામે ચેર પર આરામથી બેઠેલો વીરેન કુટિલ સ્મિત કરતો અભય તરફ જ જોઈ રહ્યો હોય છે.
વીરેન ધીમેથી પોતાની ચેર પરથી ઊભો થાય છે.
એના ચહેરા પર અજાણ્યો કોન્ફિડેન્સ હોય છે.
“લોન્ગ ટાઈમ , અભય .”
એ હાથ આગળ વધારે છે.
પણ અભય એક નજર પણ એના હાથ તરફ નથી કરતો.
વીરેન ધીમેથી હસે છે અને પોતાનો હાથ પાછો ખેંચી લે છે.
“ઓહ …”લેટ ’સ કીપ થિસ પ્રોફેશનલ .”
આ સાંભળીને અભય સાઈડ સ્માઈલ કરે છે.
“પ્રોફેશનલ …?”
"ચીટરના મોઢે આ વર્ડ બિલકુલ સૂટ નથી થતો.”
એક ક્ષણ માટે વાતાવરણ ભારે થઈ જાય છે.
પણ વીરેન ના ચહેરા પર ફરી  સ્માઈલ આવી જાય છે.
એ શાંતિથી કોટની સ્લીવ સરખી કરતાં કહે છે,
“બિઝનેસ વર્લ્ડ માં જીતનારને સ્માર્ટ કહેવાય છે, અભય … ચિટર નહીં.”
પછી થોડું નજીક આવી ધીમા અવાજમાં કહે છે,
“અને આજે ફરી જોઈ લઈએ…કોણ વધારે સ્માર્ટ છે.”
અભય વિરેન તરફ જોઈને સ્માઈલ કરે છે.
“સ્માર્ટનેસ અને ચિપ ટ્રીકસ વચ્ચે બહુ ફરક હોય છે, વીરેન …”
પછી ઠંડા અવાજમાં આગળ કહે છે,
“પણ એ ફરક સમજવા માટે લોયલટી (વફાદારી )હોવી જોઈએ…જે દગાબાજ લોકો પાસે ક્યારેય નથી હોતી.”
વીરેન કંઈક બોલવા જાય છે,
એટલામાં જ મિસ્ટર . જાડેજા બોલે છે.
“ઓલરાઈટ જેન્ટલેમેન …હવે આપણે મિટિંગ સ્ટાર્ટ કરીએ.”
રૂમ માં ફરી  સાઇલેન્સ છવાઈ જાય છે.
મિસ્ટર . જાડેજા ટેબલ પર રાખેલી ફાઈલ કલોઝ કરતાં આગળ કહે છે,
“મિસ્ટર મેહતા , તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો ફર્સ્ટ પ્રેસેંટેશન મિસ્ટર.વીરેન ની કંપની આપે?”
​આ બોલતી વખતે મિસ્ટર જાડેજા છૂપી રીતે અભય તરફ જોઈને આંખથી એક હળવો ઈશારો કરી દે છે, જે માત્ર અભય જ સમજી શકે છે.
આ સાંભળીને રૂમમાં બેઠેલા બધા ઇન્વેસ્ટર્સ ની નજર એકસાથે અભય તરફ જાય છે.અભય થોડા ક્ષણ શાંતિથી વિરેન તરફ જુએ છે.
પછી ચેર પર પાછળ ટેકો લગાવી હળવું સ્મિત કરે છે.
“નો પ્રોબ્લેમ .”
એટલું કહીને એ સીધી નજર વિરેન પર જ રાખે છે.
બીજી તરફ વીરેનના હોઠ પર ફરી એ જ કોન્ફિડન્ટ સ્માઇલ આવી જાય છે. એને એમ જ લાગે છે કે પહેલો મોકો મળી ગયો એટલે આ બાજી એ જીતી ગયો અને અભય પહેલેથી જ હારીને પાછળ હટી ગયો છે.
થોડા જ ક્ષણોમાં મિટિંગ શરૂ થાય છે.


અભયે જે વિશ્વાસ સાથે આ આખા પ્રોજેક્ટની કમાન રેવાના હાથમાં સોંપી છે, શું રેવા એ ભરોસા પર ખરી ઉતરી શકશે? વીરેનની કુટિલ ચાલ અને ઇન્વેસ્ટર્સના પ્રેશર સામે શું રેવા પોતાની બેસ્ટ પ્રેઝન્ટેશન આપીને અભયને જીતાડી શકશે?”