🌍૧૭૯૨ માં જ્યારે ફ્રાન્સ ક્રાંતિની આગમાં સળગતું હતું, ત્યારે બે પાગલ ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીને માપવા નીકળ્યા હતા જેથી 'મીટર'નો જન્મ થઈ શકે. પણ શું તમે જાણો છો કે એક નાનકડા ઢીલા સ્ક્રૂના કારણે આખા મિશનમાં એક મોટી ભૂલ થઈ ગઈ હતી? અને આ ભૂલને ૨૦૦ વર્ષ સુધી છુપાવી રાખવામાં આવી હતી!જૂન, ૧૭૯૨ માં જિઆં દેલામ્બર અને પિઅરમેશે નામના બે ફ્રેન્ચ ખગોળશાસ્ત્રીઓપુષ્કળ યંત્રસામગ્રી અને મદદનીશો સાથેપોતપોતાની ખાસ બનાવટનીઘોડાગાડીમાં બેસીને પેરિસથી સાત વર્ષલાંબા પ્રવાસે નીકળ્યા. બેઉની દિશાએકમેકથી વિપરિત હતી. દેલામ્બરે ઉત્તરદિશા પકડી, જ્યારે મેશે તેની બિલકુલવિરૂદ્ધ દક્ષિણ તરફ આગળ વધ્યો.આ યાત્રા ખેડવા માટે સમય જો કેબેઉને માટે સરખો ખરાબ હતો. ત્રણેકવર્ષ અગાઉ ૧૭૮૯ માં જેનો પ્રથમઅંગારો ચંપાયો એ ફ્રેન્ચ ક્રાંતિનો ભારેલોઅગ્નિ ચોમેર ફરી વળ્યો હતો.પ્રજાવિમુખ રાજા લુઇ ૧૬ મા અને તેનીઘમંડી પત્ની મેરી એન્નોઇનેતસામેનું લોકઆંદોલનહિંસક બનવા લાગ્યું હતું.રાજા-રાણી સાથે નાતોધરાવતા સામંતોથીમાંડીને સ૨કા૨ીઅમલદારો સહિતનાબધા મળતિયાઓફ્રાન્સની શોષિત અનેપીડિત જનતાનીદાઢમાં હતા અને વખતજતાં એ સૌનું આવીબનવાનુંહતું.રાજદરબારની ચિઠ્ઠીના દરેક ચાકરના નસીબમાં શિરચ્છેદ લખાયો હતો. રાજાવતી ટેક્સ ઉઘરાવવાની પાર્ટ-ટાઇમ ડ્યૂટીબજાવતા પેલા મશહૂર વિજ્ઞાની લેવોઝિયેનું માથુંપણ ગિલોટિન નીચે ટોકરીમાં ખરી પડવાનું હતું.એક રીતે જોતાં ખગોળશાસ્ત્રીઓ જિઆંદેલામ્બર અને પિઅર મેશે પણ ફ્રાન્સનારાજદરબાર સાથે ચિઠ્ઠી વડે સંકળાયેલા હતા, માટે પ્રવાસેનીકળીને રાજદ્વેષી પ્રજાની વચ્ચે ગયા પછી તેમનું કામ મુશ્કેલ બની રહેવાનું હતું.રાજા લુઇએ બન્ને જણાને ગોલ્ડન પાસપોર્ટ જેવા ભલામણપત્રો લખી આપેલા,જેમનો ટૂંક સા૨ ફરમાનાત્મક હતો : કોઇએ મેશેનો કે દેલામ્બરનો માર્ગ રોકવોનહિ અને તેમના અભિયાનમાં હસ્તક્ષેપ કરવો નહિ.અભિયાન શું હતું ? ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્ત સુધીનું અંતર નક્કી કરવાનું,જેનું ૧,૦૦,૦૦,૦૦૦ મા ભાગનું ચકતું સમગ્ર માનવજાતમાં સ્વીકાર્ય નીવડેએવું મીટર નામનું અચળ તેમજ ક્રાંતિકારી એકમ બની રહેવાનું હતું. વૈશ્વિકધો૨ણે તોલ-માપની નવી જ પદ્ધતિ અપનાવવા માટેની દિશા ખૂલી જવાની હતી.દેલામ્બરનું અને મેશેનું અભિયાન તે દૃષ્ટિએ ઐતિહાસિક હતું. પૃથ્વીના એવાગોળાને તેમણે મીટરના સચોટ માપદંડતરીકે પસંદ કર્યો હતો કે જેનાકુદરતી માપમાં કદી ફરક નપડે અને લોકોને એ માપદંડસામે શંકા જગાડવાનુંકારણ પણ રહે નહિ.મીટર શબ્દ પણ એ જરીતે યુનિવર્સલ હતો.ગ્રીક ભાષામાં metronનો અર્થ ફક્ત measureમાપ થાય, એટલે તેના પરઆધારિત મીટર શબ્દ બીજાંલેબલિયાં નામો કરતાં નિરાળો હતો.ફૂલપ્રૂફ રીતે વાપરી શકાય તેવુંપ્રમાણભૂત માપ નિર્ધારવાનું કાર્ય સૌથી પહેલાં ફ્રાન્સે હાથ ધર્યું તેનુંકારણ એ કે સૌથી વધુ જાતનાં તોલ-માપ ફ્રાન્સમાં હતાં. બધું મળીને૮૦૦ પ્રકારનાં હતાં. એક જ વસ્તુને દર ત્રીજા ગામમાં જુદા ધોરણેમાપવામાં કે તોલવામાં આવતી હતી. ક્યાંક ખેતરને તેના સરેરાશખેતમજૂરે આખા દિવસમાં કરેલી ખેડના આધારે માપવામાં આવતુંહતું, તો ક્યાંક એ ખેતરમાં પાકેલા અનાજને પાલી જેવા માપિયા પાત્રમાં ભરીખેતરનું માપ ગણી કાઢવાની પ્રથા હતી. અમુક નગરોમાં સ્થાનિક ઉમરાવોતેમના બાવડાના માપે સળિયા તૈયાર કરાવી ગજના માપ તરીકે વાપરવાનીનગરજનોને ફરજ પાડતા હતા, જ્યારે ઘણી જગ્યાએ ઉમરાવે બનાવેલું માસ્ટર-વેઇટ ત્યાંનું રતલ જેવું અધિકૃત માપ ગણાતું હતું. રાજધાની પેરિસમાં કાપડબજારના મુખ્ય દરવાજા પાસે રાજાની તલવારના માપનો સળિયો બધા દુકાનદારોનારેફરન્સ માટે ભીંત પર જડી લેવાયો હતો, પરંતુ હાથશાળની પહોળાઇ અંગે કશુંચોક્કસ ધોરણ ન હતું. વીસથી પચ્ચીસ જાતના પના હોય, માટે કાપડને ત્રિકોણાકારેફોલ્ડ કરી પેરિસના aune કહેવાતા એકમ મુજબ ચોરસ લેખે વેચવામાં આવતુંહતું. પરંતુ aune નુંએકમ પણ તમામફ્રાન્સમાં એકસરખું નહિ.પ્રવાસે નીકળેલા ખુદજિઆં દેલામ્બરનો જ્યાંસપ્ટેમ્બર ૧૬, ૧૭૪૯ના દિવસે જન્મ થયો એગામની આસપાસનાવિસ્તારમાં aune નાંએકમો કુલ ૧૩ જાતનાંહતાં અને તે બધાં ફક્તકાપડનું માપ લેવા માટેવપરાતાં હતાં. જમીન,કાગળ અને લાકડાનાક્ષેત્રફળ માટે વળી જુદાંએકમો હતાં. એ જ રીતેમીઠાનો ફ્રેન્ચ પાઉન્ડ livre/રતલ જુદો હતો અને ઘઉંનો livre જુદો હતો.બીઅરના માપિયા તરીકે વપરાતો pinte પેરિસ શહેરમાં જુદો, નોર્મન્ડીમાં જુદોઅને મર્સેલી નગરમાં પણ જુદો--બલકે pinte બધું મળીને ૭૦ જાતના હતા. ફ્રાન્સને તોલ-માપના જમેલાએ છેવટે આર્થિક ક્ષેત્રે અરાજકતા તરફ ધકેલીદીધું. હાથીદાંતના મિનારામાં રહેતો રાજા લુઇ ૧૬ મો તો જાણે ૧૭૮૯ ની ફ્રેન્ચક્રાંતિ માટે જવાબદાર હતો, પરંતુ ગરીબ જનતાને ભૂખે મારવામાં અને પછીઆંદોલને ચડાવવામાં સેંકડો જાતનાં તોલ-માપનો ફાળો પણ ઓછો ન હતો.ચોક્કસ સ્ટાન્ડર્ડના અભાવે ખાદ્યસામગ્રીની મુક્ત હેરફેર થતી ન હતી. નિકાસવેપાર તો ઠીક, આંતરદેશીય વેપાર ચાલતો ન હતો. સ્થાનિક બજારોમાંય દરેકસોદો રકઝકનો બની રહેતો હતો. વેપારીઓ, સામંતો અને જમીનદારો અનાજનીતીવ્ર અછત વચ્ચે લોકોની ગરજનો લાભ ઊઠાવવા પોતાને મનફાવતી રીતેતોલ-માપ બદલતા ગયા ત્યારે રાજ્યના ગેરવહીવટ સામે ફ્રેન્ચ પ્રજાનો અસંતોષ વધ્યો. આમાં વળી રાણીએન્નોઇનેતે એવી ટકોર કરીપ્રજાને છંછેડી કે, ‘લોકો પાસેબ્રેડ નથી, તો તેઓ કેક શામાટે ખાતા નથી ?’ફ્રાન્સની આર્થિક વિટંબણાનું એકમહત્ત્વપૂર્ણ કારણ તોલ-માપનુંઅતિરેકભર્યું વૈવિધ્ય છે એ નક્કરવાસ્તવિકતાનો પહેલો અહેસાસ ૧૭૯૦માં નવી ચૂંટાયેલી સંસદને થયો અનેતેણે ફ્રાન્સની વિજ્ઞાન અકાદમીને તોલ-માપનું એવું ધોરણ નક્કી કરવા માટેસૂચના આપી કે જેની બુનિયાદ વિશેબેમત હોય નહિ. સંસદના આદેશનોતોલમાપના અનેક તેમજ એકમેકથી નોખા એકમોએ ફ્રાન્સમાં ભારે ગૂંચવાડો સર્જ્યો, એટલે એક ‘કોમન’ એકમ શોધવું જરૂરી બન્યુંસૂચિતાર્થ એકદમ સ્પષ્ટ હતો : નવાતોલ-માપ અંગે પ્રજામાં સહેજ પણ સંશયપેદા ન થવો જોઇએ. આ ફરમાઇશેવિજ્ઞાન અકાદમીના ખગોળવિદો,રસાયણશાસ્ત્રીઓ, પદાર્થવિજ્ઞાનીઓઅને ગણિતના વિદ્વાનો સમક્ષ મૂંઝવણખડી કરી દીધી. ફ્રેન્ચ લોકો દરેક તોલ-માપને શંકાની નજરે જોતા હતા,કેમ કેદરેકની બાબતમાં તેમનો અનુભવ કડવોહતો. વધુ એક વેરાયટીના તોલ-માપ પરતેમને કેમ કરીને ભરોસો બેસે ?ભરોસો જરૂર બેસે, પરંતુ એ માટેતોલ-માપનું નવું ધોરણસૌના પરિચિત એવાકુદરતના અચળાંક પરઆધારિત હોવું જોઇએ.કોઇક એવો ઠોસ આધાર કેજેમાં કદી નજીવું સરખુંયે પરિવર્તન આવેનહિ. વિજ્ઞાન અકાદમીના સભ્યો લાંબીચર્ચા કર્યા વિના સમાન મંતવ્ય પર આવીગયા. પૃથ્વીના ગોળાને તેમણે નવા તોલ-માપનો પાયો બનાવવાનું નક્કીકર્યું. પૃથ્વીની બુનિયાદ પરરચાયેલું નવું ધોરણ શાશ્વતબની રહે, કેમ કે પૃથ્વી શાશ્વતહતી. ભવિષ્યમાં તેનું માપ કદીબદલાવાનું ન હતું.જૂન ૧૯, ૧૭૯૧ નારોજ વિજ્ઞાન અકાદમીના ૧૨સભ્યો શાહી પરવાનગી માટેરાજા લુઇ ૧૬ માને મળ્યા અનેયોજનાની રૂપરેખા આપી. ઉત્તર ધ્રુવથીવિષુવવૃત્ત સુધીનું અંતર નક્કી કરતાં જેઆંકડો તારણરૂપે નીકળે તેને૧,૦૦,૦૦,૦૦૦ વડે ભાગી નાખીમીટરનું ધોરણ તય કરવાની યોજનાહતી. જુદી રીતે એમ કહી શકાય કેઅકાદમીના વિદ્વાનો પૃથ્વીના સમગ્રપરીઘનો ૧/૪,૦૦,૦૦,૦૦૦ મો હિસ્સોનવા એકમ તરીકે પસંદકરવા માગતા હતા. આનામાટે આખી પૃથ્વીનુંએરાઉન્ડ-ધ-વર્લ્ડ માપલેવાની આવશ્યકતા નહતી. ઉત્તર ધ્રુવથીવિષુવવૃત્ત સુધીના ૧/૪ગોળા જેટલા પરિઘનું માપજાણી શકાય એ પૂરતું હતું--અને ખરૂં જોતાં ચતુર્થાંશગોળાનું પણ તમામ અંતરમાપવું જરૂરી ન હતું. ઉત્તરધ્રુવને વિષુવવૃત્ત સાથેજોડતા રેખાંશને સળંગ ખેડી નાખવાને બદલે તેના અમુક હિસ્સાનું અંતર તેમજ વળાંક જાણી લેવાય તો બાકીનું અંતરત્રિકોણમિતિ વડે ગણી કાઢવામાં મુશ્કેલી પડે તેમ ન હતી. ગોળાઇલેતા આંશિક|partial પરિઘને ઉત્તર ધ્રુવ તરફ ૯૦ સુધી અને દક્ષિણેવિષુવવૃત્ત તરફ ૦° સુધી કમાનના એ જ આયામમાં ફક્ત લંબાવવાનોસવાલ હતો. વિજ્ઞાન અકાદમીના સભ્યોને આંશિક પરિઘનો એટલે કેરેખાંશનો સેમ્પલ ટુકડો પસંદ કરતી વખતે પણ સમાન મંતવ્ય પર આવવામાંઝાઝી વાર ન લાગી. પેરિસથી ઉત્તરે ડન્કર્ક બંદર સુધી અને દક્ષિણે સ્પેનનાબાર્સેલોના નગરની ભાગોળ સુધી લંબાતો ૨.૨૦ પૂર્વ રેખાંશનો ટુકડો સર્વેક્ષણમાટે અનુકૂળ હતો. ડન્કર્કથી બાર્સેલોનાનું અંતર તેનીગોળાઇ સહિત પરફેક્ટ રીતે જાણવા અકાદમીના સભ્યોએ બે ખગોળનિષ્ણાત સાહસિકોને અનુક્રમે ઉત્તરે તથા દક્ષિણે મોકલવાનો પ્રસ્તાવ રાજા લુઇ ૧૬ મા સમક્ષ મૂક્યો. લુઇએ તોલ-માપના પ્રમાણીકરણની જરૂરિયાતને ધ્યાનમાં લેતાંતરત પરવાનગી આપી દીધી. અભિયાનના ખર્ચ પેટે રાજ્યની તિજોરીમાંથી નાણાં પણ આ બધું એવે વખતે બન્યું કે જ્યારે ફ્રેન્ચ ક્રાંતિ દિનપ્રતિદિનજોર પકડી રહી હતી. તોલ-માપની વિશિષ્ટ, સર્વસામાન્ય અનેવિશ્વનીય પદ્ધતિ વડે દેશનું આર્થિક ભાવિ સુધારવાની આશારાખતા ખુદ રાજાનું ભાવિ ત્યારે ડામાડોળ હતું અને તે ગુપચુપરીતે દેશ છોડી જવાનું નક્કી કરી બેઠો હતો. વિજ્ઞાન અકાદમીના સભ્યોને મળ્યાનાબીજા જ દિવસે તે અંગ્રેજ વેપારીનો સીધોસાદો વેશ ધારણ કરી પોતાનાં કુટુમ્બીજનોસાથે મહેલના પાછલા દરવાજેથી બહાર નીકળી ગયો. પૂર્વ તરફ પ્રશિયન (જર્મન)સરહદની દિશામાં તેણે રાતભર બગી હંકારીને સારી એવી મજલ કાપી નાખી.નસીબે સાથ આપ્યો હોત તો બીજા થોડા કલાકોમાં તે સહકુટુમ્બ પ્રશિયાનાસીમાડામાં પહોંચી જાત, પણ માર્ગમાં ભોજન માટે તે રોકાયો ત્યાં વીશીવાળાએતેને સ્થૂળ શરીરની ચાલ પરથી ઓળખી કાઢ્યો અને વિદ્રોહી સૈનિકોને જાણ કરીદીધી. લુઇને તેનાં આપ્તજનો સહિત પાછો પેરિસ લાવી રાજમહેલમાં નજરકેદરાખવામાં આવ્યો.ફ્રાન્સમાં મધ્યમ વર્ગનાલોકો દ્વારા ચૂંટાયેલીક્રાંતિકારી સરકારનું ગઠનથવા આડે હજી થોડામહિનાની વાર હતી,એટલે રાજા ત્યાં સુધીરાજા હતો. એકંદરે જોતાંપાંજરે પડેલા સિંહ જેવો,છતાં રાજા તો ખરો.આ તરફ ડન્કર્સ-પેરિસ-બાર્સેલોનાનીmeridian યામ્યોત્તરરેખાના એટલે કેરેખાંશના સર્વેની પૂર્વતૈયારીનું કામ એકાદ વર્ષ ચાલ્યું. ત્રિકોણમિતિનાં ખાસ સાધનોબનાવી તેમનું પરીક્ષણ કરવામાં, નકશા તૈયાર કરવામાં, લૉગ-બૂકછાપવામાં, સ્પેનની રાજધાની બાર્સેલોનામાં સર્વેનું કાર્ય હાથ ધરવામાટે એ દેશની મંજૂરી લેવામાં અને જિઆં દેલામ્બરના તથા પિઅરમેશેના ત્રણ-ત્રણ મદદનીશોને તાલીમ આપવામાં ઘણો સમય વીતીગયો. મેશે અને દેલામ્બર માટે રાજા લુઇના ભલામણપત્રો મેળવવામાં પણખાસ્સી વાર લાગી, કેમ કે નજરકેદ રાજાને મળવું કઠિન હતું. આખરે જૂન ૨૪,૧૭૯૨ ના દિવસે રાજાએબન્ને ખગોળનિષ્ણાતસાહિસકો માટે ભલામણ-પત્રોના ૧૪-૧૪ સીલબંધકવર વિજ્ઞાન અકાદમીનેપહોંચતા કર્યા કે તરતદેલામ્બર માનવ તવારીખનાસૌથી મહત્ત્વના સર્વેક્ષણનુંકાર્ય શરૂ કરવા પોતાની ખાસબનાવટની ઘોડાગાડીમાંનીકળી પડ્યો.બેંતાલીસ વર્ષનોજિઆં દેલામ્બર ફ્રાન્સનો અગ્રગણ્ય ખગોળશાસ્ત્રી બની શક્યો એ સુખદઅકસ્માત હતો. બાકી નાનપણમાં થયેલા બળિયાના રોગે તેની આંખોનેથોડી ઘણી કમજોર બનાવી દેવા ઉપરાંત તેની પાંપણોને હંમેશ માટે નાબૂદકરી દીધી હતી. દેલામ્બર એકવીસ-બાવીસ વર્ષનો થયો ત્યાં સુધી તેનીઆંખો પ્રકાશ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હતી અને પોતાનું હાથલખાણવાંચવામાંય તે મુશ્કેલી અનુભવતો હતો. પરંતુ વખત જતાં દૃષ્ટિ થાળેપડવા માંડી ત્યારે ખગોળના ક્ષેત્રે તે એવો ઝળક્યો કે વિજ્ઞાન અકાદમીએસામે ચાલી તેને સભ્યપદ ઑફર કર્યું અને છેવટે ડન્કર્ક-પેરિસ-બાર્સેલોનાધરીના સર્વે માટે પણ તેને પસંદ કર્યો.ભૌગોલિક સર્વે માટે દેલામ્બરે અને મેશેએ પણ ત્રિકોણમિતિનો જેતરીકો વાપર્યો તેને જરા સિમ્પલ શબ્દોમાં સમજી લઇએ. પૃથ્વીના ઉત્તરધ્રુવથી વિષુવવૃત્ત સુધીના કુદરતી વળાંકને હમણાં બાજુ પર રહેવા દો. માત્રઅંતર માપવાનું છે એમ માનો. પ્રદેશ તદન મેદાની અને બિલકુલ સમતળહોય તો જમીન પર મોટા અંકોડાની ચોક્કસ માપની સાંકળ પાથરતા રહીનેઅને સાંકળના માપે નંબરવાળા ખૂંટા જમીનમાં ક્રમાનુસાર ખોડતા રહીનેબે સ્થળો વચ્ચેનું અંતર સચોટપણે જાણી શકાય છે. પરંતુ સર્વે માટે જેરેખાંશે (દા. ત. બાર્સેલોના-પેરિસ-ડન્કર્કના ૨.૨૦ પૂર્વ રેખાંશે) અંતર માપતાહો ત્યાં જમીનનો પટ બધે ઠેકાણે ખાડા-ટેકરા કે આડશો વગરનો ખુલ્લોઅને સમતળ હોય એ બનવાજોગ નથી. આ હાલતમાં ત્રિકોણમિતિનાનિષ્ણાતો તેમના સર્વેને અખડદખડ તેમજ અડચણભરી જમીનથી અલિપ્તકરી અમુક ફીટ ઊંચે કલ્પિત ત્રિકોણ રચે છે અને પછી તેમના એન્ગલમેળવીને ભુજાનું માપ નક્કી કરે છે. નિયમ સરળ છે : ત્રિકોણ/triangleના ત્રણેય ખૂણાના અંશ જાણતા હો અને ત્રણ પૈકી એક ભુજાની લંબાઇખબર હોય તો બાકીની બેભુજાઓની લંબાઇસહેલાઇથી ગણી શકાય છે.નિયમની માફક રીતપણ સરળ છે : ચરિયાણ,પડતર જમીન કે રસ્તા જેવી સપાટ જગ્યાદેખાય ત્યાં સાંકળ પાથરીને શક્ય એટલીલાંબી ભુજા/baseline માપો અને પછીતેના બેય છેડે થિઓડોલાઇટ નામનુંકોણમાપક સાધન મૂકી દૂરના કિલ્લાનીપ્રાચીરનું, ટેકરીની ટોચનું કે દેવળનાઅણિયાળા મિનારાનું નિશાન લો.થિઓડોલાઇટ બે ખૂણાના અંશ કહીઆપે, એટલે ત્રીજો ખૂણો આપોઆપખબર પડી આવે છે અને બાકી રહેતી બેભુજાનું અંતર પણ તેના આધારે ગણીશકાય છે. આ રીતનોટ્રાયેન્ગલ રચાયા પછી તેનીએકાદ ભુજા વળી તેનાપડોશી ટ્રાયેન્ગલ માટેbaseline બને. છેવટેનાના-મોટા અનેક ટ્રાયેન્ગલ રચીનેત્રિકોણમિતિના નિષ્ણાતો રેખાંશનીલંબાઇ ક્રમશઃ માપતા જાય છે. કામઅત્યંત શ્રમદાયક છે. ચોકસાઇ અનેચીવટ ઉપરાંત ધીરજ માગી લેનારૂં છે.અમુક સ્ટેજે માનો કે ભૂલ કરી નાખી,તો એ છેવટ સુધી કેડો ન મૂકે અને બુંદનીબિગડી હોજ વડે પણ સુધરે નહિ.અંતરની જેમ પૃથ્વીની ગોળાઇનોચિતાર મેળવવો પણ અશક્ય નથી. જિઆં દેલામ્બરનું કામ તો ધાર્યા બહારનું કઠિન નીવડ્યું, કેમ કે રાજાશાહીસામેના પ્રજાકીય આંદોલને તમામ દેશને અરાજકતામાં ધકેલી મૂક્યો હતો.દિનપ્રતિદિન જોર પકડી રહેલા વર્ગવિગ્રહમાં ભદ્ર સમાજના ઉમરાવો સામે ગરીબતથા મધ્યમ વર્ગી બહુજન સમાજના લોકોની હિંસક અથડામણો રોજિંદી બનીહતી. ચોમેર ભયનું અને દહેશતનું વાતાવરણ હતું. આ સ્થિતિએ દેલામ્બરનાકામકાજમાં તો જાણે અંતરાયો નાખ્યા, પરંતુ તેના માટે વ્યક્તિગત રીતે પણમુસીબતો ખડી કરી દીધી. એક વાર પેરિસની ઉત્તરે સેન્ટ ડેનિસ નગરમાં દેવળજેવી બાંધણીના ઊંચા મકાનની ટોચે ચડી તેણે કોણમાપક સાધન ગોઠવ્યું ત્યારેક્રાંતિના હિમાયતી નગરજનોએ તેને ઘેરો નાખ્યો. ટેલિસ્કોપ જેવા સાધન વડેચારેબાજુ નજર તાકી રહેલો દેલામ્બર તેમને રાજાની છાવણીનો જાસૂસ લાગ્યો.ટોળાના આગેવાનોએ તેને નગરની વહીવટી કાઉન્સિલ સમક્ષ હાજર કર્યો, જ્યાંતેના પર સવાલોની ઝડી વરસી :રાજાએ તેને કોની જાસૂસી કરવા જણાવ્યું હતું? ખૂફિયા સાધન વડે પૂર્વદિશામાં તે શું અવલોકી રહ્યો હતો ? રાજાની મદદે આવવા માગતા પ્રશિયનસૈન્યના આગમનની તેને ઇન્તેજારી હતી ? ચાર કલાક સુધી દેલામ્બરનો ઉધડોલેવાયો એ દરમ્યાન બહાર રસ્તા પર ‘ક્રાંતિ અમર રહો!’ના પોકારો થતા રહ્યા.દેલામ્બરે કેફિયત આપી કે સાધનો જાસૂસી માટે નહિ, બલકે પૃથ્વીનું માપ લેવા માટે હતાં. વિષુવવૃત્ત અને ધ્રુવ વચ્ચેનું ભૌગોલિક અંતર નિર્ધારિતથયા પછી તેના આધારે સમગ્ર ફ્રાન્સ માટે તોલ-માપનું સમાન ધોરણદાખલ કરવાનું હતું. કેફિયતના જવાબમાં વધુ એક પ્રશ્નનો ખુલાસોમાગવામાં આવ્યો : દેલામ્બર કોની પરવાનગીથી તોલ-માપનું નવુંધોરણ નક્કી કરવા નીકળ્યો હતો ?હવે દેલામ્બરને કફોડી દશામાંથી છૂટકારો મળવાની થોડીક આશા જાગી,કેમ કે રાજા લુઇના હસ્તાક્ષરમાં શાહી ફરમાન તરીકે લખાયેલા મંજૂરીપત્રોની૧૪ સીલબંધ નકલો તેની પાસે હતી. એક પત્રનું સીલ તેણે કાઉન્સિલના મેયરનીહાજરીમાં તોડ્યું અને પત્ર વાંચી સંભળાવ્યો. વારાફરતી કાઉન્સિલના મેમ્બરોએપણ તે વાંચ્યો. અલબત્ત, કોઇ અસર નહિ. રાજધાની પેરિસના રૉયલ પેલેસમાંનજરકેદ પુરાયેલા કઠપૂતળા રાજાને વળી શો અધિકાર કે તે પ્રજાજોગ ફરમાનલખે ? ફ્રેન્ચ ક્રાંતિએ તેના નહોર-દાંત ખેંચી લીધા હતા એટલું જ નહિ, પણ નવીચૂંટાયેલી સંસદ તેના પર ખટલો ચલાવવા માટે તહોમતનામું ઘડી રહી હતી.દેલામ્બરે છેવટે બુદ્ધિગમ્ય તર્કનો સહારો લેતાં દલીલ કરી કે ફ્રેન્ચ ક્રાંતિ જો ઊંચ-નીચનો ભેદ મિટાવીને દેશભરમાં સમાનતા આણવા માટે હોય તો તોલ-માપ પણસૌને માટે સરખાં ન હોવાં જોઇએ ? ઉમરાવો, શાહુકારો, સામંતો અને જમીનદારોએક કાટલે ખરીદે અને બીજા કાટલે વેચે એ સ્થિતિ ક્યાં સુધી ચાલે ? કાઉન્સિલનાસભ્યોને દેલામ્બરની વાતમાં દમ લાગ્યો, છતાં પાકી ખાતરી કરવા માટે તેમણે એસાંજે પૂછપરછના લેખિત કાગળ સાથે ઘોડેસવાર દૂતને પેરિસ તરફ દોડાવ્યો,જ્યાંથી ક્રાંતિકારી સરકારનો જવાબઆવવામાં બે દિવસ નીકળી ગયા. દેલામ્બરઅને તેના મદદનીશો ત્યાં સુધી નગરનીજેલમાં ગોંધાયેલા રહ્યા. ત્રીજે દિવસે તેઓછૂટકારો પામ્યા.આ કષ્ટદાયક અને હતાશાજનકઅનુભવ પહેલીવારનો હતો, પણ છેલ્લીવારનો નહિ. મિશન આગળ વધ્યું તેમ જાતજાતના અંતરાયો દેલામ્બરના કાર્યને ખોરંભેપાડતા રહ્યા. એક તો ચોતરફ અવિશ્વાસનુંસંશયાત્મક વાતાવરણ હતું અને તેમાં વળીદેલામ્બરનું મહત્ત્વાકાંક્ષી વૈજ્ઞાનિક મિશનઅબુધ ફ્રેન્ચ ક્રાંતિકારોની સમજમાં આવતું નહતું, એટલે ડન્કર્ક સુધીના માર્ગમાં અનેકઠેકાણે ટોળાશાહીએ તેને પરેશાન કરી મૂક્યો. બે-ત્રણ વખત તો બંદી તરીકેપકડાયો અને સફાઇ આપીને માંડ છૂટ્યો. વિજ્ઞાનના નામે હાથ ધરાયેલું તેનુંઅભિયાન સાહસયાત્રા જેવું બની રહ્યું. આ બધા અંતરાયો માનો કે વચ્ચે નઆવ્યા હોત તો પણ દેલામ્બરની યાત્રામાં સાહસનું તત્ત્વ ઓછું ન હતું. હિમવર્ષા,આંધી, શિયાળુ ઠંડી અને વરસાદ ઉપરાંત ભૂખ-તરસને અવગણી તેણે ખુલ્લાપ્રદેશમાં તંબૂના ડેરા નાખ્યા, નેવું કિલોગ્રામ વજનના કોણમાપક યંત્ર સાથે કિલ્લાપર અને દેવળો પર ચડ્યો અને દિવસભરના પરિશ્રમ બાદ રાત્રિના ઘણા કલાકોમોજણીના આંકડા મૂકી સમીકરણો માંડવામાં તથા તારાનું મેપિંગ કરવામાં વીતાવ્યા.પ્રવાસ દરમ્યાન જ તેને સમાચાર મળ્યા કે જાન્યુઆરી, ૧૭૯૩ માં ક્રાંતિકારીસરકારે રાજા લુઇ ૧૬ માનોઅનેરાણી મેરીએન્તોઇનેતનો શિરચ્છેદકરી નાખ્યો હતો. દેલામ્બરમાટે રાજાના ભલામણપત્રોનકામા બન્યા. આમ છતાં સર્વેક્ષણનુંમિશન તેણે જારી રાખ્યું અને બે વર્ષપછી ડિસેમ્બર ૨૫, ૧૭૯૫ ના રોજ તેડર્ક પહોંચી ગયો, જ્યાંથી પરત આવતીવખતે તેણે ફરી કેટલીક મોજણીઓ કરીઅગાઉનાં માપ ચકાસી જોવાનાં હતાં.દક્ષિણે સ્પેનના બાર્સેલોના નગરતરફ ગયેલો બીજો સાહસિક-કમ-સર્વેક્ષકપિઅર મેશે ક્યાં હતો ? પેરિસથી જૂન૨૮, ૧૭૯૨ ના રોજ ત્રણ મદદનીશોઅને બે કોણમાપક યંત્રો સાથેઘોડાગાડીમાં રવાના થયા પછી થોડા જકિલોમીટરના અંતરે ક્રાંતિકારોના ટોળાએતેને પૂછપરછ માટે રોકી પાડ્યો હતો,પણ સદ્ભાગ્યે એ ઘેરાને જેમ તેમ કરીનેવટાવ્યા બાદ છેક બાર્સેલોના સુધી તેનેમોકળો રસ્તો મળ્યો. સર્વેક્ષણનું કામ તોજો કે દેલામ્બરને જણાયું એટલું જ કઠિનહતું. વિષમ હવામાન વેઠીને મેશે અનેતેના સાથીદારોએ પણ વનવગડામાં એકપછી એક છાવણી નાખીને દિવસોવીતાવવા પડ્યા. રાત્રિ દરમ્યાન મેશે ધ્રુવતારાનું અને સપ્તર્ષિનું રોજિંદું સ્થાનઆંકવા માટે ઉજાગરા વેઠતો હતો.આકાશદર્શન વખતે તેણે નવો ધૂમકેતુપણ શોધી કાઢ્યો. મેશે સાતમહિનામાં પોતાનું કામ આટોપી લેવાનીગણતરી સાથે નીકળ્યો હતો, પણ તેનેબદલે સાત વર્ષ નીકળી જવાનાં હતાં.વિલંબ બે કારણોસર થયો. ઉત્તરેગયેલા દેલામ્બરની સરખામણીએ મેશેનાભાગે આવેલો દક્ષિણી પ્રદેશ ડુંગરાળહતો. સમતળ ભૂમિ બહુ ઓછાવિસ્તારમાં હતી, એટલે ત્રિકોણમિતિલડાવવાનું કામ સમય અને સૂક્ષ્મગણતરીઓ માગી લેતું હતું. બીજી મુસીબત સ્પેને ખડી કરી.સ્પેનિશ રાજકુટુમ્બના મિત્રએવા ફ્રેન્ચ રાજા લુઇ ૧૬ માનો જાન્યુઆરી ૨૧,૧૭૯૩ ના રોજ શિરચ્છેદથયા પછી બે દેશો વચ્ચે યુદ્ધ ફાટીનીકળ્યું. સ્પેને તેના પ્રદેશમાં રાજધાનીબાર્સેલોના ખાતે સર્વેક્ષણ ચલાવતાપિઅર મેશેના હરવાફરવા પર અંકૂશોઠોકી બેસાડ્યા, એટલે મેશેનો પ્રોજેક્ટત્યાં જ અટકી પડ્યો. ડન્કર્ક-પેરિસ-બાર્સેલોનાની સંપૂર્ણ ધરી ન મપાય ત્યાંસુધી તો એ ધરીના ઉત્તરી હિસ્સામાં જિયાંદેલામ્બરે કરેલી મોજણીનો પણ કશો અર્થસરે તેમ ન હતો. આથી બે દેશો વચ્ચેસમાધાનની રાહ જોતો મેશે થોડા મહિનાબાર્સેલોનામાં જ અટવાયેલો રહ્યો.પિઅર મેશેની તપશ્ચર્યાનો અંતઘણા વખતે આવ્યો. જિઆં દેલામ્બરનીકસોટીના પણ દિવસો પૂરા થયા હતા.પેરિસથી બન્ને સાહિસક ખગોળ-શાસ્ત્રીઓ ૧૭૯૨ માં ઉત્તર-દક્ષિણેપોતપોતાના અભિયાન પર નીકળ્યા તેનાંસાત વર્ષ બાદ ૧૭૯૯ માં તેઓ ફરીમળ્યા. હવે બાકી રહેતું એકમાત્ર તથાસૌથી અગત્યનું કામ બન્ને સર્વેક્ષણોનાફાઇનલ આંકડાનો ટોટલ કરતાં ડેન્કર્સ-બાર્સેલોનાની આંશિક કમાનનું તથા અંતરનું જે મૂલ્ય નીકળે તેનાઅનુસંધાનમાં ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્તનોફાસલો ગણી કાઢવાનું હતું.આ કસરત પણ દિવસો સુધી ચાલી.જરૂર કરતાં વધારે સમય લાગ્યો.દરમ્યાન ફ્રાન્સે પોતાના ઉપક્રમે નીમેલુંતોલ-માપનું આંતરરાષ્ટ્રીય પંચ બેઉનારિપોર્ટ માટે ક્યારનું ટાંપી રહ્યું હતું. જિઆંદેલામ્બરે ફેબ્રુઆરી ૨, ૧૭૯૯ ના દિવસેપોતાનો રિપોર્ટ પંચને સુપરત કરી દીધો.પિઅર મેશે હજી પોતાના રિપોર્ટને મઠારીરહ્યો હતો. પોણા બે મહિના તેણે ખેંચીનાખ્યા અને છેક માર્ચ ૨૨, ૧૭૯૯ નાદિવસે રિપોર્ટ પંચ સમક્ષ મૂક્યો.ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્ત સુધીના અંતરને ૧,૦૦,૦૦,૦૦૦ વડેભાગી નાખતાં જે માપ નીકળ્યું તે બ્રિટિશ તોલ-માપપ્રમાણે ૩૯.૩૭૦૦૮” બરાબર હતું. આ માપને નક્કર માપદંડના સ્વરૂપમાં ઢાળવાનો સવાલ જાગ્યો ત્યારે ઘણા વિકલ્પો નજર સામેઆવ્યા. લોખંડને કાટ લાગી શકે, એટલે શાશ્વત, મૌલિક અને બુનિયાદીમાપદંડ રચવા માટે તે નકામું હતું. ખુલ્લી હવામાં તાંબાને પણ લાંબે ગાળે લીલુંપડ બાઝે, માટે તોલ-માપના પંચે તેનેય રદબાતલ ઠરાવ્યું. સોનું બહુ નરમ ધાતુગણાય, જ્યારે ચાંદી વખત જતાં કાળી પડવા લાગે. પંચે છેવટે પ્લેટિનમ પરપસંદગી ઉતારી. પ્લેટિનમનું ગલનબિન્દુ ૧૭૭૨° સેલ્શિયસ હોવાને કારણે તેનેપીગાળવું મુશ્કેલ હતું, જેનો અર્થ એ કે થોડી ઘણી ગરમીમાં તે વિસ્તરે નહિ.મહાપરાણે તેને શુદ્ધ કર્યા પછી તેમાં અશુદ્ધિ જલદી ન ભળે તેમ કુદરતી હવામાનમાંતેને કાટ પણ ન લાગે. સૌથી મહત્ત્વનો ગુણધર્મ તો એ કે પ્લેટિનમ પર સુપરફાઇનકાપ મૂકી તેનો કટોકટના માપનો ટુકડો કાપી શકાય તેમ હતો.તોલ-માપના પંચે તેનું ૨૦% બજેટ આશરે ૧૦૦ રતલ પ્લેટિનમ ખરીદવામાંઅને તેનું શુદ્ધિકરણ કરવામાં ખર્ચી નાખ્યું. એપ્રિલ, ૧૭૯૯ માં મીટરની સાઇઝનાપાટા કાપવા માટે લિનાઇ નામના બાહોશ ફ્રેન્ચ કારીગરને પંચે એ પ્લેટિનમઆપ્યું. બેઠી દડીના પંચાવન વર્ષીય લિનોઇએ પૂરી એકાગ્રતા, ચીવટ અને કુશળતાસાથે સરખા માપના ચાર પાટા તૈયાર કર્યા એ દિવસ ઐતિહાસિક હતો, કેમ કેતેના હાથે ઘડાયેલા ચાર પૈકી એક પાટો ભવિષ્યમાં તમામ જગત માટે સર્વસામાન્યમાપદંડ બની રહેવાનો હતો. તોલ-માપના આંતરરાષ્ટ્રીય પંચે છેવટે એ પાટાનેબાકાયદા મીટર તરીકે અપનાવ્યો કે જેની લંબાઇ અને દેલામ્બર-મેશેના તારણમાંનીકળેલી લંબાઇ વચ્ચે ૦.૦૦૧% કરતાં વધુ તફાવત ન હતો. જૂન ૨૨, ૧૭૯૯ના રોજ પંચે મીટરનો એ પ્લેટિનમ નમૂનો ફ્રાન્સની સંસદમાં પેશ કર્યો ત્યારેસેનાપતિ નેપોલિયને ભવિષ્યવાણી ઉચ્ચારી : ‘સામ્રાજ્યો આવશે અને જશે,પરંતુ મીટર યથાવત્ રહેશે.’માત્ર ફ્રાન્સને નહિ, જગતના બીજાદેશોને પણ એ માપદંડ પ્રત્યે સંશય જાગવાનું કારણ ન હતું. વળી પૃથ્વીનીમાલિકી પણ સૌની, માટે સમગ્ર માનવજાત નવા માપદંડમાં સરખી ભાગીદારહતી. પૃથ્વીનો જ્યાં બુનિયાદ તરીકે આધાર લેવાયો હોય ત્યાં એકેય દેશને એવુંપણ ન લાગે કે પારકા દેશનું એકાદ પરંપરાગત માપ તેના પર ઠોકી બેસાડવામાંઆવ્યું. ટૂંકમાં, મીટર એ યુનિવર્સલ માપ હતું. એ જ રીતે ગ્રીક ભાષા પ્રમાણેમાપ એવો સીધોસાદો શબ્દાર્થ સૂચવતો મીટર શબ્દ પણ સામાન્ય નામતરીકે યુનિવર્સલ હતો. મીટર એટલે માપ--બીજું કશું નહિ. એક વાર મીટરનુંચોક્કસ માપ નક્કી થયા પછી તેના અપૂર્ણાંકો તેમજ ગુણોત્તરો માટે પણ deci (દસ), centi (સો), kilo (હજાર) વગેરે જે પૂર્વગો અપનાવાયા તે ગજગ્રાહનુંકારણ બની શકતી ફ્રેન્ચ, જર્મન કે અંગ્રેજી જેવી સમકાલીન ભાષાને બદલે લેટિન અને ગ્રીક હતા.ફ્રાન્સે નીમેલા તોલ-માપના આંતરરાષ્ટ્રીય પંચે અંતરનું માપ જાણે મીટરના સંદર્ભમાં નક્કી કર્યું, પણ weight/વજનનું અને volume/જથ્થાનુંશું ? આ બન્ને એકમો માટે પણ આંતરરાષ્ટ્રીય પંચે ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્તસુધીના અંતરનો જ સહારો લીધો. આ ફાસલો ૧,૦૦,૦૦,૦૦૦મીટર હતો. મીટરના વળી ૧૦૦ મા ભાગ તરીકે સેન્ટિમીટરનું માપતારવ્યા પછી ૧ ઘન સેન્ટિમીટર શુદ્ધ પાણીના વજનને ૧ ગ્રામસમજી લેવાયું, માટે એવા ૧,૦૦૦ ગ્રામ બરાબર ૧ કિલોગ્રામ બન્યો.વજનનું સર્વોચ્ચ એકમ મેટ્રિક ટન હતું, જે ૧,૦૦૦ કિલોગ્રામ બરાબરહતું. વજનની માફક જથ્થાનાં એકમો પણ મીટરના જ અંતરને પાયો ગણીરચવામાં આવ્યાં. દા. ત. લીટર કહેવાતો જથ્થો ૧,૦૦૦ ઘન સેન્ટિમીટર બરાબરહતો. ટૂંકમાં, તોલ-માપના આંતરરાષ્ટ્રીય પંચે મેટ્રિક સિસ્ટમ કહેવાતી સર્વગ્રાહીઅને સચોટ પદ્ધતિ વિકસાવી, જેને વખત જતાં અમેરિકા, મ્યાનમાર અને લાઇબેરિયા સિવાયના બીજા ૧૯૫ જેટલા દેશો અપનાવવાના હતા.અંતર સાથે વજનને તેમજ જથ્થાને પણ આવરી લેતી પદ્ધતિ સર્વગ્રાહી તોખરી, પરંતુ સચોટ કેટલી ? જિઆં દેલામ્બરે અને પિઅર મેશેએ સાહસ ખેડ્યાનાં૨૦૦ વર્ષ પછી તેમના વિશે પુસ્તક લખવા માગતો ટ્રૅન એલ્ડર નામનો અમેરિકનવિજ્ઞાની બેઉના દળદાર અહેવાલોવાંચવા ફ્રાન્સ ગયો ત્યારે તેને એવીવાત જાણવા મળી કે જે બે સૈકા લગીદસ્તાવેજોના ઢગલા હેઠળ દબાયેલીરહી હતી. બન્ને સાહસિકોએ તેમનામેથેમેટિકલ અહેવાલો પેરિસનીવેધશાળાને સુપરત કર્યા હતા. કોઇઅભ્યાસીએ તેમને પૂરેપૂરા વાંચવાનીતસ્દી લીધી ન હતી, કેમ કે લેખિતસામગ્રી લાકડાનાં ૨૦ ખોખાં ભરાયએટલી હતી. દેલામ્બરના અનેનાની સરખી ભૂલના પાપેફ્રાન્સને અત્યંત જરૂરી એવુંપ્રમાણભૂત તોલ-માપ નમળે એ દેલામ્બરને માન્યન હતું, એટલે મેશેની ભૂલસાથે તેણે ગુપચુપ સમાધાન કરી લીધું.આમ છતાં પોતાના બચાવ માટેઅહેવાલના ગ્રંથ નં. ૩ માં તે સ્પષ્ટીકરણલખવાનું ચૂક્યો નહિ.પિઅર મેશેએ કરેલી ભૂલવાસ્તવમાં કેટલી ગંભીર હતી ? બહુનહિ. સેટેલાઇટ દ્વારા આજે કરાયેલાસર્વેક્ષણ મુજબ ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્તસુધીનું અંતરમેશેના સાહસની પોતાના વાચકો મેટ્રિક પદ્ધતિ મુજબ ફ્રાન્સે બનાવેલા ૧ મીટર, ૧ લીટર અને ૧ કિલોગ્રામના માપદંડસમક્ષ તાદેશ રજૂઆત કરવા માગતા કૅન એલ્ડરે મહિનાઓ સુધી ધીરજપૂર્વકઅને ચીવટપૂર્વક બધા દસ્તાવેજો વાંચ્યા. દેલામ્બરનો ૨,૦૦૦ પૃષ્ઠોવાળો રિપોર્ટતપાસતી વખતે અચાનક તેની નજર ચોંકી. દેલામ્બરે લખ્યું હતું : ‘લોકોએ જેવાત જાણવાની આવશ્યકતા નથી તે હું તેમને જણાવવા માગતો નથી. ભવિષ્યમાંમારી સામે આંગળી ન ચીંધાય એ માટે એટલી ચોખવટ કરૂં છું કે મેશેએ કરેલીભૂલ મારા ધ્યાનબહાર નહોતી, પરંતુ મેં તેને ક્ષમ્ય ગણી છે.’કઇ ભૂલ ? કૅન એલ્ડર જૂના દસ્તાવેજો વાંચતો ગયો તેમ સ્પષ્ટ ચિત્ર તેનીનજર સામે આવવા લાગ્યું. વાત એમ બનેલી કે પેરિસ-બાર્સેલોના વચ્ચેના રેખાંશનુંત્રિકોણમિતિ વડે સર્વેક્ષણ કરતી વખતે પિઅર મેશેના કોણમાપક યંત્રનો બહુઅગત્યનો સ્ક્રૂ ઢીલો પડી ગયો હતો અને મેશે તે ગરબડ વિશે અંધારામાં હતો.આથી ત્રિકોણોનું રેખાંકન ખોટા એન્ગલે થયું હતું, જેને લીધે પેરિસ અને બાર્સેલોનાવચ્ચેનું અંતર પણ ખોટું મપાયું હતું. સ્ક્રૂના આંટા ક્યારે ઢીલા પડ્યા એ પિઅરમેશેને ખબર ન હતી, એટલે સ્ક્રૂની ક્ષતિને ધ્યાનમાં લેતાં ક્યા ત્રિકોણોનું મૂલ્યસુધારવું એ પણ નક્કી કરવું મુશ્કેલ હતું. એક કબૂતર આખા કૂવાને બગાડી મૂકેતેમ નાના અમથા સ્ક્રૂએ તેની સાત વર્ષની મહેનતને ગ્રહણ લગાડી દીધું--અનેમાટે જ અસમંજસમાં રહીને પોતાનો અહેવાલ તેણે સમયસ૨ આંતરરાષ્ટ્રીયપંચને સરત કર્યો નહિ ટકાવારી પ્રમાણે જોવા બેસો તોપિઅર મેશેએ ૦.૦૨૨૯% કરતાં વધુમોટી થાપ ખાધી નથી--અને છતાં ભૂલએ ભૂલ છે. પરંતુ તેને ભૂલ ગણીનેવખોડવી કે ભૂલચૂક લેવી દેવી સમજીનેફ્રાન્સના એ બાહોશ ખગોળવિદસાહસિકોને બિરદાવવા કે જેમણે બે સૈકાપહેલાં ટાંચાં સાધનો અને સો ટચનીબુદ્ધિમત્તા વડે પૃથ્વીનો ચતુર્થાંશ હિસ્સોલગભગ પરફેક્ટ રીતે નક્કી કરીબતાવ્યો ? અલબત્ત, માનવ તવારીખનુંસૌથી મહત્ત્વનું સર્વેક્ષણ અભિયાન હાથધરનાર જિઆં દેલામ્બરના અને પિઅરમેશેના નામથી પણ ઘણી ખરી માનવજાતઅજાણ છે, જ્યારે તેમણે આપેલી મેટ્રિકસિસ્ટમ તમામ માનવજાત માટે અનિવાર્ય બની ચૂકી છે.