સહારા
પારકા હોત તો પહોંચી વળું, અહીં બધા મારા છે,
કોઈના માં ખામી નથી, અહીં બધા સારા છે.
આમ તો દુનિયા માં, કોઈ કોઈનું નથી તો,
મન થી માની લે તો, અહીં બધા તારા છે.
હળીમળી ને જીવવાનું, ધ્યેય હોવું જોઈએ,
પ્રેમથી એકબીજાનાં, અહીં બધાસહારા છે.
દરેક ધરમ એક વાત શીખવી જાય છે,
કોઈ પારકું પોતાનું નથી, અહીં બધા અમારા છે,
કાયમ બીજાને જાણવાની કોશિશ માં જુઓ,
પોતાની જાતથી સૌએ, અહીં બધા અજાણા છે,
૧૨-૬-૨૦૨૬
આંખો
મે કેટલા આંસુ વહાવ્યા છે, એ આંખોને પૂછી તો જો.
તારી જુદાઈમાં કેટલું તડપ્યા, એ યાદોને પૂછી તો જો.
આ ફૂલો, ઝાડ, પાંદડા, પંખીઓ, હવા, પક્ષીઓ, વાદળ,
તારી ગેરહાજરીમાં સૌ સાથે કરેલી એ વાતોને પૂછી તો જો.
પૂનમ ની શીતલ ચાંદની માં તારા ઓ ગણી ગણીને,
પડખા ફેરવી ફેરવીને વિતાવેલી એ રાતોને પૂછી તો જો.
કોયલ થી પણ મીઠડાં ટહુકા ગુંજ્યા કરે રાત દિવસ ને,
તારા અવાજ ને કાયમ તરસતા એ કાનોને પૂછી તો જો.
ભર બજારે માણસો ની અસંખ્ય ભીડમાં અચાનક,
અજાણતા જ થઈ ગયેલા સ્પર્શ એ હાથોને પૂછી તો જો.
૧૩-૬-૨૦૨૬
જીવનની વ્યથા
જીવનની વ્યથા બધી ઓગાળીને પછી હું બેઠી છું,
સજ્જડ બંધ હૈયાઓને ખોલાવીને પછી હું બેઠી છું
વર્ષો થી દિલ ના કોઈ ખૂણે ધરબી રાખેલી બધી,
હ્રદય માં રહેલી વાતો બોલાવીને પછી હું બેઠી છું.
જિંદગીમાં ઉતાર ચઢાવ તો થતા જ રહ્યાં છે તેથી,
સુખ દુઃખ ના દહાડાઓ તોલાવીને પછી હું બેઠી છું.
કાલ ઉઠીને મુલાકાતનો હિસાબ માગે તો સખી,
સાથે માણેલા કલાકોને જોખાવીને પછી હું બેઠી છું.
ચિતાંઓનો પહાડ નાસર્જાય તે માટે ક્યારનીય બધે હું,
ચારે બાજુ થી ઘોડાઓ દોડાવીને પછી હું બેઠી છું.
૧૫-૬-૨૦૨૬
લાગણીની રમત
લાગણી ની રમત રમવાની બંધ કરો,
એકબીજા હુંશાતુંશી કરવાની બંધ કરો.
જાણો છો તમને રડતાં જોઈ નથી શકતા,
આંખો આસુંઓથી ભરવાની બંધ કરો.
ક્યારેક કડવું સત્ય પણ સ્વીકારવું પડે,
વાતો મીઠી મીઠી ગમવાની બંધ કરો.
એક ની એક વાત વારંવાર ના કર,
ફોન કરીને ઊંઘ હરવાની બંધ કરો.
આખો દિવસ જતાવવાથી ફાયદો શું?
પ્રેમની માળાઓ જપવાની બંધ કરો.
૧૫-૬-૨૦૨૬
રમત
જિંદગીની સૌ રમત સમજી ગયો
લાગણીની સૌ રમત સમજી ગયો.
એકસાથે તે વરસવા માગે ના,
વાદળીની સૌ રમત સમજી ગયો.
પ્રેમ હપ્તે થી જ આપે તે સખી,
માગણીની સૌ રમત સમજી ગયો.
સમજીને હંકારે ઘોડા રસ્તા પર,
સારથીની સૌ રમત સમજી ગયો
હૈયામાં રાખે છુપાવીને સદા,
પાલખીની સૌ રમત સમજી ગયો
૧૬-૬-૨૦૨૬
ફૂલો
ફૂલોને જઈને કહી દો કે ખોટું ગુમાન ના કરે,
મારા જેવુ સુંદર કોઈ નહીં એ વિચાર ના કરે.
સાંભળો કાલ કોણે જોઈ છે ભલા તો,
આજ ના કાલ પર ઠેલ્યાં કામ ના કરે.
ખોટી ખોટી ચર્ચા વિચારણા ઓ કરીને,
પોતાની અને બીજાની ઊંઘ હરામ ના કરે.
પોતાનું શું મહત્વ છે તે નક્કી કરે અને,
હાલતાં ચાલતાં જેને તેને સલામ ના કરે.
દુનિયા આવી જ છે બદલાવવાંની નથી,
ખોટું વિચારી પોતાનો દિવસ ખરાબ ના કરે.
૧૭-૬-૨૦૨૬
એકબીજાનાં સહારે જિંદગીને જીવી લઈએ,
જઈએ
એક તો આ વરસાદ છે અને એમાં તારા વિરહની યાદ,
દાળવડાંનો આ સ્વાદ છે અને એમાં તારા વિરહ ની યાદ.
સિતારાઓ વાદળાં સાથે રમે સંતાકૂકડી હસી ખુશી થી,
મસ્ત નશીલી આ રાત છે અને એમાં તારા વિરહ ની યાદ.
ગળાડૂબ પ્રેમ માં ડૂબીને મિલનસમયે કરેલી મીઠી ઘેલી,
જુની વાતોનો તો સાથ છે અને એમાં તારા વિરહ ની યાદ.
કોઈ પણ કારણ વગર હાથને છોડીને જતા રહ્યા કેમ જો,
ઘણાં વખતે ખુશ આંખ છે અને એમાં તારા વિરહ ની યાદ.
જુના યાર દોસ્તો મસ્તી ભરી સાંજ ને ઉજવી રહ્યા છે ત્યારે,
મહફિલમાં છલકાતાં જામ છે અને એમાં તારા વિરહ ની યાદ.
૧૯-૬-૨૦૨૬
સુખની આશા રાખવી સારી છે, પણ આશા બહુ સારી નહીં.
ગાઢ દોસ્તી આપવી સારી છે, પણ આશા બહુ સારી નહીં.
દુનિયામાં કોઈ ને કોઈ કશું આપી શકતું નથી આથી,
દિલદારી તો માપવી સારી છે, પણ આશા બહુ સારી નહીં.
પોતાના લોકો સાથે પ્રેમથી હળી મળીને રાજી ખુશીથી,
જિંદગી આમ કાપવી સારી છે, પણ આશા બહુ સારી નહીં.
કોઈએ જ્યારે પૂર્ણ વિશ્ર્વાસ થી કહેલી હોય ત્યારે તે,
છૂપી વાતને સાચવી સારી છે, પણ આશા બહુ સારી નહીં.
એકબીજાના કદમથી કદમ મિલાવી આગળ વધવું જોઈએ,
પ્રેમની બાજી જીતવી સારી છે, પણ આશા બહુ સારી નહીં.
૨૧-૬-૨૦૨૬
હું સ્વપ્ન અધૂરું છું તું એક હકીકત છે,
મારા જ જીવનમાં,સાચી આ મહોબત છે,
પહેલા વરસાદમાં અમે ભીંજાયા,તો પણ ભીતરથી અમે કોરા.
રૂપ નો ખજાનો જોઈ અંજાયા, તો પણ ભીતરથી અમે કોરા.
હાથમાં મહેંદી મૂકી સોળે શણગાર સજીનેઉમળકાથી,
બારણે તોરણ સજાયા, તો પણ ભીતરથી અમે કોરા.
મુલાકાત સમયે કેટ કેટલી વાતો અવનવી કરીશું ને,
કેટલાય શમણાં રચાયાં, તો પણ ભીતરથી અમે કોરા.
સ્વપ્નોમાં પણ પ્રયત્નો કરી લીધા વાતચીતના અને,
રોજે અરમાન જગાયા, તો પણ ભીતરથી અમે કોરા.
તરસ્યા તન મન ની છીપાવવાં તરસ ભર વરસાદે,
નીતનવીન બહાના, બનાયા તો પણ ભીતરથી અમે કોરા.
૨૭-૬-૨૦૨૬
ભર વરસાદે
લાગણીની છે રમત જો આ બધી,
માગણીની છે રમત જો આ બધી.
ભર વરસાદે છે રહ્યાં કોરા અમે,
વાદળીની છે રમત જો આ બધી.
ભાર ડાળી પર બધો નાખી દિધો,
પાંદળીની છે રમત જો આ બધી.
રાત અંધારી ડરાવે આજે તો,
ચાંદનીની છે રમત જો આ બધી.
ચાણી ચાણીને છુટું પાડી દિધું,
ચારણીની છે રમત જો આ બધી.
ફાયદો શો બેઠા બેઠા વાતોનો,
સાદડીની છે રમત જો આ બધી.
સોળ શણગારો સજીને જાય છે,
પાલખીની છે રમત જો આ બધી.
૨૭- ૬-૨૦૨૬
પ્રેમ
પ્રેમ વરસાવી ગયો,
હૈયું મહેકાવી ગયો.
આંખો થી આંખો મળી,
વ્હાલ છલકાવી ગયો.
ધીમે ધીમે તે સખી,
દિલડાં હરખાવી ગયો.
મન નો માણીગર મધુર,
વાત સમજાવી ગયો.
વાયદાઓ આપીને,
રોજ તડપાવી ગયો
કાલ મળવાનું કહી,
જીવ તરસાવી ગયો,
ઊંઘ ઊડાડી દઈ,
સપના સરકાવી ગયો,
૨૯-૬-૨૦૨૬
રંગત
આ લાગણીઓની રમત છે, તું જો આ બધી.
સુખ સાથે દુઃખની રંગત છે, તું જો આ બધી.
વિશ્વાસ છે આપેલાં વચનથી કદીય ના ફરે,
સારા માણસો ની સંગત છે, તું જો આ બધી.
જીંદગી માં ઉતાર ચઢાવ આવતાં રહે છે ને,
જીવન થી મૃત્યુની સફર છે, તું જો આ બધી.
ચાલતા ચાલતા થાકી ના જતાં જો જો હો,
ઘણી લાંબી લચક ડગર છે, તું જો આ બધી.
વાતો કહેવાની હોય છે તે અજાણતા નથી કહેતા,
ઘણીવાર રહી જાય કસક છે, તું જો આ બધી.
૩૦-૬-૨૦૨૬
સુખ દુઃખ બધી મનની માયા છે ઓ મનવા,
પંચતત્વથી બનેલી આ કાયા છે ઓ મનવા,
જન્મ થી મૃત્યુ સુધી કાયમ સાથે રહેતી,
શરીર સાથે જીવતી છાયા છે ઓ મનવા,
દુઃખો ના પહાડ નીચે દબાયા છે છતાં,
સુખના ગીતો હસીને ગાયા છે ઓ મનવા,
રડવાથી કોઈ અર્થ નથી જાણ્યાપછી,
હાસ્ય હોઠો પર ફરી લાયા છે ઓ મનવા,
રાત કાળી અંધિયારી આથમી ગઈ હવે,
પ્રેમથી જીવવાના દી આયા છે ઓ મનવા,
૭-૭-૨૦૨૬
હાથ
હાથમાંથી હાથ છૂટી ગયો.
સાથ જન્મોનો ત્યાં તૂટી ગયો.
લાગણીમાં પાછાં ફરશે એ તો,
ભ્રમ કેરો ફૂગ્ગો ફૂટી ગયો.
હોંશથી મળવાને આવ્યાં હતાં,
ને ઉમળકો સમયે ખૂટી ગયો
જીંદગીનો વાયદો આપીને,
બાકી શ્વાસો શ્વાસ લૂટી ગયો
એ મુલાકાતોમાં માથાઝિકી,
ભાર ઓછો કરવા કૂટી ગયો
૭-૭-૨૦૨૬
વાતનું વતેસર
વાતનું વતેસર કરો ના,
મનને કટુતાથી તો ભરો ના.
આંધી આવે તોફાન આવે,
દૂર મુશ્કિલો થી સરો ના.
સ્વ માં રાચવાનું કરો બંધ,
ફુગ્ગાની હવામાં તરો ના
કોઈ કામનું કામ કરશો,
આમ તેમ ખાલી ફરો ના.
પ્રેમ જાળમાં જો ફસાવી,
ચૈન હૈયાનું તો હરો ના.
૮-૭-૨૦૨૬
બધાને ભેગા કરીને શો અર્થ છે
સભાઓ રોજે ભરીને શો અર્થ છે
વરસાદ
તરસી રહ્યા છે લોકો,
વરસી જાય તો સારું.
ફરીથી ગાયક તાનસેન,
મલ્હાર ગાય તો સારું.
આંખોથી શરાબ નો,
જામ પાય તો સારું.
ગૌરી ધીમી ચાલમાં
લચકતા લાય તો સારું.
એક જગ્યાએ ના રોકાય,
અહીં જરા આય તો સારું.
૧૫-૬-૨૦૨૬
દર્દ ઓઢીને ફરે છે,
આમ જો જીવન સરે છે.