Oh Madhav, are you listening? in Gujarati Short Stories by Komal Joshi books and stories PDF | એ માધવ, તું સાંભળે છે ને !

Featured Books
Categories
Share

એ માધવ, તું સાંભળે છે ને !

      "સુષ્મા,  હવે તો  ઠાકોરજી ના હિંડોળા  ચાલુ થવાના છે. તને યાદ છે ને  કે ભૂલી ગઈ છું? આ  વર્ષે  કેવી  તૈયારી કરી રહી છું?

       હાસ્તો, યાદ તો હોય જ ને , રેખા. હું તો  અષાઢ મહિનો  ચાલુ થાય એટલે તરત જ તૈયારી કરવાની  ચાલુ કરું  છું. મંદિર માં  તો  સેવા  આપવા જઈશ  પણ  ઘરે પણ  હિંડોળા કરવાનાં જ હોય ને..તેમાં  બધાને કહેવાનું કે  ઢંઢેરો   પીટવાનો  ના હોય....

       જેવી રીતે હું  હિંડોળાની  રાહ  જોતી હોવું છું, તેવી રીતે મારો  માધવ પણ  રાહ  જોતો હસે ને ? કે ક્યારે હિંડોળા ચાલુ થાય ને ક્યારે સુષ્મા મને ઝૂલાવે....હું અને  માધવ  એકબીજાની  ખબર  લઈએ છીએ....

"   હું  તારી  બોલવું જય ...,

પ્રભુ  મારી  ખબર  તું  લે....

આ તો  તારા- મારા  બેની  વાત છે....

કોઇ  ત્રીજો  ના  જાણી લે....".

       હું તો  હિંડોળા ના ઉત્સવની  રાહ જોતી હોવું છું. જો રેખા મને  સવારે સવારે  ફોન કરતી નહીં. હું  સેવા મા જ હોઈશ.  હિંડોળા ને  બરાબર  સાફ કરીશ, સજાવીને તૈયાર કરીશ, નવું  તોરણ પણ  લગાવીશ, નવા  ગાદી- તકિયા  પણ લાવી છું. રોજ  નવા- નવા  કલર ના  હિંડોળા કરીશ. જો તારી  ઈચ્છા હોય તો તું પણ આવજે..આપણે  બંને  સાથે મળીને  લાલન ના  કિર્તન  કરીશું. ખૂબજ મજા  આવશે.  રેખા, આ  વખતે  નવું  પણ  વિચાર્યું છે. જેમ જેમ  દિવસો  પસાર થશે તેમ તેમ  નવા  વિચારો  આવતા  જશે..

     "સારુ ,આવીશ, પણ  રોજ તો નહીં  આવી  શકાય.મારાથી  તો  બધે  ઠેકાણે  પહોંચી  શકાય નહીં. મંદિર માં પણ  કોઈવાર જ જવાય છે".  રેખા એ જવાબ આપ્યો. 

    સુષ્મા ખૂબ  સરળ- સાદી  હતી. તેનું મન  હમેશાં  ભગવાન માં  જ રહેતું. રોજ રોજ  કેવો  ભોગ  બનાવવો?  ઠાકોરજી ને  કેવો  શણગાર  કરવો? તેવું જ મનમાં  ચાલ્યા કરતું હોય..

          તે ખુબ  ભોળી હતી. દુનિયાદારી  તેને  બહુ  આવડતી  નથી. તેની સાથે કોઈ  કપટ  કરે તો પણ તેને  રસ ના હોય. તેને બધી જ ખબર તો પડતી જ હતી  કે કોઈ  રમત રમી  રહ્યું છે પણ તેના પર તે  ધ્યાન  રાખતી નથી.  તે પોતાના મા જ  રચેલી રહેતી..તે  વિચારતી કે  માધવ  છે ને, તે બધું જ જોવે છે. સાંભળી લેશે....મારે શું કામ  ચિંતા કરવાની??

       તેનો  પતિ પણ તેને  સમજી શકે તેવો ન હતો..તેનો  પતિ  ખુબ મોટો   વેપારી હતો. તે પણ  પોતાના  માં જ રહેતો.  અને તે  બહુ  ગુસ્સાવાળો  પણ  હતો, એટલે  સુષ્મા  બહુ  મગજમારી  કરતી  ના હતી. બાળકો પણ  પોતાના મા રહેતા. સુષ્મા એકદમ  એકલી પડી ગઈ હતી. કોઈ  તેની સાથે વાત   કરવાવાળું  હતું જ નહીં. 

      સુષ્મા ને  લાગતું હતું કે આખું જીવન પતિ  બાળકો  અને  ઘર  પાછળ  વિતાવી દીધું  અને  મને  અત્યારે  જરૂર છે ત્યારે  મારી સાથે વાત કરવાવાળું કોઈ જ નથી. 

       આમ તો સુષ્મા નું  મન   ભક્તિ માર્ગ ઉપર  વધારે હતું.  તે જ્યારે  એકલી  પડતી ત્યારે  ઘરનાં  મંદિર માં   પોતાના   લડ્ડુગોપાલ   પાસે  બેસીને  બધી વાતો કરતી. તે  દેવી" માઁ"  ની પણ  બહુ સેવા કરતી હતી. 

  હવે  રોજ  વાતો કરતા કરતા  એટલી બધી પરોવાઈ જતી  કે તેને  તેજ  પોતાના  લાગવા માંડ્યા. તેને લાગતું કે  આ  જ  મારી  " માઁ " જગતજનની ...અને  આ  જ મારો " નાથ " જગન્નાથ.....

તે રોજ  પ્રભુ સાથે  વાતો  કરતી, " માધવ, તું જોવે છે ને?...... તું સાંભળે છે ને....

        સુષ્મા ને કોઈપણ    વાત કરવી હોય તો  પ્રભુ પાસે પહોંચી જાય. તેને એવો  ભાસ થાય છે કે માધવ તેની વાતો  સાંભળે છે...

" ઓ મારા  શામળિયા...ઓ મારા  ગિરિધર ગોપાલ..

કોને  કહું   મારા  દિલની વાત "

"જળ વિયોગે માછલી જેમ. તારા વિના હું  તડફડું તેમ.

દૂધ માખણ હું શું કરું,  માધવ વિના હું કોને ધરું.... 

ક્યાં જવું મારા રઘુ નિશાળિયા ?

ક્યાં જવું મારા  કૃષ્ણ  ગોવાળિયા?

ક્યાં જવું  મારા  દીન ના  મણિ?

ક્યાં જવું રે મારા  વ્રજ ના  ધણી ?

ઓં  માધવ, ઓ શામળિયા ,તું સાંભળે છે ને......

તું  સાંભળે છે ને....

તું  સાંભળે છે ને.....