એક દિવસ હું એક ગુજરાતના મોટા શહેરની મોટી કચેરીમાં મારા પોતાના અંગત કામથી ગયેલ ત્યારે બનેલ એક પાંચ મિનિટની ઘટનાની પ્રક્રિયા. ( શાંતિથી નિરાંતે વાંચશો )
🕚🌞
સવારના અગિયાર વાગ્યા છે વિશાળ સંખ્યામાં સફેદ શર્ટ,કાળા કોટ અને કાળા બુટ સાથે તૈયાર થઈને આવેલ વકીલો, સાથે જ ગુજરાતના અલગ અલગ વિસ્તારના ગામડામાંથી ધોતી,ચોરણી,જીમી,કાપડું થી લઈ પેન્ટશર્ટ અને પંજાબી ડ્રેસ સુધીના રંગબેરંગી ભાતિગળ પહેરવેશ ધારણ કરેલા મુદતે આવેલ ખેડૂત અરજદારોથી કચેરીનો વકીલ રૂમ, લોબી પર મૂકેલ બાંકડા અને લોબીમાં ચાલવાની જગ્યા બધું માણસોથી ભરચક છે.
🏢👮
વકીલરૂમ અને લોબીમાં અરજદારો અને વકીલો એકબીજા સાથે આજની મુદત બાબતે ગંભીર ચર્ચાઓ કરતા દેખાય છે. બરાબર વકીલ રૂમના બારણાની સામે લોબીમાં પડતા દાદરેથી અમુક માણસોની ઉપરના માળે અવર જવર શરુ છે. હું પોતે પણ વકીલરૂમના દરવાજા અને દાદર વચ્ચેની લોબીની જગ્યામાં બધાની જેમ જ એક ખેડૂતપુત્ર અરજદાર તરીકે ઊભો છું.
🧒👶
એટલામાં દાદર ઉતરીને એક અંદાજે પચ્ચીસ વર્ષનો યુવાન જેણે છેજ કરચલી વાળો સફેદ શર્ટ પહેરેલો છે. માથામાં પર ટૂંકા અને તાજા ઊગેલા વાળ અને વચ્ચે ચોટી 👶જાણે " હમણાં પંદર દિવસ પહેલા કોઈક નજીકના સગાના મૃત્યુના સુંવાળા ઉતરાવ્યા હોય " તેવું તેના ચહેરાના હાવભાવ અને જોવામાં લાગે છે. જે ગામડેથી કોઈ કામ સબબ આવેલ પાક્કો ખેડૂતપુત્ર જ દેખાય છે. તેના જમણા હાથમાં પાંચસો રૂપિયાની નોટ છે.
🌼🍀🌸
યુવાન લોબીમાં આવી માનવ મહેરામણ માંથી ચાર પાંચ જણને વ્યક્તિગત રીતે પૂછ્યું:
" ભાઈ પાંચસો ના છુટા છે ? "
બધાએ એક સરખા જ જવાબ આપ્યા
" ના. મારી પાસે નથી હો. ભાઈ ! "
હું મારી જગ્યાએ ઊભો હતો અને આ બધું સામાન્ય રીતે અવલોકન કરતો હતો.
યુવાન મારી પાસે અને પૂછ્યું :
" ભાઈ પાંચસો ના છુટા છે ? ઉપરના માળે નકલો લેવાની છે છુટા પૈસા માંગે છે ..! "
મેં ખીચા માંથી પૈસા કાઢી ચેક કર્યું પણ છુટા પૈસા ૩૭૦ જ થયા એટલે. મેં પણ " ના. " જ પાડી. અને કીધું.
" ઓનલાઇન નથી ચાલતું. ઓનલાઇન કરી દ્યો ને ! "
યુવાન :
" ના. ઓનલાઈન તો લેતા જ નથી અને એમની પાસે છૂટા પણ નથી અને વળી પાછી આટલામાં ક્યાંય બે કિલોમીટર સુધી દુકાન ય નથી. છુટા ક્યાં લેવા જાવ ? "
આટલી વાત કરી ત્યાં તેનામાં ફોન આવ્યો ફોનમાં વાત કરી :
" આવું જ છું હો સાહેબ ! નીચે છૂટા ગોતું છું. આવું પાંચ મિનિટમાં "
આટલી વાત કરી આગળ માણસોને પૂછતા પુછતા વકીલ રૂમમાં જઈ થોડો બેબાકળો થઈને અંતિમ આશા સાથે બધા વચ્ચે બોલ્યો:
" સાહેબો..કોઈ પાસે પાંચસો ના છુટા છે ? હોય તો આપોને પ્લીઝ "
🎯🧿
વકીલરૂમમાં ચાલતી ગંભીર ગહન ચર્ચાઓ વચ્ચે કોઈ ધ્યાન દે ઈ પેલા " મારા મનમાં એક અચાનક લાઈટ થઈ💡 " એટલે મારાથી નો રહેવાયું એટલે વકીલ રૂમમાંથી જવાબ આવે એની પેલા તરત જ યુવાનને બોલાવ્યો.
હું : " ઓ મિત્ર આયા આવો..! આ લ્યો છૂટા ! "
યુવાન : " તમારી પાસે તો નથી ને ? "
હું : " અરે આયા આવો તો ખરા, મેળ થઈ જશે. "
હું : " ૫૦૦ મને આપો અને આ લ્યો ૩૭૦ રૂપિયા. "
મારી વાત સાંભળી યુવાન અવઢવમાંથી બહાર નીકળે એ પહેલાં
હું :
" તમારો ગૂગલ પે નંબર આપો તમારા બાકીના ૧૩૦ રૂપિયા હું તમને ઓનલાઇન નાખી દવ...! "
છોકરો હતો ગામડેથી પણ ભણેલો ગણેલો લાગતો હતો.
યુવાન :
" નંબર નહીં આ લ્યો ફોન પે નો ક્યૂ.આર. આમાં નાંખી દયો "
મેં તરત જ ક્યૂ.આર.માં ૧૩૦ ટ્રાન્સફર કર્યા મોબાઈલની ડિસ્પ્લે એની સામે કરી ટ્રાજેકશન બતાવી ને કીધું
" જોઈ લો આવી ગયા ને..! "
ખબર નહીં યુવાનને બે મિનિટની આ પ્રક્રિયામાં મારા પર એટલો વિશ્વાસ બેસી ગયો કે એણે ફોનમાં જોયા વગર જ કહી દીધું.
" હા એનો વાંધો નહીં, તમે નાખ્યા એટલે આવી જ ગયા "
યુવાને રાજીપા સાથે આગળ વાત કરી
યુવાન : " સાહેબ.તમે એડવોકેટ છો ? "
હું : " ના "
યુવાન (ઝડપી અને તત્પરતાથી ) :
" તો..?, તમે ક્યાંના ?, અહીંના તો નહીં જ હોવ સો ટકા "
( અહીંના એટલે કયું શહેર એ નામ આપણે નથી લખવું આમાં ક્યાંય. તમે એ શહેરની ધારણા કરી લેજો.)
હું : " હુંય તમારી જેમ જ આવ્યો છું. ભાવનગરથી. "
યુવાન ( રાજીપા વાળા ચહેરા સાથે ) :
" ઓહો.! સૌરાષ્ટ્રના છો એટલે ક્યોને !....થેંક્યૂ !..થેંક્ય !.. તમે તો મારું કામ કરી દીધું...યાર ! "
( આટલી વાત કરી પછી કદાચ એના મનમાં ભરેલો વધું બળાપો કાઢવાનું મન થઈ ગયું હોય એમ જરાક આગળ )
" હું છેક રાધનપુરથી નકલો કઢાવવા આવ્યો છું આ ત્રીજો ધક્કો છે. થાકી ગયો. આજે મારું કામ પતશે."
" હાલો હું જાવ હવે..ફોન આવે છે ઉપરથી સાહેબના ! "
પછી હું સવારના અગિયાર થી સાડા ચાર વાગ્યા સુધી કચેરીના પ્રાંગણમાં મારા વારાની રાહે ઝૂર્યા પછી પણ જરાકેય માનસિક થાકેલો નહોતો.
🤔
આવા મોકા હું ક્યારેય જવા દેતો નથી ક્યારેક ઉતાવળે જતો રહે તો અમુક ક્ષણો માટે મનોમન પસ્તાવો પણ થાય.આ પાંચ મિનિટથી ઓછા સમયની પ્રક્રિયા મારા મન માટેનો હાઈ એનર્જી અને સ્વાદિષ્ટ 😋નાસ્તો (Breakfast) હતો.
આ વાત વિશે તમને પણ કાંઈ પ્રતિભાવ લખવા જેવું લાગે તો નીચે 👇 કૉમેન્ટનું ખોખું સાવ ખાલી જ છે ખોખામાં કાંઈક નાખતા રહેજો તો મારે નાસ્તા ઉપર થોડોક મુખવાસ થઈ જાય.🙏
આભાર 👏🙏
✍️ ગોપાલ સરૈયા