Four Seats, Six Talks, and One Kali Yuga in Gujarati Moral Stories by Munavvar Ali books and stories PDF | ચાર સીટ છ વાતો અને એક કળિયુગ

Featured Books
Categories
Share

ચાર સીટ છ વાતો અને એક કળિયુગ

આજે સવારે હું લબીબ સર સાથે ગાડીમાં બેઠો હતો. લબીબ સર ગાડી ચલાવી રહ્યા હતા અને અમે નમાજ માટે જઈ રહ્યા હતા. રસ્તામાં સૈયદ કાકાએ પૂછ્યું, "આજે હાસમી સર આવવાના છે?" ત્યારે લબીબ સરે કહ્યું, "હા." પછી હાસમી સરને લેવા ગયા ત્યારે ફરીથી સૈયદ કાકાએ પૂછ્યું, "જાવેદ સર નથી આવવાના?" ત્યારે જવાબ મળ્યો કે તેમને ફેમિલી ફંક્શન યાદ આવી ગયું છે, એટલે તેઓ ફેમિલી સાથે સેલિબ્રેટ કરશે. આ સાંભળીને મેં કહ્યું, "મારે પણ એવું જ છે, હું પણ બપોરે ફેમિલી સાથે ઉજવવા માંગુ છું. આવતીકાલે પ્રોગ્રામ બનાવીશ." ત્યારે હાસમી સરે મને સાંત્વના આપી અને વાત આગળ વધી.

થોડી વાર પછી અમે ટ્રેનિંગ સેન્ટર પાસેથી પસાર થયા. ત્યાં બહાર જમવાના ટેબલ અને સામાન ઉતરતો જોઈને હાસમી સર બોલ્યા, "જુઓ, રિટાયર થનારા લોકોની સેલિબ્રેશન અહીં થશે. આ મહિનામાં 40 લોકો વિદાય લઈ રહ્યા છે. સૌથી વધારે અંકલેશ્વર શાખામાં છે." ત્યારે સૈયદ કાકા બોલ્યા, "ગુજરાતનું સૌથી પહેલું પ્લાન્ટ એ જ છે, તો શરૂઆત ત્યાંથી જ થશે ને?" આ સાંભળીને બધા હસી પડ્યા. પછી હાસમી સરે સૈયદ સરને પૂછ્યું, "તમારે કેટલા મહિના બાકી છે?" ત્યારે સૈયદ સરે કહ્યું, "હજી ત્રણ મહિના બાકી છે."

પછી વાત ડિજિટલ યુગ પર આવી. હાસમી સરે પૂછ્યું, "આ પ્લાન્ટમાં બહારના નેટવર્ક કેમ આવતા નથી?" ત્યારે લબીબ સરે કહ્યું, "અહીં ફક્ત BSNL અને વોડાફોનના નેટવર્ક જ મળે છે, તેના પાછળ કોઈ કહાની છુપી લાગે છે!" ત્યારે હાસમી સરે કહ્યું, "હા મને યાદ આવ્યું, એરટેલ અને ઓએનજીસી વચ્ચેનો વિવાદ અને વિવાદાસ્પદ માહિતી એની પાછળનું કારણ હોઈ શકે!" ત્યારે સૈયદ કાકાએ પૂછ્યું, "એવું તો શું બન્યું હતું?" 

ત્યારે હાસમી સરે કહ્યું, "સૈયદ સર એમાં એવું થયું હતું કે એરટેલવાળાને અહીં ટાવરની મંજૂરી એટલા માટે ન મળી કેમકે તેમાં ભાડાનો વિવાદ આવી ગયો છે. એરટેલવાળાએ અહીં આવીને કહ્યું કે હું મારા નેટવર્કનો ટાવર અહીં ઉભો કરવા માંગુ છું ત્યારે ઓએનજીસીવાળાએ કહ્યું કે તમારે ભાડું ચૂકવવું પડશે જગ્યાનું ટાવર મૂકે તેનું અને રોજ તમે સ્પેક્ટ્રમ વાપરો તેનું પણ ભાડું આપવું પડશે. ત્યારે એરટેલવાળાએ કહ્યું કે હું ભાડું નહીં આપી શકું કેમ કે મારો અહીં પોતાનો કોઈ ફાયદો થતો નથી. આ તો હું તમારા લોકોની ભલામણ પર જ અહીં આવ્યો છું અને પોતાનું નેટવર્ક સ્થાપિત કરવા માગું છું, અને મારો ક્લાયન્ટ વેદાંતા ક્યારેય માનશે નહીં અને ટાવર લગાવશે નહીં." 

ત્યારે સૈયદ સરે કહ્યું, "તો પછી વોડાફોન અને બીએસએનએલના નેટવર્ક કેમ અહીં ચાલે છે?" ત્યારે હાસમી સરે કહ્યું, "તે એટલા માટે ચાલી રહ્યા છે કેમ કે તે ઇન્ડસ ટાવરના ક્લાયન્ટ છે. ઇન્ડસ ટાવર મો-માંગુ રોકાણ કરવા તૈયાર થઈ જાય છે અને તેથી તેના નેટવર્ક સારા રહે છે."

પછી ડિજિટલ યુગથી વાત ધીરે ધીરે ફરીથી રિટાયરમેન્ટ પ્રવૃત્તિઓ પર આવી ગઈ. રિટાયરમેન્ટની પ્રવૃત્તિ પર એવું કહેવામાં આવે છે કે પોતાની પ્રોપર્ટી જે કંપની તરફથી આપવામાં આવી હોય અને સવલત આપવામાં આવી હોય તેને ચૂકવી દેવામાં આવે તો તેના બદલે વળતર પણ મળે છે, આ વાતની તેઓ વાતચીત કરવા લાગ્યા. 

હાસમી સરે કહ્યું, "સૈયદ સર તમારી કંપની તરફથી કોઈ પ્રોપર્ટી છે જેનું તમે ઉપયોગ કરી રહ્યા છો?" ત્યારે સૈયદ સરે કહ્યું, "કંપની તરફથી મને કોઈ પ્રોપર્ટી મળી નથી ફક્ત આ ડોંગલ મળી છે જેનો હું ઇન્ટરનેટ તરીકે ઉપયોગ કરતો હતો હવે ક્યારેક ક્યારેક કરું છું. મારે આને બંધ કરવી હોય અથવા આને આપી દેવી હોય તો શું કરવું પડશે?" 

હાસમી સરે કહ્યું, "જો તમારે આને આપી દેવું હોય તો તમારું નેટવર્ક જે આ ડોંગલ આવે છે તે બંધ થઈ જશે અને તેના ફક્ત તમારા પગારમાંથી દર મહિને ₹700 જ કાપવામાં આવે છે અને એ પણ રિટાયરમેન્ટ થશે ત્યારે તેના 40% વળતર સુપ્રત થશે." 

ત્યારે સૈયદ સરે કહ્યું, "મેં તો સાંભળ્યું છે કે મારે આ ડોંગલ એટલે કે હાર્ડવેર પણ પાછું આપવું પડશે? શું આ વાત સાચી છે?" 

હાસમી સરે જવાબ આપતા કહ્યું, "ના આ બિલકુલ ખોટી વાત છે. તમારે ફક્ત આ મેલ કરવાનો રહેશે કે આ ડોંગલનો સીરીયલ નંબર આ છે અને તમને કોઈ કારણસર બંધ કરવી છે અથવા રિટાયરમેન્ટ માટે બંધ કરવી છે એટલે તેઓ જાતે બંધ કરી લેશે. કોઈ તમારી પાસેથી હાર્ડવેર લેશે નહીં. જો તેઓ હાર્ડવેર લઈ લેશે માની લો કે એરટેલવાળા હાર્ડવેર લઈ ગયા પોતાની ઓફિસમાં તો તેઓ ફેંકી દેશે તેને નષ્ટ પણ કરવામાં નહીં આવે. તેનાથી તેમને કોઈ ફાયદો પણ નહીં થાય કેમ કે એક ડોંગલ એક જ આઈએમઈઆઈ પર બને છે." 

ત્યારે લબીબ સરે કહ્યું, "હું જ્યારે આસામમાં હતો ત્યારે મારી પાસે પણ ડોંગલ હતી તો મારી પાસે ડોંગલનું ચાર્જર મંગાવવામાં આવ્યું હતું. હવે ડોંગલને મેં ત્રણ મહિના નહીં પરંતુ ત્રણ વર્ષ ઉપયોગમાં લીધી હવે ત્યારે તો ચાર્જર શોધવું કેટલું મુશ્કેલ હશે અને ચાર્જરમાં ટેકનોલોજી વારંવાર આવતી જ રહે છે તેથી હું ચાર્જર પરત કેમ કરવાનો હતો? તો મેં વળતર માટે કેસ ઠોકી દીધો અને ડોંગલ હાર્ડવેર વગર જ મેલ આપીને આપી દીધું." 

આમ આ વાતચીતનો અહીં અંત આવ્યો અને પછી નમાજ પછીની વાતચીત શરૂ થઈ.

નમાજ પછીની વાતચીત કંઈક આમ હતી. હાસમી સરે કહ્યું કે "આ અવધ બિલ્ડરના ગ્રુપવાળા લોકો મુસ્લિમ લોકોને ફ્લેટ આપતા નથી એવું સાંભળવા મળ્યું છે આ તો ખરાબ વાત કહેવાય." 

એમાં લબીબ સરે કહ્યું કે "ઘણા ખરા બિલ્ડરના અમુક નિયમો આકરા હોય છે જેનો અમલ બધા વ્યક્તિ કરી શકે નહીં જેને કારણે આવું થતું હશે."

વાતાવરણમાં શાંતિ પ્રસરી ગઈ.

થોડીવાર પછી, 

"તમે રત્નમ રેસીડેન્સી વિશે સાંભળ્યું છે?" લબીબ સરે પૂછ્યું. 

મેં કહ્યું, "હા મને તેનો ખ્યાલ છે, તેમાં લેબમાં રહેલી એક મેડમએ ત્યાં ફ્લેટ ખરીદ્યો છે હવે તે કોલોનીમાં રહેતી નથી." 

જેમાં મેં કહ્યું કે "હા, જેને હમણાં હાલમાં લગ્ન થયા છે, તે બંગાળી મુસ્લિમ છે અને છોકરો આસામી હિન્દુ છે, બંનેએ પ્રેમ વિવાહ કર્યા છે."

"મને અલગ અલગ ધર્મનો છે આ તો બહુ ખરાબ કહેવાય અને પછી પ્રેમ વિવાહ થયો, દરેક ધર્મના લોકોએ તે ધર્મના લોકો સાથે લગ્ન કરવા જોઈએ." હાસમી સરે કહ્યું. 

તેમની વાતમાં સુર પુરાવતા સૈયદ સર બોલ્યા, "પેલી કહેવત છે ને કે જાણીતી ખીચડી કદી તકલીફ ના આપે, એટલે કે જાણકારમાં જ લગ્ન કરી લેવામાં આવે તો સારું થાય."

પછી હાસમી સર કહેવા લાગ્યા કે "તે મેડમનો ઇન્ટરનેટ કનેક્શન ફાઇબરવાળું મેં ફીટ કર્યું છે, જેમાં જીટીપીએલ અને હાથવે નહીં પરંતુ જેમણે પોતાનું અલગથી કનેક્શન લેવડાવ્યું છે. રત્નમમાં તો હાથવે અને જીટીપીએલ ચાલે છે પરંતુ તેમણે અલગથી બે મહિનાનું એડવાન્સ બિલ મારી પાસે ભરાવડાવી અને પોતાનું અલગ કનેક્શન લગાવ્યું છે જેમાં સિક્યુરિટીવાળો મને કહેતો હતો કે આ ફ્લેટ કોનો છે જેમાં અલગથી કનેક્શન આપ્યું છે ત્યારે મેં કહ્યું કે તે સ્પેશિયલ ગેસ્ટ છે જે સરકારી નોકરી કરે છે. સિક્યુરિટી પણ કંઈ બોલ્યો નહીં."

પછી મને હાસમી સર પૂછવા લાગ્યા કે "સિવિલનો ઇન્ચાર્જ કોણ છે?" જ્યારે મેં કહ્યું "કાલંબે સર છે," ત્યારે કહ્યું "કોન્ટ્રાક્ટરમાં કોણ છે, હવે નિલેશ પટેલ નથી?" 

મેં કહ્યું "નહીં, નિલેશ પટેલ હવે નથી, હવે અજય પતરવેલીયા બધું જોઈ લે છે."

તેમણે કહ્યું કે "સારું છે નિલેશ પટેલ નથી. તે એકદમ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર હતા. ત્યારે ઓએનજીસીનો ચાર્જ સંભાળવા માટે જેસિકા જોન્સન હતા."

સૈયદ કાકાએ પૂછ્યું "એવું તો શું થયું હતું?" 

ત્યારે હાસમી સરે કહ્યું, "મેડમ પ્લાન્ટનો સામાન મંગાવવા માટે ખાસ કોટેશન બનાવતા હતા જેમાં જેગવારના નળ આવતા હતા, જ્યારે કોન્ટ્રાક્ટર તેને અડધા રસ્તામાં બદલી નાખતો હતો અને જેગવારના બદલે પ્લાસ્ટિકના નળ ફીટ કરીને ચાલ્યો જતો હતો. એકવાર તેને ચોરી પકડી ગઈ અને મેળામાં અમે તેને પકડી લીધો પછી મેડમે તેનો કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યો. મેડમની ફરિયાદ કરવા માટે તે ધારાસભ્ય સંઘવીજી પાસે જતો રહ્યો, જેમાં ધારાસભ્યજીએ તાત્કાલિક જેસિકા મેમનું ટ્રાન્સફર આસામ કરી દીધું. તેમના નિવૃત્તિના ફક્ત બે મહિના અગાઉ તેમનું ટ્રાન્સફર કરવામાં આવ્યું. એવો બદમાશ વ્યક્તિ હતો!" 

સૈયદ સરે કહ્યું કે "આ તો બહુ ખરાબ કહેવાય."

વિદાય લેતા પહેલા ત્રણેય જણા એકબીજા સાથે સંપર્કમાં રહેવા માટે મોબાઇલ નંબરની આપલે કરવા લાગ્યા. હાસમી સરે કહ્યું "ચાલો લબીબ સર, સૈયદ સર તમારા નંબર આપો, ભવિષ્યમાં કોઈ કામ પડે તો વાત થઈ જાય. 8347981734 આ મારો નંબર છે." ત્યારે લબીબ સર અને સૈયદ સરે પણ પોતાના નંબર આપ્યા અને કહ્યું કે "હા, વોટ્સએપ ગ્રુપ બનાવીને જાણકારી શેર કરતા રહીશું."

પછી હાસમી સર કહેવા લાગ્યા કે "જુઓને આ લોકો કેવા વિવાહ કરી રહ્યા છે!" 

ત્યારે સૈયદ સરે કહ્યું કે "મારે આ ટોપિક પર હવે વધારે વાતચીત નથી કરવી, કળિયુગના ઘાતક પરિણામો હજુ જોવાના બાકી રહ્યા છે!" 
આમ, સૈયદ સરે વેદના વ્યક્ત કરી અને વાતનો ફોડ પાડ્યો.