કૃષ્ણ : હે અર્જુન, કર્મો ના ફળો નો અંતર થી ત્યાગ કરનાર સંન્યાસી જ છે. જેને કાઈ પામવા પર અધિકાર બાંધતો નથી અને ગુમાવવા પર ચિંતા થતી નથી એ જ યોગી છે..
બહાર થી ત્યાગ કરનાર કેવળ વસ્તુઓ નો ત્યાગ કરે છે.. એ ત્યાગ તો એવો છે કે જાણે રસોઈ બનાવવા માટે અગ્નિ ની જરૂર નથી.. અને બીજા કેટલાક કેવળ ક્રિયાઓ નો ત્યાગ કરે છે, એ તો એવો છે કે ભૂખ લાગી છે, અગ્નિ અને સામાન છે પરંતુ રસોઈ બનાવવી નથી.. આમ કેવળ અગ્નિ અને ક્રિયાઓ નો ત્યાગ યોગ અથવા સંન્યાસ નથી.. જે વ્યક્તિ એ આવા માનસિક બંધનો નો ત્યાગ કરેલો છે ,એ જ યોગી તેમ જ સંન્યાસી છે. વળી કેટલાક લોકો ભૂખ ને મારનાર એવા કઠોર ઉપવાસ ના સંકલ્પ લે છે, એ પણ યોગ પામતા નથી.
આ ક્ષણે ભૂખ લાગી છે, તો ભોજન કરવું એ કર્તવ્ય છે.. એમ ક્ષણ પ્રમાણે નિર્ણય લેવો યોગ છે. જે વ્યક્તિ અનિવાર્ય ક્ષણ સિવાય કોઈ પણ સંકલ્પ લે છે એ યોગી નથી. આવા વ્યક્તિઓ વિષયો પ્રત્યે આસક્ત છે.
કોઈ પણ વ્યક્તિ બાહ્ય પ્રભાવો તેમ જ સંકલ્પો ની આસક્તિ છોડી પોતે જ પોતાનો મિત્ર બની શકે છે.. અથવા સંકલ્પો ની રક્ષા કરવામાં અને સિદ્ધિઓ પામવા ની ઈચ્છા થી પોતાનો શત્રુ બની શકે છે.
યોગીઓ તો સુખ દુઃખ, માન અપમાન વગરે વિરોધાભાસી સાંસારિક પરિસ્થિતિઓ માં અંદર થી શાંત હોય છે. તેમનું અંતર માટી,પત્થર અને સુવર્ણ ને પણ સમાન દૃષ્ટિ થી જુએ છે.. એટલે કે વસ્તુઓ ના મૂલ્ય પ્રમાણે એમના અંતર પર કોઈ પ્રભાવ પડતો નથી.. આવા વ્યક્તિઓ પ્રેમી,અજાણ્યા અને શત્રુઓ પ્રત્યે પણ સમભાવ રાખે છે. આવા વ્યક્તિ ને કોઈ ની આશા ,અપેક્ષા અથવા રક્ષણ નો ભય હોતો નથી.. બહાર થી બધાની સાથે પણ અંતર થી આવા યોગીઓ એકલા હોય છે.
આવા વ્યક્તિઓને એકાંત મળતા શાંતિ પૂર્વક બેસી ને મન માં વિષયો નું ચિંતન ન કરતા પ્રાણ સ્વરૂપ નું ધ્યાન કરે છે.
તેઓ શરીર ને પણ પ્રાણ થી અભિવ્યક્ત થતું જુએ છે. તેઓ પોતાના અંતકરણ ને ભય,ક્રોધ અથવા ભેદ થી મુક્ત પ્રાણ માં સ્થિત થયેલો અનુભવ કરે છે.. અને આ રીતે નિત્ય અંત :કરણ ની સફાઈ માટે યોગાભ્યાસ કરે છે.આ યોગાભ્યાસ થી શાંતિ મળે છે..
પણ જે લોકો ખૂબ ખાય છે, અથવા બિલકુલ ખાતા નથી, બહુ જ ઊંઘે છે અથવા બીલકુલ ઊંઘતા નથી.. તેમ ને યત્ન કરવા ઉપરાંત પણ શાંતિ મળતી નથી.
જે લોકો યોગ્ય આહાર વિહાર ,કર્મો અને દિનચર્યા નું પાલન કરે છે.. એ જ અંત:કરણ ની સફાઈ થી દુઃખ મુક્ત થઈ શકે છે.
જે લોકો આ પ્રમાણે નિત્ય અભ્યાસ દ્વારા પ્રાણ સ્વરૂપ ને તત્વ રૂપે જાણે છે એ ચિંતનશીલ યોગીઓ ને પ્રકૃતિ ગત દુઃખ સુખ મળ્યા ઉપરાંત પણ નડતા નથી. કારણ કે તેમના માટે સર્વત્ર પ્રાણ સ્વરૂપ જ રહેલું છે.
અર્જુન : હે મધુસૂદન, આપે કહેલ સમભાવ રૂપ યોગ દૃષ્ટિ પ્રકૃતિ ના ચંચળ હોવાના કારણે અને સ્વાભાવિક ઈચ્છાઓ ના બળવાન હોવાના કારણે પામવી અતિ દુષ્કર છે. એટલે રોજ આવી સ્થિતિ માં રહેવું હું કઠણ સમજું છું.
કૃષ્ણ : પ્રકૃતિ ના ગુણો દ્વારા ઈચ્છાઓ થવી સ્વાભાવિક છે અને પ્રકૃતિ રૂપી માયા પ્રાણ ને બાંધી પણ રાખે છે.. એ પણ યથાર્થ છે.. પણ નિત્ય પ્રાણ સ્વરૂપ યોગ દૃષ્ટિ ના અભ્યાસ થી અને નિષ્કામ બુદ્ધિ ના ચિંતન થી પ્રકૃતિના ગુણો શાંત થાય છે.
અર્જુન : પણ જો આપે કહેલ અભ્યાસ કોઈ નિત્ય ન કરી શકે , તો શું એની દુર્ગતિ થાય છે?
કૃષ્ણ : હે પાર્થ ,હું ફરીથી કહું છું કે આ તત્વજ્ઞાન માત્ર જાણવું જ પર્યાપ્ત છે અને સુગમ પણ છે.. છતાંય અભ્યાસ કરવા થી આ ચિંતન દૃઢ થાય છે.. જેને પ્રાણ સ્વરૂપ નો ક્ષણિક પણ અનુભવ થઈ ગયો એને સદગતિ અને દુર્ગતિ ની ચિંતા રહેતી નથી.. કારણ કે આ માર્ગ ની એક જ ગતિ છે... અને એ છે પરમ શાંતિ અને આનંદ.. કોઈ પણ સમયે અથવા કાળે,કોઈ પણ અવસ્થા માં પુન: સ્મરણ કરવાથી આ યોગ એ જ ગતિ આપશે જે, એનો સ્વભાવ છે.
આ કાળ નું શરીર યોગ થી ચૂકી જાય તો ભલે,બીજા કોઈ કાળ માં બીજા કોઈ શરીર વડે પ્રાણ સ્વરૂપ નું સ્મરણ કરી જ શકાય છે. પણ જો વ્યક્તિ આ જ કાળ માં પોતાને મુક્ત કરી દે તો તે આવા પ્રકાર ની અનેક ચિંતાઓ થી છૂટી જાય છે.
આ યોગ દૃષ્ટિ માં માત્ર શ્રદ્ધા રાખવી પણ પર્યાપ્ત છે.