Safal Swapnashilpio - 5 Gijubhai Bharad books and stories free download online pdf in Gujarati

Safal Swapnashilpio - 5 Gijubhai Bharad

સફળ સ્વપ્નશિલ્પીઓ

(પ્રેરણાદાયી વ્યક્તિચિત્રો)

નટવર આહલપરા

• પ્રકાશક •

ગુજરાતી પ્રાઇડ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


SAFAL SWAPNASHILPIO

By

Natvar Ahalpara


સફળ સ્વપ્નશિલ્પીઓ

(પ્રેરણાદાયી વ્યક્તિચિત્રો)

નટવર આહલપરા


© Gujarati Pride



પ્રથમ આવૃત્તિ : ૨૦૧૪

પ્રકાશક : ગુજરાતી પ્રાઇડ

અ...ર્પ...ણ

જાત ઘસીને રાષ્ટ્રની સંસ્કૃતિનું

રક્ષણ કરનાર સૌને.

‘સફળ સ્વપ્નશિલ્પીઓ’ પુસ્તકના લેખકનો પરિચય

નટવર આહલપરા

સ્વ. નર્મદાબેન તથા સ્વ. પુરુષોત્તમભાઈના સુપુત્ર નટવર આહલપરા મૂળ ભાવનગરના પણ ૨૮ વર્ષથી રાજકોટનો કર્મભૂમિ બનાવી છે. સામાજિક, સાહિત્યિક, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે તેમનું પ્રદાન ઘણું છે. આહલપરા મિલનસાર, હસમુખા, પરગજુપણાની ભાવના ધરાવતા સાહિત્યકાર, ઉમદા શિક્ષક, ઉદ્‌ઘોષક છે. પ્રતિષ્ઠિત સામયિકોનું સંપાદન પણ કરી રહ્યાં છે. ‘ગાંધીનગર સમાચાર’માં દર મંગળવારે ‘મોંઘેરા મોતી’, ‘જયહિન્દ’ દૈનિકની રવિપૂર્તિમાં લઘુકથા કૉલમ લખે છે.

‘શ્વાસ’, ‘કોરોકેનવાસ’ (નવલિકા), ‘હથેળીમાં નક્ષત્ર’, ‘ફણગો’, ‘ક્ષણે ક્ષણે સૂર્યોદય’ (લઘુકથા), ‘નિબંધ વિહાર’ (નિબંધ) અને ‘ખિલખિલાટ’માં (શિશુકથાઓ), ‘આપણે છીએ તો પરીક્ષા છે’ (નિબંધો), ‘અક્ષરોમાં આબ્લમ‘માં વ્યક્તિચિત્રોના પુસ્તકો પ્રકાશિત થયા છે. ચાર પુસ્તકો હવે પ્રગટ થશે. ચાર દાયકાથી પ્રતિષ્ઠિત સામયિકો, અખબારોમાં તેમની કૃતિઓ પ્રકાશિત ાય છે. ૧૫ નાટકોમાં અભિનય, ત્રણ નાટકોમાં દિગ્દર્શન કર્યું છે.

કલા, સાહિત્ય, શિક્ષણ, સંગીત, સામાજિક તેમજ સરકારશ્રીના કાર્યક્રમોમાં ‘પ્રવક્તા’ તરીકે સેવા આપનાર શ્રી આહલપરા આકાશવાણી-દૂરદર્શનના કલાકાર પણ છે. બી.એડ્‌.ની તાલીમ વિના ભાવનગર અને રાજકોટમાં ધો. ૧૦, ૧૨ તથા ય્.ઁ.જી.ઈ., ેં.ઁ.જી.ઈ. ના હજારો વિદ્યાર્થીઓનું માતૃભાષાથી ઘડતર કર્યું છે. આજે પણ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણાવે છે. ગુજરાત સરકારના નર્મદા અને કલ્પસર વિભાગમાંથી ૨૦૦૮માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. હાલ રાજકોટમાં શૈક્ષણિક વક્તા અને કાઉન્સિલર સેવાઓ આપે છે. તેમનો મોબાઈલ નં. ૯૯૭૪૦ ૦૯૦૪૨ છે.

- મહેન્દ્ર શર્મા

ગુજરાતી પ્રાઇડ,

અમદાવાદ

નિવેદન

સ્ફૂર્તિ, ખુમારી અને ગરિમાથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમી સફળ

થયેલા સ્વપ્નશિલ્પીઓ

અહીં પ્રેરણાદાયી જીવનચરિત્રો રજૂ કર્યાં છે. સ્ફૂર્તિ, ખુમારી અને ગરિમાથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમી ટોચ ઉપર પહોંચેલા સફળ સ્વપ્નશિલ્પીઓ છે. શિક્ષણ પાઠશાળામાં ક્યાંક ઓછું ભણેલા પણ જીવન પાઠશાળામાં વધુ ભણેલા શિલ્પીઓ છે; તો ભણતર અને ગણતરથી સફળતાના શિખર સુધી પહોંચનારા પણ છે. સંસ્કૃતિની અને રાષ્ટ્રની ધરોહર સમી આ પ્રતિભાઓ યુવા ઉદ્યોગકારોને, વિદ્યાર્થીઓને માટે પાઠ્યપુસ્તક બની માર્ગદર્શક બની રહેશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આજે ફાસ્ટ યુગ છે. સમય નથી. ઓછા સમયમાં લાંબું લાંબું નહીં પણ સંક્ષિપ્તમાં ઘણાં સંદેશ આપી જાય તેવા પાત્રો પ્રસ્તુત કર્યા છે. આશા છે કે તે સૌ આપના રાહબર અવશ્ય બનશે. અમદાવાદ પ્રેમ સાથે સંકળાયેલા મારા અને મહેન્દ્રભાઈના મિત્ર સુરેશભાઈ ઠક્કરનો વિચાર સાકાર થયો તેથી તેમનો પણ હૃદયથી આભારી છું. મને અને મહેન્દ્રભાઈ શર્માને સહકાર આપનાર સ્વપ્નશિલ્પીઓનો આભાર માનું છું.

- નટવર આહલપરા

તા. ૨૦-૦૯-૨૦૧૪

‘શ્રી પવનતનય’ ૩, વિમલનગર,

યુનિવર્સિટી રોડ, રાજકોટ-૫

મો. ૯૯૭૪૦ ૦૯૦૪૨

મુહૂર્ત, કુમુહૂર્ત કે જન્માક્ષર જોયા વિના સ્વબળે પ્રગતિ

સાધનાર જામનગરના

ઉદ્યોગપતિ જયદીપભાઈ ગોરેચા

ઈહર્દ્ઘઅ ંરીર્ ુિા ર્એ ર્ઙ્ઘ,

ટ્ઠહઙ્ઘ ર્ઙ્ઘ ંરી હ્વીજં ર્એ ષ્ઠટ્ઠહ.

અંધશ્રદ્ધાથી નહીં પણ શ્રદ્ધાપ્રેરક બાબતોથી જયદીપભાઈ ગોરેચાના વ્યક્તિત્વને ઓળખીએ. તેમના શબ્દોને અહીં વ્યક્ત કરું તો : ‘લગભગ મહત્ત્વનું વ્યવસાયલક્ષી કાર્ય, ખરીદી કહેવાતા કુમુહૂર્તમાં જ કર્યું છે અને આજ સુધી કોઈ તકલીફ પડી નથી. ક્યારેય જન્માક્ષર જોવડાવ્યા નથી અને સલાહ લીધી નથી. આવાસ, વ્યવસાયનાં સ્થળની દિશા માટે વાસ્તુશાસ્ત્રી પાસે માર્ગદર્શન લીધું નથી. ધો. ૮માં ખાનગી ટ્યુશન માટે શાળાના શિક્ષક દ્વારા આગ્રહ કરાતા મેં શાળા બદલાવી કારણ ટ્યુશનથી જ વધુ ગુણ પ્રાપ્ત થાય એ વિચારો સાથે હું સહમત હતો જ નહીં. આ ઘટના ૧૯૭૮માં મારી સાથે ઘટી હતી.’

તા. ૧૨-૦૮-૧૯૬૫ના શુભ દિને જન્મેલા જયદીપભાઈનું મૂળ વતન ગોપ-જામનગર છે. પિતા મનસુખલાલ અને માતા દિવ્યાબહેનના સંસ્કારોથી સભર શ્રી જયદીપભાઈ સ્.જીષ્ઠ. ર્જીઙ્મૈઙ્ઘ જીંટ્ઠીં ઁરઅજૈષ્ઠજ ની પદવીથી વિભૂષિત થયેલા છે. ૧૯૯૩માં રાજકોટ ખાતે ધર્મપત્ની શીતલબહેન સાથે ગૃહસ્થીનો પ્રારંભ થયો. શીતલબહેન મ્.જીષ્ઠ. ર્ૐદ્બી જીષ્ઠૈીહષ્ઠી ની પદવી ધરાવે છે. સુપુત્ર આદિત્યના આ માતાપિતા કમ્પ્યૂટર યુગ વિશે મંતવ્ય આપતાં કહે છે કે, ‘કમ્પ્યૂટર યુગ આર્થિક, સામાજિક ક્ષેત્રે પરિવર્તન લાવી સર્વાંગી વિકાસમાં આધારરૂપ બને છે.’

સમંજસ ઉદ્યોગ પ્રા. લિ., જામનગરના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જયદીપભાઈ બ્રાસ બેરીંગ કેઇજનું ઉત્પાદન કરે છે. ઉપરાંત એક્સપોર્ટ પણ થાય છે.

વાંચન માટે સમય બચતો નથી, વાંચનનો અને સાહિત્યનો શોખ ધરાવતા શ્રી જયદીપભાઈ ટી.વી. સિરિયલ, સ્પોટ્‌ર્સ, ડિસ્કવરી જુએ છે અને સમાચાર ખાસ જોઈ લે છે. ક્રિકેટ પ્રિય રમત છે. ભગવાન આપણાં હૃદયમાં બસે છે, તેમાં સંપૂર્ણ આસ્થા ધરાવતા શ્રી જયદીપભાઈ ઉપવાસ, પાઠ-પૂજા કરતા નથી. ગોકુળ, મથુરા, વૃંદાવન, હરિદ્વાર, કેદારનાથ, બદરીનાથ, તિરૂપતિ અને ઋષિકેશ જેવી પાવન જગ્યાએ તીર્થાટન કર્યા છે.

વ્યવસાયના વિકાસ અર્થે તેઓએ ૧૯૯૯થી આજ સુધી જર્મની, ફ્રાંસ, ઇટાલી, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા વગેરે સ્થળોના અનેક વાર પ્રવાસ ખેડ્યા છે. તેઓ વિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટમાં ટ્રસ્ટી પદે અને જામનગર ચેમ્બર ઑફ કૉમર્સ સંસ્થામાં બૉર્ડ મેમ્બર તરીકે કાર્યરત છે.

ભર્તૃહરિ ‘નીતિશતક’માં કહે છે : ‘ઉત્તમ સ્વજન ઉદ્યમ છે. ઉદ્યમ કરે તે માણસ દુઃખી થતો નથી.’

દાનની વિગત અંગે અભિપ્રાય આપતાં શ્રી જયદીપભાઈએ એક ઉમદા સંદેશ આપતાં કહ્યું હતું કે, ‘જે મળ્યું છે તે પાછું આપી રહ્યો છું એટલે દાનનો સવાલ આવતો જ નથી.’

અહીં સોક્રેટિસનું અવતરણ ટાંકવું મને ખૂબ જ યોગ્ય લાગે છે :

‘તમારો આત્મા સાથે આપતો હોય ત્યારે કોઈથી ન ડરતા.’

કામચોર, લાલચુ, મનથી નબળા, ચમત્કારોમાં માનતા, શોર્ટકટ અપનાવતા લોકો માટે જયદીપભાઈ ગોરેચાના પોઝિટિવ વિચારો માર્ગદર્શક બનશે. વિશ્વમાં બ્રાસપાર્ટ ઉદ્યોગ માટે જામનગર અને જિલ્લાનું પ્રદાન ઘણું રહ્યું છે. મેજર, મિડિયમ અને લાર્જસ્કેલમાં જામનગર જિલ્લાનું સ્થાન ક્યાં છે ? તેની વિગત જોઈએ તો જામનગરમાં બ્રાસપાર્ટ, બોગક્સાઇટ, પેટ્રોકેમિકલ્સ અને મશીન ટુલ્સનો ઉદ્યોગ મહત્ત્વનો ગણી શકાય. સિક્કામાં ફર્ટિલાઇઝર્સ અને સિમેન્ટ, જામખંભાળિયામાં પેટ્રોકેમિકલ્સ રિફેક્ટરી, કેલસાઇટ, બૉક્સાઇટ, સોલ્ટ અને અન્ય કેમિકલ્સ જ્યારે મીઠાપુરમાં સોડાએશ, કોસ્ટિક સોડા અને અન્ય કેમિકલ્સના ઉદ્યોગ નોંધનીય છે.

‘બ્રાસસિટી’ ઉપરાંત હાલ ‘કીંગડમ ઑફ નવાનગર’ તરીકે ઓળખાતા આ નગરમાં તેમજ જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં જામનગરના સર્જનાત્મક ગૂર્જર સુતારોનું બહુમૂલ્ય પ્રદાન છે.

જીવનની ફલશ્રુતિ પછીનું મનન ચિંતન શું છે ? પ્રશ્નના ઉત્તરમાં જયદીપભાઈના ઉદ્‌ગારો આ પ્રમાણે છે : ‘જીવન એ સ્વપ્ન ફલશ્રુતિ માટેની સતત ચિંતન પ્રક્રિયા છે. હજુ સુધી જીવનમાં કોઈ એવા પડાવ પર પહોંચ્યો નથી પણ ચિંતન ક્ષણે ક્ષણે કરી રહ્યો છું.’ પ્રતિભાસંપન્ન શ્રી જયદીપભાઈ ઉત્તરોત્તર પોતાનો, પરિવારનો, સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ સાધે તેવી પ્રભુને પ્રાર્થના-શુભેચ્છા-અભિનંદન.

જયદીપભાઈના વ્યક્તિત્વ માટે મને ડૉ. હેનરી બેન્જામિનનું સુભાષિત અહીં વ્યક્ત કરવું ગમે છે :

‘પ્રશ્ન, જીવનમાં વર્ષો ઉમેરવાનો નથી, પરંતુ વર્ષોમાં જીવન ઉમેરવાનો છે.’

જયદીપભાઈ નિખાલસ, સૌમ્ય અને સ્પષ્ટવક્તા છે.

તેમના મોબાઈલ નં. ૯૮૨૫૨ ૧૦૨૪૧ છે.

ઈદ્બટ્ઠૈઙ્મ : દ્ઘટ્ઠઅઙ્ઘૈજ્રજટ્ઠદ્બટ્ઠહદ્ઘટ્ઠજ.ૈહ

સંદેશ :

જયદીપભાઈ સંકેત આપતાં જણાવે છે કે, ‘કમ્પ્યૂટર યુગ આર્થિક, સામાજિક ક્ષેત્રે પરિવર્તન લાવી સર્વાંગી વિકાસમાં આધારરૂપ બને છે.’

લાખો છાત્રોના લોકશિક્ષક, વિદ્યાર્થીવત્સલ, ભરાડ કૉલેજના

સ્થાપક ગિજુભાઈ ભરાડ

સૌરાષ્ટ્રના લગભગ બે લાખ વિદ્યાર્થીઓને મેડિકલએન્જિિ નયરીંગમાં તેમજ અન્ય સ્પર્ધાત્મક શિક્ષણમાં જવા માટેનું પ્રેરણાબળ આપ્યું છે. તેમાંના એક લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપ્યું છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને મેડિકલ-એન્જિનિયરીંગમાં મોકલનારા તેમજ દસ લાખથી વધારે વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ તથા માર્ગદર્શન આપનાર તેઓ એકમાત્ર શિક્ષક અધ્યાપક છે. તેમના વિદ્યાર્થી હોવું એ પણ એક ગૌરવ ગણાય છે.

તેઓ સ્વભાવે અખંડ સ્વાધ્યાયી, ખંતીલા, એકલવીર, પરિશ્રમી અને વિદ્યાર્થી-વત્સલ છે. તેમની શૈક્ષણિક પ્રવૃત્તિને ઈ.સ. ૧૯૬૧થી શરૂ થઈ ઈ.સ. ૨૦૧૨માં ૫૦ વર્ષ પૂરા થયાં છે. શૈક્ષણિક સેવાઓનું તેમનું અર્ધશતક આધુનિક સૌરાષ્ટ્રના શિક્ષણના ઇતિહાસનું એક સોનેરી પ્રકરણ છે. વર્ષ ૨૦૦૯માં ચાંપરડાના મુક્તાનંદ સ્વામીની જ્ઞાનતુલા કરી ગુજરાતના ૨૬૫ લેખકોએ લખેલા પુસ્તકો પ્રકાશિત કર્યા હતા. એ ગુજરાતી સાહિત્યની યાદગાર ઐતિહાસિક ક્ષણો બની રહેશે. તે ઘટનાનાં મૂળમાં ગિજુભાઈ ભરાડ રહ્યા છે. જૂનાગઢ એટલે ગઢ જૂનો ગિરનાર. આ પ્રદેશના પાજોદ ગામમાં તા. ૨૦-૦૮-૧૯૪૦ના રોજ ગિજુભાઈ ભરાડનો જન્મ થયો. રાજકોટ જિલ્લાના હડમતિયા ગોલિડા જેમનું વતન છે એવા આ શિક્ષણવિદના માતા હીરાબહેન અને પિતા કાનજીભાઈના સુપુત્ર ગિજુભાઈએ ફિઝિક્સ અને મેથ્સ વિષયો સાથે એમ.એસસી.નો અભ્યાસ કર્યો છે.

૧૯૬૧માં ભાવનગર જિલ્લાના ગઢડા સ્વામીના ગામે ગિજુભાઈએ ચંપાબહેન સાથે સંસારના શ્રીગણેશ કર્યા હતા. ચંપાબહેન બી.એ. સુધી ભણ્યા છે. ત્રણ સંતાનોમાં પ્રતીક્ષા, જતીન અને હિના છે.

ગિજુભાઈ સ્પષ્ટપણે માને છે કે, ‘કમ્પ્યૂટર યુગ ઉત્તમ યુગ છે. વિશ્વકક્ષાના તમામ વિકાસ સંદર્ભોમાં તેજગતિ આવી ગઈ છે. ‘સમય નથી’નો ડોળ કરનારા લોકો વાંચનનો સમય બચાવી શકતા નથી. પરંતુ ગિજુભાઈને ડિસ્કવરી જોવાનું વધુ ગમે છે. બાધા, આખડી, માનતા કે આસ્થામાં ન માનનારા તેઓ કોઈ ચોક્કસ વ્રતના અનુસંધાનને નહીં, પણ આરોગ્ય માટે કોઈક વખત ઉપવાસ કરે છે.

પાઠ, પૂજા કે ધાર્મિક વિધિ સામે તેમનો પ્રત્યુત્તર ખૂબ જ પ્રેરક છે : ‘બાળકો, તરૂણો, કિશોરો કે યુવાનોના વિકાસ માટે સતત વ્યસ્તતા એ જ પાઠ-પૂજા તથા ધાર્મિક વિધિ.’

ભારતના બધા જ તીર્થાટનો ઉપરાંત વિદેશોમાં પણ પ્રવાસો તથા પર્યટનો કરી ચૂકેલા ગિજુભાઈ લગભગ ચાલીસ સંસ્થાઓ સાથે સીધા જોડાણથી અને સોથી વધારે સંસ્થાઓ સાથે આડકતરી રીતે જોડાયેલા છે. તેઓને તેમની સાથે કોઈ યાદગાર અકસ્માત થયો હોય તેવો ખ્યાલ નથી. કુદરતની તાકાત પર પૂરો વિશ્વાસ ધરાવતા ગિજુભાઈએ અંધશ્રદ્ધા, ચમત્કારો તથા સામાજિક કુરૂઢિના ખંડન માટે અનેક કાર્યક્રમો આપ્યા છે અને લેખન કર્યું છે તથા વર્કશોપ-સેમિનારો પણ યોજ્યા છે. જાહેર કે ગુપ્તદાનની કોઈ વિગત તેઓ ક્યારેય જણાવતા નથી. અલબત્ત વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે સતત જાગૃતિ એ જ જીવન છે તેમ તેઓનું માનવું છે.

ગિજુભાઈ ભરાડ સાંપ્રત પરિસ્થિતિ માટે અને યુવાનોના વિકાસ અર્થે ખૂબ જ પ્રેરક છે. તેઓ કહે છે કે, ‘આજે યુવાનોએ માત્ર ડિગ્રીલક્ષી નહીં પણ વ્યવસાયલક્ષી બનવું જોઈએ. આવનારા દિવસોમાં નોકરીની તક ઘટશે. માતાપિતાએ પોતાનાં બાળકોને પ્રાથમિક શિક્ષણમાં જ પ્રેમ આપી, વાર્તા કહી સર્વાંગી વિકાસના પગરણ માંડવા પડશે. આજે લોકશિક્ષકો રહ્યા જ નથી. શિક્ષક લોકશિક્ષક બને તો પરિણામ ઉજ્જવળ જ આવે. મોબાઈલમાં કેટલી બિનજરૂરી વાતો થાય છે. વધુ વાતો, વધુ તર્કો, આજે રિસર્ચવર્ક પણ ઘટ્યું છે. બધાયે સતત પોતાના જ્ઞાનને અપગ્રેડ કરતાં રહેવું જોઈએ. પોતાનો જ સ્વાર્થ ન સાધવો જોઈએ.’

‘હકારાત્મક જીવન, સતત કાર્યશીલ રહેવું, અન્યને ઉપયોગી બનવું એટલે કે, પડેલાને ઊભા કરવા અને ઊભા થયેલાને ગતિમાં લાવવા, ગતિમાં રહેલાને સાચી દિશા બતાવવી’ એ ગિજુભાઈનો જીવનમંત્ર છે.

જે બળ્યું તે જ ફળ્યું !

ચલના જીવન કા નામ,

ચલતે રહો સુબહ-શામ !

જીવનસ્વપ્નની ફલશ્રુતિ એ છે કે, જે કંઈ સારું કે નરસું કાર્ય કરીએ છીએ તેનું ફળ અચૂક તેના જેવું મળે છે, એવો મત ગિજુભાઈ ધરાવે છે.

ગણિત-વિજ્ઞાનના ભેખધારી, ગુરુજનોમાં શિરમોર એવા અનેક અજાણ્યાના આંસુ લૂછવાનો રૂમાલ હાથમાં રાખનારા સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને મેડિકલ-એન્જિનિયરીંગમાં મોકલવામાં અગ્રદૂત અને વિદ્યાર્થી માટે અમાસની રાતના શુક્રતારક જેવા એકલવાયા પથદર્શક ગિજુભાઈ ભરાડ સાહેબ છે.

પોતાના વિદ્યાર્થીઓએ મેળવેલી બહુગામી સફળતાઓને કારણે ખરા યશના ગૌરવવંતા અધિકારી વિદ્યાવિદ્‌ તરીકે પ્રતિષ્ઠિત છે અને તેમાં સૌરાષ્ટ્ર-ગુજરાત આખાયના સુજ્ઞજનોની એકમતે સર્વસંમતિ છે.

નિવાસી શાળા-કૉલેજનું ઉચ્ચસ્તરીય શિક્ષણ આપનારી શ્રી ભરાડ વિશ્વ વિદ્યાપીઠ તેમનું એકલે હાથે પાર પાડેલું સાકાર સ્વપ્ન છે, જ્યાં તેઓ અહર્નિશ સરસ્વતીનો સમર્પણ યજ્ઞ ચલાવે છે. આ વિદ્યાપીઠ રાજકોટના નજીકના ત્રંબા ખાતેના કેમ્પસમાં જૂન ૨૦૦૯થી બે નવી કૉલેજો બી.એડ્‌. અને એન્જિનિયરીંગ કૉલેજ શરૂ થઈ છે. તેમની પાસે ટોચના વિષયનિષ્ણાત શિક્ષકોની દૃષ્ટિસંપન્ન ટીમ છે.

ભરાડ વિદ્યામંદિર તથા ભરાડ વિશ્વ વિદ્યાપીઠના યુનિટો તેમના યુવાન પુત્ર શિક્ષણવિદ્‌ જતીનભાઈ ભરાડ સંભાળે છે.

અર્ધજાગ્રત મનની શક્તિઓ, મેમરી, કારકિર્દી માર્ગદર્શન જેવા વિષયોમાં તેઓ આદ્યપ્રવર્તક છે અને રસનિષ્ઠ ઉત્તમ વક્તા છે. તેમના પરિસંવાદો-શિબિરોમાં જોડાવું તે જીવનપરિવર્તન દ્વારા સફળતાને આહ્‌વાન આપવા સમાન છે.

યુાવનોના, વિદ્યાર્થી-વાલીના પ્રિય ગિજુભાઈના દીર્ઘાયુ માટે શુભકામનાઓ.

ભરાડ સ્કૂલ્સ, ઇન્દ્રપ્રસ્થનગર, અક્ષરમાર્ગ, રાજકોટ.

મો. ૯૮૨૫૦ ૭૬૭૬૫

Email : gijubhaibharad@yahoo.com

સંદેશ :

ગિજુભાઈના સંદેશ એમ છે :

(૧) કમ્પ્યૂટર યુગ ઉત્તમ યુગ છે. વિશ્વકક્ષાના તમામ વિકાસ સંદર્ભોમાં તેજ ગતિ આવી ગઈ છે.

(૨) મને શું મળે છે એ મુખ્ય વાત નથી. જોવાનું તો આટલું જ કે હું શું આપું છું ? જે સતત આપતો રહે છે, તેનો આનંદ જુદો હોય છે, તેની કોઈ સીમા નથી.