Safal Swapnashilpio - 7 Amubhai Bhardiya books and stories free download online pdf in Gujarati

Safal Swapnashilpio - 7 Amubhai Bhardiya

સફળ સ્વપ્નશિલ્પીઓ

(પ્રેરણાદાયી વ્યક્તિચિત્રો)

નટવર આહલપરા

• પ્રકાશક •

ગુજરાતી પ્રાઇડ




© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


SAFAL SWAPNASHILPIO

By

Natvar Ahalpara


સફળ સ્વપ્નશિલ્પીઓ

(પ્રેરણાદાયી વ્યક્તિચિત્રો)

નટવર આહલપરા


© Gujarati Pride



પ્રથમ આવૃત્તિ : ૨૦૧૪

પ્રકાશક : ગુજરાતી પ્રાઇડ

અ...ર્પ...ણ

જાત ઘસીને રાષ્ટ્રની સંસ્કૃતિનું

રક્ષણ કરનાર સૌને.

‘સફળ સ્વપ્નશિલ્પીઓ’ પુસ્તકના લેખકનો પરિચય

નટવર આહલપરા

સ્વ. નર્મદાબેન તથા સ્વ. પુરુષોત્તમભાઈના સુપુત્ર નટવર આહલપરા મૂળ ભાવનગરના પણ ૨૮ વર્ષથી રાજકોટનો કર્મભૂમિ બનાવી છે. સામાજિક, સાહિત્યિક, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે તેમનું પ્રદાન ઘણું છે. આહલપરા મિલનસાર, હસમુખા, પરગજુપણાની ભાવના ધરાવતા સાહિત્યકાર, ઉમદા શિક્ષક, ઉદ્‌ઘોષક છે. પ્રતિષ્ઠિત સામયિકોનું સંપાદન પણ કરી રહ્યાં છે. ‘ગાંધીનગર સમાચાર’માં દર મંગળવારે ‘મોંઘેરા મોતી’, ‘જયહિન્દ’ દૈનિકની રવિપૂર્તિમાં લઘુકથા કૉલમ લખે છે.

‘શ્વાસ’, ‘કોરોકેનવાસ’ (નવલિકા), ‘હથેળીમાં નક્ષત્ર’, ‘ફણગો’, ‘ક્ષણે ક્ષણે સૂર્યોદય’ (લઘુકથા), ‘નિબંધ વિહાર’ (નિબંધ) અને ‘ખિલખિલાટ’માં (શિશુકથાઓ), ‘આપણે છીએ તો પરીક્ષા છે’ (નિબંધો), ‘અક્ષરોમાં આબ્લમ‘માં વ્યક્તિચિત્રોના પુસ્તકો પ્રકાશિત થયા છે. ચાર પુસ્તકો હવે પ્રગટ થશે. ચાર દાયકાથી પ્રતિષ્ઠિત સામયિકો, અખબારોમાં તેમની કૃતિઓ પ્રકાશિત ાય છે. ૧૫ નાટકોમાં અભિનય, ત્રણ નાટકોમાં દિગ્દર્શન કર્યું છે.

કલા, સાહિત્ય, શિક્ષણ, સંગીત, સામાજિક તેમજ સરકારશ્રીના કાર્યક્રમોમાં ‘પ્રવક્તા’ તરીકે સેવા આપનાર શ્રી આહલપરા આકાશવાણી-દૂરદર્શનના કલાકાર પણ છે. બી.એડ્‌.ની તાલીમ વિના ભાવનગર અને રાજકોટમાં ધો. ૧૦, ૧૨ તથા ય્.ઁ.જી.ઈ., ેં.ઁ.જી.ઈ. ના હજારો વિદ્યાર્થીઓનું માતૃભાષાથી ઘડતર કર્યું છે. આજે પણ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણાવે છે. ગુજરાત સરકારના નર્મદા અને કલ્પસર વિભાગમાંથી ૨૦૦૮માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. હાલ રાજકોટમાં શૈક્ષણિક વક્તા અને કાઉન્સિલર સેવાઓ આપે છે. તેમનો મોબાઈલ નં. ૯૯૭૪૦ ૦૯૦૪૨ છે.

- મહેન્દ્ર શર્મા

ગુજરાતી પ્રાઇડ,

અમદાવાદ

નિવેદન

સ્ફૂર્તિ, ખુમારી અને ગરિમાથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમી સફળ

થયેલા સ્વપ્નશિલ્પીઓ

અહીં પ્રેરણાદાયી જીવનચરિત્રો રજૂ કર્યાં છે. સ્ફૂર્તિ, ખુમારી અને ગરિમાથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમી ટોચ ઉપર પહોંચેલા સફળ સ્વપ્નશિલ્પીઓ છે. શિક્ષણ પાઠશાળામાં ક્યાંક ઓછું ભણેલા પણ જીવન પાઠશાળામાં વધુ ભણેલા શિલ્પીઓ છે; તો ભણતર અને ગણતરથી સફળતાના શિખર સુધી પહોંચનારા પણ છે. સંસ્કૃતિની અને રાષ્ટ્રની ધરોહર સમી આ પ્રતિભાઓ યુવા ઉદ્યોગકારોને, વિદ્યાર્થીઓને માટે પાઠ્યપુસ્તક બની માર્ગદર્શક બની રહેશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આજે ફાસ્ટ યુગ છે. સમય નથી. ઓછા સમયમાં લાંબું લાંબું નહીં પણ સંક્ષિપ્તમાં ઘણાં સંદેશ આપી જાય તેવા પાત્રો પ્રસ્તુત કર્યા છે. આશા છે કે તે સૌ આપના રાહબર અવશ્ય બનશે. અમદાવાદ પ્રેમ સાથે સંકળાયેલા મારા અને મહેન્દ્રભાઈના મિત્ર સુરેશભાઈ ઠક્કરનો વિચાર સાકાર થયો તેથી તેમનો પણ હૃદયથી આભારી છું. મને અને મહેન્દ્રભાઈ શર્માને સહકાર આપનાર સ્વપ્નશિલ્પીઓનો આભાર માનું છું.

- નટવર આહલપરા

તા. ૨૦-૦૯-૨૦૧૪

‘શ્રી પવનતનય’ ૩, વિમલનગર,

યુનિવર્સિટી રોડ, રાજકોટ-૫

મો. ૯૯૭૪૦ ૦૯૦૪૨

૩ રૂપિયાના રોજથી ૩૦૦ કરોડના પ્લાન સુધી પહોંચેલા ૭

ધોરણ જ ભણેલા ઉદ્યોગપુરુષ

અમુભાઈ ભારદીયા

એક રત્નકણિકા એમ છે,

‘અંતરમાં જે વિવેકબુદ્ધિ છે,

એ જ આપણા ગુરુદેવ છે.’

ઉદ્યોગવીર અમુભાઈ ભારદીયાને શું પ્રિય છે અને શું અપ્રિય છે ત્યાંથી જ એમના વ્યક્તિત્વને ઓળખવાના શ્રીગણેશ કરીએ. સાદુંકાઠિયાવાડી ભોજન, મ્સ્ઉ કાર, પ્રમુખ ગુજરાતી અખબારો, વિદેશની શિસ્ત અને સમય પાલન સાથે ચોખ્ખાઈ, ધંધા ઉદ્યોગમાં સાહસિક નિર્ણય લેનાર માણસો, મિત્રો માટે કંઈક કરી છૂટવાની તૈયારી, સ્વામી વિવેકાનંદના આદર્શ અને સત્ય બોલવું પ્રિય છે.

ખોટા બોલા માણસો, ગંદકી પ્રત્યે અને ગંદકી કરનારા પ્રત્યે નારાગજી, લૌકિક અને ક્રિયાકાંડોની રૂઢિ બદલાવી જોઈએ, હૉસ્પિટલમાં દર્દીની ખબર કાઢવા ટોળું જાય તે ખોટું છે, રજા અને ઉત્સવોમાં લોકો ખૂબ પૈસા અને સમય બગાડે છે. કુરિવાજો પાછળ થતો ખર્ચ બચાવી આરોગ્ય અને શિક્ષણ માટે દાનમાં આપવો જોઈએ. ધંધામાંથી ટેક્સના રૂપમાં ડોનેશન ફરજ સમજીને કાઢવું જોઈએ.

અમુભાઈની સંઘર્ષકથાનો નિચોડ એ છે કે, ‘જો તમે જિંદગીના પ્રારંભમાં શિક્ષણ મેળવી શક્યા ન હો તો વિકાસથી તમે વંચિત ન રહો. જિંદગીની યુનિવર્સિટીમાંથી શીખી તમે સફળ થઈ શકો છો. હા, તેના માટે કઠોર પરિશ્રમ અને સફળ થવાનું ઝનૂન જોઈએ.’

અમુભાઈ ભારદીયા માત્ર સાત ધોરણ પાસ છે, છતાં હિંમત, કોઠાસૂઝ અને અથાગ પરિશ્રમથી ૧૫૦ કરોડના ઔદ્યોગિક એકમ રવિ ટેકનો ફોર્જનું સર્જન કર્યું છે, જે ટૂંક સમયમાં રૂ. ૨૫૦ કરોડ સુધી પહોંચશે. કંપની આએધુનિક સી.એન.સી. પ્રોસેસ દ્વારા હોટફોર્જક અને ફિનિશ રીંગ્સના ઉત્પાદનમાં દેશ વિદેશમાં નામના ધરાવે છે. જીદ્ભહ્લ/હ્લછય્/્‌છ્‌છ/ ્‌છર્ઝ્રં-્‌ૈંસ્દ્ભઈદ્ગ સહિતની કંપનીએ ગ્રીનફ્લો અને ઝીરો ડિફેક્ટ સર્ટીફીકેટ આપ્યા છે. ગોંડલરોડ, પીપળીયા ટોલનાકાની બાજુએ જ પચાસ હજાર ચોરસવારમાં વિશાળ રવ ટેનકો ફોર્જ અવ્વલ કક્ષાનાં ઉત્પાદનનું ઉદાહરણ બન્યું છે. રવિ પોર્જ પહેલાં સૌરાષ્ટ્ર આર્યન ફોર્જિંગના નામે ૧૯૯૨માં સ્થાપિત થઈ હતી જે હાલ અમુભાના એકના એક પુત્ર રવિકુમાર ભારદીયાના અવસાન બાદ રવિ ટેકનો ફોર્જના નામે કાર્યરત છે.

લોખંડ ઓગાળી તેના ઉપર જબ્બર જાટકા ઝીંકી તેને શ્રેષ્ઠ રીંગ સ્વરૂપે બહાર લાવવાની પ્રક્રિયા જેટલી જટિલ છે એટલી જ અમુભાઈ ભારદીયાની બીઝનેસની સંઘર્ષ ખતઆ ફમ તડકી-છાંયડીવાળી છે, અનેક ફટકા ખાધા બાદ અમુભાઈ સફળ થયા છે, દેશની ખ્યાતનામ બીઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે તેમની સ્ટોરી કેસ સ્ટડી બને તેવી ઉદાહરણરૂપ છે. ઉદ્યોગ વ્યાપારના નવા સાહસિકોની આખી પેઢી માટે ઉદાહરણરૂપ બની શકે.

જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબાબંદર ગામે અમુભાઈનો જન્મ થયો. માતા કાનતાબહેન અને પિતા ખીમજીભાઈના બહોળા પરિવારમાં સૌથી મોટા પત્ર અમુભાઈએ સાતમાં ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ લીધું. આઠમા ધોરણમાં અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો હતો. પિતાજીના સુતારી કામના ધંધામાં શરૂમાં મદદ કરી, કંઈક કરવાની ધગશ સાથે ૧૮ વર્ષની વયે પોરબંદર ગયા. ઓધવજી વાલજી એન્ડ કંપનીમાં માત્ર ૩ રૂપિયાના રોજથી નોકરી મેળવી. અહીં ફેબ્રીકેશન અને ઇરેક્શનો બહોળો અનુભવ મેળવ્યો. ૧૯૭૩માં પરત લાંબા બંદર આવ્યા, તરત પિતાજીના ધંધામાં મદદ કરી. ૧૯૭૪માં હર્ષદ મિયાણી પુલનું કામ વીસનગર સેવા સરકારી મંડળીને મળતા તેમાં નોકરીનો અનુભવ કામ લાગતા પેટા કામ ઘણું મળ્યું. પરિસ્થિતિ સુધરી. બાર સભ્યોના પરિવાર માટે પાકા સ્લેબવાળા મકાન બનાવ્યા.

૧૯૭૫માં પોરબંદર પંથકમાં જોરદાર વાવાઝોડં આવ્યું. પોરબંદરમાં પદુભાઈ રાયચુરાની કેલ્સાઈન બોક્સાઈટ ફેક્ટરી પડીને પાધર થઈ ગઈ. પારિવારિક સંબંધના કારણે પદુભાઈએ ફેક્ટરી ઊભી કરવા અમુભાઈને બોલાવી લીધા. દોઢ વર્ષની સખત મહેનત કરી ફેક્ટરી ઊભી કરી ત્યારે છઝ્રઝ્ર માં સમેન્ટ એન્જીનિયર સાથે ઓળખાણ થઈ હતી. અમુભાઈનાં કામથી પ્રભાવિત થઈ તેમણે છઝ્રઝ્ર માં કોન્ટ્રાક્ટનું કામ આપ્યું.

એ સમયે ઈન્ડિયન રૅયોનના કોન્ટ્રાક્ટની જાહેરાત વાંચી પણ પૈસા ન હતા, નામ નહોતું, આટલી મોટી કંપનીમાં કામ મળે તેવા કોઈ ચાન્સ નહિ. પણ હિંમત અમુભાઈની ગજબની, ચીફ મેનેજર સામે જઈને બેસી ગયા. કામ લીધે છૂટકો. કામ તો મળી ગયું. પણ હવે પૈસા ક્યાંથી કાઢવા ? પદુભાઈ રાયચુરા અને તેમના પિતાના મિત્ર જેન્તીભાઈ દરજી પાસેથી બે-પાંચ હજાર ઉધારીએ લાવ્યા. રૂમ પાર્ટનર નટુભાઈ વિરમગામાને ભાગીદાર બનાવી ૪૫ દિવસની સમય મર્યાદામાં કામ પૂરું કર્યું. અન્ય કંપનીએ ૫૫ હજારનું ક્વોટેશન ભર્યું હતું તે કામ અમુભાઈએ રૂ. ૧૩,૨૦૦/-માં કરી બતાવ્યું. છતાં રૂ. ૨,૦૦૦/-નો રોકડો નફો થતાં હિંમત વધુ ખીલી. ૧૯૭૯ની સાલમાં મીઠાપુર ખાતે રંજનબેન સાથે લગ્ન થયાં. તેમના પગલાં જાણે કે લક્ષ્મીના પગલાં થયા. કોન્ટ્રાક્ટ કામો ખાસ તો નર્મદા સિમેન્ટ, સિધ્ધી સિમેન્ટ, અંબુજા સિમેન્ટ મળવા માંડ્યા. ચાર ભાઈઓ અમુભાઈ, જગદીશભાઈ, શાંતિભાઈ અને રાજુભાઈનો સંપ ગજબનો. આજે પણ એક બીજા ઉપર મરી પડે. અમુભાઈના સંઘર્ષની સફળતાનું બળ ભાઈઓ જ છે.

અહીં મને વિનોબાભાવેની વાણી યાદ આવે છે,

નિર્ભયતાનાં બે પાસાં છે -

બીજા ને ડરાવવું નહીં અને બીજાથી ડરવું નહીં.

આ ફોર્જિંગ યુનિટ દિવસે ને દિવસે ધમધમવા લાગ્યું છે. કહેવત છે ને કે, ‘સારા કામમાં સો વિઘ્નો’, અમુભાઈ અનેક વિઘ્નોમાંથી પસાર થતા હતા. જેમ કે ૨૦૦૫થી ૨૦૦૮માં ભયંકર મંદીએ ભરડો લીધો. કંપની ઉપર ઘણી માઠી અસર થઈ. પણ અમુભાઈના લડાયક મિજાજથી તેઓએ હથિયાર હેઠા ક્યારેય મૂક્યા નથી. બેન્કના અધિકારીઓ, મિત્રો અને ભાઈઓ મદદે આવતા ફક્ટરી આપત્તિમાંથી બહાર નીકળી ગઈ. માંદી પડેલી ફેક્ટરી ફરી ધમધમતી થઈ ગઈ.

આવી પરિસ્થિતિનાં ફળ સ્વરૂપે અમુભાઈ કહે છે કે, ‘કુટુંબ, મિત્રોનું સંગઠન હોય ત્યારે વિકટમાં વિકટ સ્થિતિમાં નાદુરસ્ત માણસ બેઠો થઈ જાય છે.’

રવિ ટેનકો ફોર્જ નવા પ્લાન્ટમાં પ્રતિમાસ ૨૫૦૦થી ૩૦૦૦ ટનની ક્ષમતાએ પહોંચશે. સ્છદ્ગર્રૂં જાપાન તથા હોટ ફોર્મસ મશીન જીછદ્ભછસ્ેંઇછ જાપાન, કોલ્ડ રોલિંગ મશીન દ્ભરૂતન્ જાપાન, તથા ઝ્રદ્ગઝ્ર ટર્નિંગ લેથ મશીન ર્ડ્ઢંર્ંજીછદ્ગ કોરિયા તથા ચાયનાથી હોટ રીંગ રોલિંગ મશીન આયાત કર્યા છે.

હાલમાં રાજુભાઈ પરદેશના પ્રવાસ કરી નવી ટેકનોલોજીના ઓટોમેશન માટે વિચારીને આગળ વધી રહ્યા છે. ૧૫૦ કરોડના ખર્ચે પ્રથમ તબક્કાનું કામ પૂરું થયું છે. જે હવે કંપની બીજા તબક્કામાં ૧૦૦ કરોનડું મૂડી રોકાણ ચાલુ છે. ૨૦૧૪-૧૫માં વદુ ૨૫૦ કરોડના રોકાણ સાથે એમ કુલ રોકાણ ૫૦૦ કરોડ એમ મળી વિશ્વના બેરીંગ રિંગ્સ અને ઓટોમેટિક પાટ્‌ર્સના ઉત્પાદક રવિ ટેકનોફોર્જ સરજની જેમ ઝળહળી ઊઠશે. વર્ષ ૨૦૧૬ સુધીમાં વદુ ૧૦૦૦ લોકોને રોજગારી પ્રાપ્ત થશે. હાલમાં છસ્સો લોકોને રોજી મળે છે.

રાજુભાઈનું ઈજનેરી જ્ઞાન અને અમુભાઈની હિંમત આજે ફેક્ટરીને ઊંચાઈ તરફ લઈ જઈ રહ્યા છે. વિવેકાનંદને આદર્શ ગણતા અમુભાઈનો જીવન મંત્ર છે, ‘છ ઉૈંન્ન્ ઉૈંન્ન્ હ્લૈંદ્ગડ્ઢ ્‌ૐઈ ઉછરૂ’ ‘મન હોય તો માળવે જવાય.’ વિદેશની તેમની સફર અને ભણવા કરતા ગણવાનું સારું હોવાથી તેમનું વિઝન સમાજ સુધારક જેવું છે. ૨૫-૪-૨૦૦૮ના રોજ તેમના યુવાન પુત્ર રવિભાઈનું અકાળે અવસાન થતાં પુત્રના અવસાનનો શોક ઘણો. પણ આ ઘટનાને અંગત ગણી આગળ વધ્યા. પુત્રના અવસાન બાદ લૌકિક અને કર્મકાંડ બંધ રાખ્યા.

આજે રવિ ટેકનો ફોર્જનું અમુભાઈ અને રાજુભાઈ હેન્ડલિંગ કરી રહ્યા છે તેમ જગુભાઈ અને શાંતિભાઈ આ પરિવારનો પાયાનો બિઝનેસ સિમેન્ટપ્લાન્ટ, પાવરપ્લાન્ટ અને બોક્સાઈટપ્લાન્ટને મેન્ટેન કરવાનું એ પણ ઓલ ઈન્ડિયા લેવલે ૩૫૦ માણશોના કાફલા સાથે સંભાળી રહ્યા છે. અને તેઓએ ખૂબ જ નામના સાથે ચાહના મેળવેલ છે.

એમનો જીવનમંત્રમાં સારા વિચાર રાખવા તે આંતરિક સુંદરતાની નિશાની છે. સુંદર ચરિત્ર એ તમામ ચરિત્રમાં સૌથી સુંદર કળા છે. ધ્યેય વિનાનું જીવન સરનામાં વગરની ટપાલ જેવું છે. દુનિયામાં કોઈપણ ચીજ પૈસાથી મળે છે પણ હિંમત પૈસાથી મળતી નથી.

આવા જીવનમંત્રના સર્જક ૩ રૂપિયાના રોજથી ૩૦૦ કરોડના ઇન્ડસ્ટ્રીયલ એકમના સર્જક એટલે અમુભાઈ ભારદીયા.

મો. નં. : ૯૮૨૫૦ ૭૪૬૯૪

Email : akb.rtl@gmail.com

સંદેશ :

અમુભાઈ સંદેશ આપતા જણાવે છે કે, ‘જો તમે જિંદગીના પ્રારંભમાં શિક્ષણ મેળવી શક્યા ન હોત તો વિકાસથી તમે વંચિત ન રહો. જિંદગીની યુનિવર્સિટીમાંથી શીખી સફળ થઈ શકો છો. હા, તેના માટે કઠોર પરિશ્રમ અને સફળ થવાનું ઝનૂન જોઈએ.’