Hey, I am reading on Matrubharti!

ઝૂંટવી લેવું સહેલું છે..
પામવું અઘરું છે..

માંગી લેવું સહેલું છે..
સામે થી આપી દેવું અઘરું..

રાખી મૂકવું સહેલું છે..
જતું કરવું અઘરું..

રડી લેવું સહેલું છે..
અમસ્તાં હસતા રેવું અઘરું..

"બ્રિજ રાજ"

Read More

"TRUST LINE"

એક મસ્ત વિચાર આવ્યો છે...બાળપણ જ્યારે આપણે vedio game...રમતા તા ત્યારે....લાઈફ લાઈન આવતી હતી...3 કે 5... યાદ છે..

એવી જ રીતે જીવન માં પણ trust line...મળતી હોય છે...1 ,2 ,3 કે વધારે...કે એક પણ નઈ...depends on relationship ( husband -wife, best friend, worker - boss, with parents, with brother sister, with in laws)... એમાં જ્યારે પણ ભૂલ થતી હોય એમ એક એક trust line... ઓછી થતી જાય...એમ જ્યારે પણ કઈ સારું કરીએ તો...trust line વધે પણ ખરી...

બસ ...કહેવાનું એટલું જ કે ....તમારી trust line ને ખુબ ધ્યાન થી સમજી ને વાપરો ...કારણકે તમને ખબર નથી કે ક્યારે તમારી પાસે કેટલી trust line બાકી છે...કોઈનો વિશ્વાસ જીતવો સહેલી વાત નથી...એવી જ રીતે તમારી કોઈ ભૂલ થી ક્યારે તમારી પર નો વિશ્વાસ કોઈ નો ક્યારે તૂટી જશે પણ નહિ ખબર પડે...

બ્રિજ રાજ

Read More

"પ્રમ માં મૂર્ખ બનતો વ્યક્તિ હંમેશા લાગણીઓ અને દિલ જીતાવાં માં ચતુર હોય છે"

#મૂર્ખ

હું રિસાયો નથી....બસ માનવા નથી માંગતો
કારણ બસ તું જ છે..

હું કહીશ નહિ ને ...તો પણ તને સંભળાય જશે
કારણ બસ તું જ છે...

ખોટું બોલી નહિ શકું...સાચું તને સંભળાવું નથી
કારણ બસ તું જ છે...

તને મળવું તો બવ જ છે...પાછું વિખૂટું નથી પડવું
કારણ બસ તું જ છે...

ચહેરા પર સ્મિત તો લાવી દીધું છે... આંસુ ને કેમ કરી રોકું...
કારણ બસ તું જ છે...

"બ્રિજ રાજ"

Read More

તારા થી હું જુદો નથી
તુજ માં જ હું સમાયેલો છું

અલગ થવું જ હોય તો કરી જો કોશિશ
તને પરવાનગી આપવા ની તાકાત નથી.

મારા માટે વિચારતો હોત તો જવા પણ દેત તને
તારા માટે વિચારતો હું...કેમ ના રોકું તને

લોકો કહશે કે હું સ્વાર્થી છું મારા માટે,
એમને ક્યાં ખબર .. નિસ્વાર્થ પ્રેમ છે તારા માટે

"બ્રિજ રાજ"

Read More

" ચલાવ તું...નહિ પડવા દવ" ત્યારે
પહેલીવાર જાતે સાયકલ ચલાવતા શીખ્યો હું.

"કઈ વાંધો નહિ.. બીજી પરિક્ષા માં વધારે મહેનત કરજે" ત્યારે
પહેલીવાર પરિક્ષા માં પહેલો નંબર લાવી શક્યો હું.

" કેમ મુંજાય છે...તારો બાપ હજુ બેઠો છે." ત્યારે
દુનિયા નો સામનો કરતા શીખ્યો હું.

" આવ મારા દીકરા " ..કહીને પ્રેમ થી ગળે લગાવે ત્યારે
ઝીંદગી ની બધી જ ખુશી ને પામતો હોવ હું.

વૃક્ષ ની જેમ અડીખમ ઉભા રહીને
આજે સમજાય છે..પિતા કેમ બનાય છે?

Thank you ..Papa..for everything
Happy birthday... Many Many Returns of the Day...🍁🍁🍁

"બ્રિજ રાજ"

Read More

"કોઈ અર્થ નથી."

તારા વિના મારા હોવા નો કોઈ "અર્થ " નથી
"તું" છે તો " હું" છું...બાકી આ જીંદગી નો કોઈ અર્થ નથી.

તારા શ્વાસે મારો શ્વાસ
તારા ધબકારે મારો ધબકાર
બાકી આ દિલ એમનું એમ ચાલે...એનો કોઈ અર્થ નથી.

તારા સંગાથ થી છે આ સાથ
તારા પ્રેમ ની છે એક આશ
બાકી મારા જીવન માં છે શું....
એવી નીરસ જીંદગી નો ......... કોઈ અર્થ નથી.

તું હસે તો જીવન ખીલી ઉઠે
તું થાય નારાજ તો જીંદગી રૂઠે
તારા વિના ની એ સાંજ નો....કોઈ અર્થ નથી.

તને જોવું છુ એ મન ના અરીસા માં
તારી છબી સમાયેલી છે એ દિલમાં
હવે તારા જવાનો ....કોઈ અર્થ નથી.

તને ખુશ રાખીશ
તને બહુ જ સાચવીશ
તારા માટે તો બધું જ છે...
સાબિત કરવાનો .......કોઈ અર્થ નથી.

" બ્રિજ રાજ"

#અર્થ

Read More

સરસ ચાલો....આજે શીખી તો ગયો..

મારા વિશ્વાસ ની જરૂર તો હતી જ તમને
કેવી રીતે તૂટી ગયો એ???...આજે શીખવાડ્યું તમે

પ્રેમ ની મીઠી ફાચર મારી તો ખરી દિલ માં
કેવી રીતે ચુભસે હવે એ??... આજે શીખવાડ્યું તમે

હશે હવે ....જે ધાર્યું ભગવાને તે થયું
કેવી રીતે કોઈને તકલીફ આપવી???...આજે શીખવાડ્યું તમે

રહી હશે તમારી કોઈ મજબૂરી એમ લાગે છે
કેવી રીતે "ના" પડાય?...આજે શીખવાડ્યું તમે.
#શીખો

Read More

માત્ર ને માત્ર તારી ખાતીર
હું હાજર છું ...માત્ર તારી ખાતીર

કોણ કહે છે પ્રેમ બધા ના માટે સરખો હોય છે
પ્રેમ તો પ્રેમ છે એમ માની લીધું...માત્ર તારી ખાતીર

શબ્દો નો છું રચનાકાર હું
અર્થ તો નીકળે છે ...માત્ર તારી ખાતીર

જાણતો તો હતો "પ્રેમ સાગર" માં ડૂબવું નક્કી જ છે..
લાગણી ના એ દરિયા માં તણાયો...માત્ર તારા ખાતીર

વિરહ ની આ વેદના સહન તો કરવી જ રહી..Brij
નીંદ પણ તું ક્યાં પૂરી કરીશ ...માત્ર મારી ખાતીર

અફસોસ નથી એ " જીંદગી" મને મારી જાત પર
તારી આપેલી "તકદીર" પણ સ્વીકારી છે..માત્ર એની ખાતીર

#માત્ર

Read More

भले ही आज वक्त हमारा नहीं
हम इस वक्त को भी हरा देंगे..

दुआ है हमारी उन जांबाजों के लिए....
हम उन्हें भी बचा लेंगे...

बस इतनी सी है ...विनती है आपसे
अपने घर में ही अपने आप को रोक लेंगे...

चलो एक और प्रण लेते है
नहोगे शिकार उस "कोरोना" से ..ना किसीको होने देंगे
जय हिंद...!!!

ब्रिज राज

#शिकार

Read More