I am me and nothing more

કેટલીય લાગણીઓ એવી છે
જે શબ્દોમાં રૂપાંતરિત થતી નથી,
અંતરમાં જે વહે છે ક્યારેક
વેદનામાં સહી છે એવી અનુભૂતિ
અહીં લખાતી નથી,
દુનિયામાં અગણિત સંબંધો જોયા પછી
મારા મૌન રહેવાની કળા મને
સમજાતી નથી,
ઉડું છું હું મારા મનના ખુલ્લા આસમાનમાં
આ વાસ્તવિકતાની દુનિયા હવે
મને ગમતી નથી,
અનુભવવા તો માત્ર એક જ એહસાસ
પણ છે પૂરતો
સ્વાર્થના સંબંધોમાં સમય વિતાવવો
જરૂરી નથી,
સ્વયંના અસ્તિત્વ પર ટકી રહું બાકી
ત્યાં પહોંચ્યા જેવી મંઝિલ
બીજી કોઇ નથી..
- ચૈતાલી કાપડિયા

Read More

તું છે ફક્ત બસ તું જ છે.,
તારા આશરે જ હું છું,
નથી કાલની કોઈ ફિકર કે કોઈ અસર
તારી જાદુગરીની છે મને ખબર,
ના હારી છું ના તું હરવા દઈશ
કોઈ કાળે મને નઈ તું નમવા દઈશ,
અનુભવથી તને જાણું છું
તેથી જ તારા ફેસલાને હું માનું છું,
હું તો ફક્ત પામર જીવ
તું જ છે આખી દુનિયાની નીવ,
પડછાયો બની તું મને ઉગારે
ઢાલ બની મારી રક્ષા કરે,
છતાં પણ હું ભૂલો કરું અને તું સુધારે
નથી મારે તારાથી કોઈ વધારે,
હે ઈશ્વર તું જ મારી તાકાત છે
મારી અંતરઆત્મા છે
હું તને બહાર કેમ શોધું?
તું મારામાં જ છે..
- ચૈતાલી કાપડિયા

Read More

હવે બધું જ નજરઅંદાજ કરી મારા અંદાજ પ્રમાણે જિંદગી જીવવી છે..

થોડું છે અને થોડું મળી જાય
આમ જ હસતા હસતા જિંદગી પસાર થઈ જાય,
આ જીવન તો છે ખૂબ અટપટું
ક્યારેક દર્દ મળે તો ક્યારેક અપાર સુખ પણ મળી જાય,
જીવનનો સંપૂર્ણ સાર સમજતા સમજતા ક્યારેક એવું બને કે માત્ર
કલ્પના પણ હકીકતમાં ફળી જાય,
આમ ને આમ ભટકતા ભટકતા જે શોધીએ છે
શું ખબર કદાચ એ આપણી ભીતરમાં જ મળી જાય

Read More

જ્યારથી મારા એકાંતમાં હું મસ્ત છું.,
ત્યારથી જિંદગીથી કોઈ ફરિયાદ નથી,
હજારો પક્ષીઓનો શોરબકોર અને
સાગરની લહેરો સાથેનો વાર્તાલાપ
જે ખુશી આપે છે,બીજે ક્યાંય નથી,
ક્યારેક વ્યસ્તતાએ માઝા મૂકી હતી જિંદગીમાં,
પણ જ્યારે ભીતરથી પરિચિત થઈ તો
દુનિયાની હવે કોઈ ફિકર નથી,
હવે સંબંધોના સરવાળા-બાદબાકી મને
નથી ફાવતા, પણ એકાંતમાં મારી હાજરી
મહેસૂસ કરું,એવી બીજી કોઈ
અનુભૂતિ નથી,
ભીડમાં રહીને પણ ભીડથી અલગ રેહવું
એના જેવો બીજો કોઈ અનુભવ નથી..
- ચૈતાલી કાપડિયા

Read More

ફરીથી મળીશું એ જ જુના મોડ પર.,
નવી કહાની બનીને..

તને હંમેશા મારા વિચારોમાં રાખું.,
એનાથી મોટો મારા પ્રેમનો શું પુરાવો આપું?

જિંદગી તને જેમ જેમ સમજતી જાઉં
એમ એમ અલગ લાગતી જાય છે.,
લાગણી બોલી શકતી નથી અને
ઘડિયાળનો સમય વીતી જાય છે.,
ખોવાઈ ગઈ છું, ક્યારેક અટવાઈ જાઉં છું.,
પ્રેમથી કોઈ સમજાવે તો માની પણ જાઉં છું..
સુખ-દુઃખના તડકા છાંયડા
જીવનનો સંઘર્ષ સમજાવી જાય છે.,
મન મૂકીને જીવી લઉં
બાકી આ જીવનનું રહસ્ય તો વધતું જ જાય છે...
-ચૈતાલી કાપડિયા

Read More