Artist /Professional Writer/Social Worker/Engineer at Atos/Motivational Trainer/YouTuber/OpenMic Performer/Columnist. તમારા પ્રતિભાવો મને 9601361817 પર મોકલી શકો છો.. અને મેઈલ પણ કરી શકો છો.. chavdagirimal@gmail.com

આમ તો જીંદગી ,જીંદગી માં ઘણા માણસ જોયા,
થોડા દિલથી સાચા તો થોડા મનથી ખોટા જોયા.

તનતી થી બાંધેલા સબંધો મનથી ધોવાતા જોયા,
હસતા ચહેરાની પાછળ આંખોમાં આસું જોયા.

વસંતને માણતા વૃક્ષોને લીલાછમ ઉગતા જોયા,
ખરતા જ્યારે પાન ત્યારે પાને પાને જીવ જોયા.

અગનપંથી વાટ પર ચાલતા ગુમનામ મુસાફરો જોયા,
પ્રેમતણા દરિયામાં મોજથી ઉછળતા મોઝા જોયા.

ગગને મઢેલ કાળા ડિબાંગ વાદળોને વરસતા જોયા.
મૃત્યુના ખેલ-ખેલ રમતા રમતા "ગીરી" પડકાર જોયા.

ગિરિમાલસિંહ ચાવડા "ગીરી"

Read More

આજ ચાંદ ભી કિતના ખુબસુરત નિકલા હૈ,શાયદ ચૂપકે સે તુજે દેખ લિયા હોગા.

ગિરિમાલસિંહ ચાવડા "ગીરી"

"કવિ બને છે,"

જન્મથી જીંદગી જ્યારે ઉગી નીકળે.
ત્યારે માણસ કવિ બને છે.

શરું થયેલ વિચાર જ્યારે  અંતે પીગળે.
ત્યારે માણસ કવિ બને છે.

પરોઢે રવિ સોનેરી કિરણ સંગ નીકળે,
ત્યારે માણસ કવિ બને છે.

પ્રેમના પ્રાંગણ જ્યારે પ્રણય બની ઝળકે,
ત્યારે માણસ કવિ બને છે.

જીંદગીની જંગ જ્યારે યુદ્ધે ચડી પ્રારંભે,
ત્યારે માણસ કવિ બને છે.


✍️ગિરીમાલ સિંહ ચાવડા "ગીરી"


#પ્રારંભ

Read More

રમત છે તારી ને મારી રમવાનું છે તારે મારે.
ખાતું હંમેશા રહશે સરભર બરોબર.
#બરાબર

જીદંગી માં બધું ચાલતું રહે બરોબર,
મુશ્કેલીઓ ભાગતી રહે બરોબર.


#બરાબર

#આદર

આદર એક છોડ સમાન,
જે કરે તેને મળે મીઠા ફળ અને માન.


ગિરિમાલસિંહ ચાવડા "ગીરી"

#ઘોષણા

કર કંઈક એવા એલાન જીંદગી, જેમાં જીવવાની મજા અલગ હોય.

#ઘોષણા

જિંદગી હંમેશા તેના અંતરાત્મા નો ઘોષણા નો અવાજ સાંભળતી હોય છે.

ગિરિમાલસિંહ ચાવડા ગીરી

ભૂલી રહ્યોં છું આજકાલ હું ખુદ ને,
જ્યારે મારી હર એક સવાર માઁ તારા ચુંબનથી થતી

ગિરિમાલસિંહ ચાવડા "ગીરી"

#ચુંબન

Read More

શીર્ષક : "જિંદગીનું સમુદ્રમંથન"

શુ કહું એ જિંદગી કશું સમજાતું નથી,
દુનિયાથી પરે થઈ મંજલે જવાતું નથી.

પ્રેમ મોટો કે માન કાંટે કદી તોલાતું નથી,
હું મોટો કે અહંમ કોઈ ખુદને પૂછતું નથી.

પાપરૂપી મકાનને બારણું દેવાતું નથી,
સાચી રાહ નું કોઈ સરનામું દેખાડતું નથી.

ગમેતે હોય સામે "ગીરી" હવે જુકવું નથી,
પ્રસ્તાવનાથી અંત સુધી પૂર્ણવિરામ રાખવો નથી.

✍️ગિરીમાલ સિંહ ચાવડા "ગીરી"

Read More