ચેહરાની પાછળ કેટલા ચેહરા હસતા.. રડતા.. મુંજવણ ભર્યા.. સંઘર્ષ કરતા.. પણ બધાને તો એક જ ચેહરો દેખાય હસતો..

-Chhaya

વધારે મીઠાશ સબંધોને કડવા કરી દે છે

-Chhaya

હું તારું આભ બની મારો પ્રેમ વર્ષાવી દઈશ અને તું એ પ્રેમની ભીનાશને પારખી નહીં શકે. હું તારી પાછળ ચાલીશ અને તું મારી છાયા થી પણ દૂર હોઈશ

-Chhaya

Read More

હું સ્ત્રી છું
મારો રંગ કેવો છે મારો દેખાવ કેવો છે..
હું કેવા કપડાં પહેરું છું
હું કોની સાથે વાત કરું છું કોને મળું છું.. હું કેટલા વાગે ઘરે એવું છું
મારાં કેટલા પુરુષ મિત્ર છે.. એમની સાથે મારે કેવા સબંધ છે
એ બધા જ મારાં પ્રશ્ન છે.
આ પ્રશ્નના જવાબ મારે કોઈને આપવાની જરૂર નથી. મારે કોઈની પાસેથી મારાં ચરિત્રનું પ્રમાણપત્ર નથી જોઈતું..
હું સ્ત્રી છું...જેટલો હક પુરુષને છે એટલો જ હક સ્ત્રીને છે..
કારણ કે હું સ્ત્રી છું..

Read More

મારો દેશ પુરુષપ્રધાન દેશ છે.. એ ક્યારે પુરુષનું માથું શરમથી ઝુકવા જ નહીં દે.. એમને બધું જ કરવાની છૂટ છે.. સ્ત્રી ઉપર હાથ ઉપાડવાની એની સાથે બળજબરી કરવાની સ્ત્રીની ઇજ્જ્ત ના કરવાની અને એ બધું બહુ જ ઓછું હતું તો બળાત્કાર કરીને નાસી છૂટવાની પણ છૂટ છે.. ભૂલી ગયા કે એજ સ્ત્રીની કોખએથી જન્મ લઈને તમે આ દુનિયા જોઈ છે

Read More

ક્યારેક તમારી ખુશી

કોઈના આંશુઓનું કારણ બની શકે છે.. ક્યારે તમારી ખુશી.. મજાકના માટે કોઈના જીવનને હાસ્ય ના બનવતા

-Chhaya

Read More

મોબાઈલથી લોકો નજીક તો આવી ગયા છે. પણ હૈયાંથી દૂર થઇ ગયા.. હવે સબંધઓ માં પેલા જેવી વાત જ ક્યાં.. કે કોઈ ના સંદેશ માટે રસ્તા ઉપર નજર ઢાળીને પોસ્ટમેનની રાહ જોવાતી એક સંદેશ માટે..
#પોસ્ટમેન

Read More

જાળ તો શબ્દોની છે.. ક્યારેક ગણું બધું બોલવાનો અર્થ પણ ના સમજી શકે તું અને ક્યારેક હું કઈ પણ ના બોલું અને તું ગણું બધું સમજી જાય.

-Chhaya

Read More

લોકો પાસેથી મારે વળતર નથી જોઈતું પ્રેમનું પણ તારી પાસેથી તો મારે વળતર સાથે વ્યાજ પણ જોઈએ છે

-Chhaya

એણે મને કહ્યું કે હું એણે સમજતી નથી.. પણ એણે કોણ સમજાવે કે મારી દરેક વાતમાં એ ના હોવા છતાં પણ એ હોય છે.. મારી તો દરેક વાત એનાથી શરૂ થાય છે..

-Chhaya

Read More