કલમનો કારીગર

અરમાનો ઘણાં નુકશાનમાં ગયા,
તમે વાત જ્યારે નફાની કરી...
હસતાં તો કહી દીધું હા હો!
પણ ભરી આંખો માંથી ધાર સરી...
તમે મસ્ત મીજાજી પુરા જોશમાં,
કેટલાય સપનાઓ ની વાત કરી....
જરા અહિંયા તો પુછો કેવા હાલ છે,
પુછો તમે વાત કેવી ખરી કરી...
આ'તો હસતાં સાંભળી લીધું બધુ,
બાકી ભાવનાઓ જાતી કંઈક કરી...
#નુકસાન

Read More

નવ આશા સભર સવારથી માંડી,
કંઈક નીરાશા ભરી સાંજ જોય છે
એમ કાંઈ સરળ હોતું નથી,
કંઈક અવરોધોની ભરમાર જોય છે
કેમ કેમ દોડયા એને જ ખબર પણ,
એ આંખોની ભીનાસ જોય છે
હશે હવે અવરોધની ઝંઝટ મોટી કૈક,
એની સામે હિંમત તણી દાઝ જોય છે
હા હોય છે સંઘર્ષ રસ્તાઓ પર,
પણ કહેવા દી'યો લાખ વાર મને કે
અવરોધો ના છબછબીયાથી,
સફળતાની બરસાત જોય છે.....


#અવરોધ

Read More

સામાન સન્માન નો લાવ્યો છું,
કહો તો ગોઠવી આપું...
સામાન પ્રેમની પેટી મા લાવ્યો છું,
કહો તો ખોલી આપું...
સામાન તો સજાવટનો પણ લાવ્યો છું,
કહો તો સ્મિત સાથે જોડી આપું...
શું હવે કાંઈ ઘટે છે સામાનમા? ,
કે પછી સપનાઓ સાથે સોદો કરી નાખું.....
#સામાન

Read More

આજે પણ ઈ વાત અધૂરી છે
તમે કરી, મેં પણ કરી, તોય કયાં પુરી છે...
કેમ? હતો જ ને મસ્ત માહોલ તે દી પણ
તોયે વાત તો અધુરી ને અધુરી જ છે...
એવું કે'તા ના કે મને ગમતી નો'તી
એની તો વાત જ કંઈક જુદી છે...
હવે તમે કરો તો ખરા એને પુરી
તમારે માટે તો કાંઇ નઈ, પણ મારા માટે જરૂરી છે......
આજ પણ ઈ વાત અધુરી છે......

Read More

हर गम को भूल जाएगे, हर पल को अब मनाएंगे
यू तो बहोत जिया, पर अब ओर जी के दिखाएंगे
मुश्किलें ढेरों क्यो ना हो सामने,
अब तो उसमे भी हँसके दिखाएंगे.......

आपको और आपके परिवार को नए शाल की हार्दिक शुभकामनाएं...और इस साल ढेर सारी खुशियाँ आपकी महेमान बने।....

સાલ મુબારક સૌને ???

Read More

ना निकले जब तक आँसू,
तब तक दुनिया मानतीं नहीं
बिना आंसू भी सह लेते है,
यह हुनर हमारा जानती नहीं
खेर रो भी लेंगे समय आने पे,
कम्बख्त वो सामने आती नहीं.....

Read More

કલમ ને હાથ મા લીધી તો તારું નામ લખાણુ
હસવું નહોતુ એ પળ છતા હસાણુ
આજકાલ તારી જ તો અસર છે
ખોજુ છુ ખુદ ને હું, જાણે કયાં ખોવાણુ?.....

Read More

तुम थे तो खुद पे नाज़ था
तुम नहीं तो खुद एक राज सा।
अब सुलझा लिया है खुदको मैंने
जो पन्ना नहीं तेरी किताब का।

Read More

નથી કરવો છતા કરવો છે એજ તો પ્રેમ...

પુત્ર થઈ તુ દેવકીનો, માં યશોદાનો પણ લાલો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

ગોપીઓ સાથે રાસ રચી ,તું રાધાને પણ વાલો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

રંગે રંગાઈ રાધાજી ના, તુજ તો એને છોડી જનારો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

ગોવર્ધન ઉપાળી તે આંગળીએ, તુજ કંસ હણનારો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

યથાર્થ કરી મિત્રભાવ ને, તુજ સુદામાને ભેટી જનારો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

વસ્ત્રો હરી તે ગોપીઓ તણા, પાંચાલીના ચીર પણ પુરનારો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

તોતિંગ યુદ્ધના શંખ ફુકયા ઘણા, રણ મેદાન છોડી પણ જનારો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

દ્રોપદી નો તુ શખા ખરો, બેન સુભદ્રા માટે લડનારો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

હતો તુ પાંડવ પક્ષમાં, તું કર્ણપક્ષનો પણ ખરો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

શાંતિદૂત થયો તુ મહાભારતનો, કુરુક્ષેત્રે તુજ અર્જુનને સમજાવનારો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

શસ્ત્રહીન ની પ્રતીજ્ઞા લઈને તે, દાદા ભીષ્મ સામે એને જ તોડનારો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

સુદર્શન ધરી તે હાથે, ગીતા સાર પણ આપનારો
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....
હે ક્રિષ્ન તુ કયાં કોઈને સમજાણો.....

Read More