કવિતા અને વાર્તા લખવાનો શોખ...

જિંદગી આખી ખૂટી પડી ,
રહી ગઈ તૂટેલી આસ,
સઘળું છૂટી ને વિરહ બન્યો,
બસ, યાદો જ સંઘરેલી રહી.....
#સંઘરવું

જ્યાં સબંધો ખોખલા થઈ ગયા છે ત્યાં લાભના સબંધો જ વિકસ્યા છે.
#લાભ

શબ્દો ની ગોઠવણ એની સરચના માં ગોઠવાય તો લાગણી અને પ્રેમના પાનખર પછી ના કુંપણ જેમ ફૂટે છે.એવી જ શબ્દો ની માયાજાળ બિછાવતો અજ્ઞાત એક કલ્પનાને પોતાના પ્રેમ માં આતુર કરે છે.
અજ્ઞાત એ કોઈ સમજી કે જાણી ન શકે અને ક્ષિતિજ ની સીમા જેમ આકાશ અને ધરતીનું મિલન ની અહેસાસ કરાવે છે તેવી જ આભા, પડછાયો. કલ્પના એ અજ્ઞાત ની માયાજાળ ની શિકાર બની જાય છે. પરંતુ તેને પામવાની મથામણ અને લાગણી ના ઉભરાને ઠાલવવા માટે એની શોધ માં નીકળી જાય છે. કલ્પના એક સ્વરૂપવાન અને ચંચળ સ્વભાવ વાળી યુવતી હતી અને અજ્ઞાત માત્ર શબ્દો ની માયાજાળ બિછવતો કવિ. અજ્ઞાત ની કવિતા માં પ્રેમ , અહેસાસ અને વિરહ ની વેદના માં એક ગુમનામ લાગણીનો દરિયો હતો. કલ્પના બસ, એની કવિતાઓ થી પ્રભાવિત થઈ ને ,પ્રેમ કરી બેસે છે.
કલ્પના પોતાના અજ્ઞાત પ્રિયતમા ને પામવા માટે એની શોધ માં નીકળી પડે છે.તે ઠેર - ઠેર ગુમી ફરે છે, પરંતુ અજ્ઞાત ને શોધવા નીર્થક અને નિષ્ફળ નીવડે છે. કલ્પના પોતાની પ્રીતિ ના એકરાર અને પ્રિયતમા ની પ્યાસી બનવા ના સપના સેવવા માં જ પાગલ થઈ જાય છે. ગાંડી ઘેલી થઈને મરુસ્થલ પોહચે છે.કલ્પના પોતાના પ્રીત ની એટલી પ્યાસી હોય છે કે તેને વાસ્તવિક દુનિયા નું ભાન જ નથી રેહતું. બસ, શમણાં થઈને જ રણ માં ભટક્યા કરે છે. ક્યાંય પોતાના અજ્ઞાત નો પતો નથી મળતો. એના ચરણ એક એક ડગલું આગળ માંડ્યા કરે છે, પરંતુ મૃગજળ જેમ એક ભ્રમણા દીસે છે તેવી જ રીતે કલ્પના ને અજ્ઞાતની ભ્રમણા ભાસ્યા કરે છે . કલ્પના જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી બસ એ જ ભ્રમણામાં ફર્યા કરે છે અને પોતાની જાત ને ત્યાં લુપ્ત કરી જાય છે.
એ હતી કલ્પના ની પ્રીતિ, એ હતી શબ્દો ની માયાજાળ જેમ વીંટળાયા કરે તેમ એમ ફસાયા કરે. આ જ છે સાહિત્યકારો ની દુનિયા. કલ્પના એ સાહિત્ય કાર ની પ્રેયસી હોય છે. સાહિતયકાર કલ્પના ને પામી શકે છે પરંતુ તેનો વાચક માત્ર કલ્પના ની જેમ ફસાયા કરે છે. સાહિત્ય એ વાચકની મનોસ્થિતિ પર પોતાનો એવો પ્રભાવ પાડે છે કે અવિરત અમાં જ ડૂબ્યા કરતો હોય છે.આ છે શબ્દો નો જાદુગર સાહિત્ય કારનું ભૂત. જે શબ્દ થકી ભૂત સમાન કલ્પના થાય મેહસૂસ થાય પણ પામી ન શકાય....
#ભૂત

Read More

લખવા જાવ છું પણ લખી શકાતું નથી,
લાગણીને ઉર્મિમાં ઢાળવા જાવ છું,
ત્યાં શબ્દ જ કલમથી છટકી જાય છે.
કોણ કહું કે કેવી વિડંબના થઈ ગઈ છે?
આ તન અસમંજસમાં સળી પડ્યું છે.
--- અજ્ઞાત.

Read More

આત્મનિર્ભર ની વાતો ઘણી કરી ... પણ કેવી રીતે આત્મનિર્ભર બનશે ભારત....? આજે બજાર માં રમકડાં લેવા ગયો તો made in china સિવાય કોઈ રમકડાં ન મળ્યા.. દુકાનદારને પૂછ્યું કે made in India ના રમકડાં છે ? તો કહે કે લાકડા માથી બનાવી લો....
ક્યાં છે આત્મનિર્ભર ભારત..... ?

Read More