×

વ્યયસાય: હોર્ટિકલ્ચરિસ્ટ .લૅંડસ્કેપ આર્કિટેક્ટ . ગાર્ડન,ફાર્મ,વાડી ડિજ઼ાઇન એન્ડ ડેવેલપમેંટ .

Love Story with Romance and Suspense..Read Rate and Review..@ માતૃભારતી વાર્તા 'પ્રણય સપ્તરંગી - 16' વાંચો
https://www.matrubharti.com/book/19867355/pranay-saptarangi-16

#KAVYOTSAV -2
પ્રેમ

દુનિયાભરમાં બસ તું જીવ મારો કેમકે હું તનેજ પ્રેમ કરું છું.
માંબાપનાં હક બધાં ને હું જતાવુ કેમકે હું તનેજ પ્રેમ કરું છું.

તારી ભૂલોને ભૂલ ગણી ભૂલું છું કેમકે હું તનેજ પ્રેમ કરું છું.
તારાં પોષાકની પસંદગી હું કરું.. કેમકે હું તનેજ પ્રેમ કરું છું.

લોકોની ખોટી નજરોથી બચાવું. કેમકે હું તનેજ પ્રેમ કરું છું.
માન આપી તારું સ્વમાન વધારું કેમકે હું તનેજ પ્રેમ કરું છું.

તન મન તારું મારું એક જ થયું કેમકે હું તનેજ પ્રેમ કરું છું.
લૂંટાવી સર્વસ્વ હું તને લૂંટી લઉં કેમકે હું તનેજ પ્રેમ કરું છું.

નખરાં ઉઠાવી મનાવ્યા કરું તને. કેમકે હું તનેજ પ્રેમ કરું છું.
નજરોમાં સમાવી "દિલ"માં રાખું કેમકે હું તનેજ પ્રેમ કરું છું.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

Read More

#KAVYOTSAV -2
પ્રેમ

કર્યો છે પ્રેમ તને કોણ કરે એટલો....

કર્યો છે પ્રેમ તને કોણ કરે એટલો..
દુનિયામાં હું છું એક તારો દિવાનો..

કર્યો છે પ્રેમ તને કોણ કરે એટલો...

નાં મૂકું એકલી તને જીવનની રાહમાં..
સદાય રહું તારાં સાથને.. સંગાથમાં..

કર્યો છે પ્રેમ તને કોણ કરે એટલો ...

આપ્યાં વચન બધાં પાળીશ નિશ્વાર્થમાં..
વારી જાઉં વહાલી તારાં અપ્રતિમ પ્રેમમાં..

કર્યો છે પ્રેમ તને કોણ કરે એટલો....

ના જોઉં રૂપ રંગ હું બન્યો તારો બાવરો..
જે છું બસ એવી રહેજે ગમતી તારાં રૂપમાં..

કર્યો છે પ્રેમ તને કોણ કરે એટલો..
દુનિયામાં હું છું એક તારો દિવાનો..
દક્ષેશ ઇનામદાર."દિલ"..

Read More

#KAVYOTSAV -2
તારાંમાટે ઉભરાતો પ્રેમ મીઠી પંક્તિઓ લખાવે.
વહાલી તારી મીઠી યાદ મને કવિતાઓ લખાવે.

વિરહમાં પણ આંખોમાં તારીજ ભીનાશ આવે.
હોઠો પર મીઠાં ચુંબનોની હજીએ સુવાસ આવે.

શ્વાશોની ગતિથી આગોશમાં પ્રતીતિ તારી આવે.
સુકૂન ભરેલી નીંદર વહાલી તારી બાહોમાં આવે.

મનાવું હરપળ તને વહાલી આનંદ અપાર આવે.
"દિલ"થી કર્યો પ્રેમ તને પ્રિયા સ્વર્ગીય સુખ આપે.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

Read More

#KAVYOTSAV -2
પ્રેરણા

ભલે રહયો કળિયુગ તું જાંબાઝ બની ઉભરતો જા.
વૈમનસ્ય ધર્મ જાતિનું મિટાવી તું આગળ વધતો જા.

અહમ બ્રહ્માસ્મિ કહી પ્રગતિ ચરિતાર્થ તું કરતો જા.
વસુંધરાની સેવા કરતો વ્રુક્ષોને નિરંતર તું વાવતો જા.

આપણી સંસ્ક્રુતિને દર્શાવી દેશ પરદેશમાં વધારતો જા.
ભાષાઓની શિરોમણી સંસ્ક્રુતને વાણીમાં પરોવતો જા.

જળ સિંચન કરવાં નિતનવા પ્રયોગ રોજ તું કરતો જા.
માત્રૂભૂમિનું ઉતારવા ઋણ "દિલ"થી લક્ષ્ય વિંધતો જા.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

Read More