Programmer by Profession, Writer by Heart

દિલ ખોલીને કહું છું, પ્રેમ કરુછું
તારી કોઇ વાતને નહિ, તને જ કરુછું

જાણુંછું અઘરો છે, શબ્દ આ નાનો
છતાં ગુનો હું આ એક વારંવાર કરુછું

શાંત દરિયો છે તુ આ તોફાનને તરસતો
જીદથી જ મારી તને બેફામ કરુછું

પથ્થર ને મીણનો સંબંધ ક્યાં શોધવો?
દર્પણથી ફરી હું તકરાર કરુછું

ખ્વાબથી આમ તો આ બહુ દુર છે હકીકત
તારા માટે જ તો તને હું દુર કરુછું

વહાવી રક્ત કરુછું ઉઝરડા હ્રદય પર
થઇ ફન‍ા હવે હું તને ભગવાન કરુછું

Read More

#Kavyotsav સદીઓથી સૂતેલી પાંપણો એમ જ ખૂલી જાય,સવારનો તારો પહેલો સ્વર જો એકવાર મળી જાય !હજારો નશા બસ પાણી જ બની જાય,મારી આંખોને તારી ઝલક જો એકવાર મળી જાય !મૃત્યુને પણ પાછું ફરવું પડે હૃદયના ઉંબરેથી જ,મારી ધડકન જો નામ તારુ એકવ‍ાર કહી જાય !તરસતી આત્માને પણ બસ મોક્ષ મળી જાય,કોઇ જન્મે જો સંગ‍ાથ તારો એકવાર મળી જાય !

Read More

#Kavyotsav

રોજ તુ દુર જવાનુ કોઇ કારણ શોધે,
હું કોઇ ને કોઇ બહાને સતત તને રોક્યા કરુ

તુ રાત ની શાંતિ મહાલવા ટેવાયેલો,
હું બસ એમ જ તારા નામ નું રટણ કર્યા કરુ

શબ્દો ના જાળ થી તું રોજ મને સમજાવે,
બદામી આંખો ને તારી હું નાસમજ બની તાક્યા કરુ

પથ્થર બની તુ રોજ ફરી અકળાય,
પાણી ની ધાર બની તોડવા તને હું મથ્યા કરુ

ગુસ્સ‍ા ને ડર થી તુ રોજ મને વિખેરે,
આશા ની ઇંટ છતા હું એક પછી એક ગોઠવ્યા કરુ

જ્યોત બની હંમેશા તુ અરમાન મારા દઝાડે,
મીણ બની ને નખશીખ હું એમજ પિગળ્યા કરુ

રસ્તે જોતા પણ તુ મને ચેહરો ફેરવી જાય,
તારી એક ઝલક જોવા ને હું મહિનાઓ તરસ્યા કરુ

તારા વિના ની સવાર ની તુ આદત મને લગાવે,
છતાં તારી એક સાંજ ની રોજ પ્રતિક્ષા હું કર્યા કરુ

સાથે જીવેલી એ એક એક પળ તું વિસરી જાય,
એ યાદો ને હું આપણી રોજ એમ જ શણગાર્યા કરુ

ઇનકાર થી તારા ભલે તું રોજ મને પછાડે,
છતાં પાગલ બની હું
પ્રેમ ના આકાશે ઉડ્યા કરુ
તાર‍‍ા નામ પર બસ જીવ્યા કરુ,
એમ જ તને ચાહ્યા કરુ

Read More

#Kavyotsav

તને ધ્રુણા થાય એવો કોઈ સંવાદ નહી કરું

જા આજ થી તને રોકવાનો પ્રયાસ નહી કરું

લખાઈ ગયું છે ક્યારનું, જે કિસ્મત માં આપણી

તેને બદલવાની હવે હું ફરિયાદ નહી કરું

જઈ શકે છે દુર, તું શોખ થી આ નજરો થી

કોઈ રસ્તે તારા ચેહરા સામે હું ઉંચી આંખ નહી કરું

કરું છુ કોશિશ વર્ષો થી તને પામવાની

પણ મારા તૂટેલા હ્રદય ની વધુ પરીક્ષા નહી કરું

મંજુર તારો ગુસ્સો ને નારાજગી આ તારી

પણ તારા સિવાય કોઈ ની ચાહત હું સ્વીકાર નહી કરું

Read More'આ છોકરીને જો પોતાનુ ઘર ભાંગવુ હોયતો એની મરજી પણ પછી મારા ઘરમાં  ના જોઇએ.'

'એકતો આજકાલ ની છોકરીઓને ક્યાંય એડજસ્ટ થવુ હોય નહિને આપણ‍ા બધાના માથે પડવુ...'

મા બાપ વિહોણી પતિની મારઝુડથી ત્રસ્ત વૃંદા માંડ ભાગીને કાકાના ઘરે આવી હતી પણ તેનુ આખુ કુટુંબ તેને ફરીથી સાસરે જવાજ દબાણ કરી રહ્યુ...

આંસુઓને લુછતી રડતી કકળતી વૃંદા ઘરની બહાર તો નીકળી ગઇ પણ ક્યાં જવુ તે વિચારે તે પહેલા તો તેના હાથથી બેગ લઇ ચાલતી વિભાના શબ્દો

'ચાલ હવે સંબંધ મા તુ ભારે પડતી હોઇશ , મૈત્રી મા નહિ.'ત્ય‍ાં ઉભેલ‍ા દરેક સંબંધીના ચેહરા પર તમાચો મારી મૈત્રીનુ મહત્વ સમજાવી ગયા

Read More

બ્રેકઅપ #100wordsstory

'અરે એમા કંઇ આટલું બધુ રોવાનુ હોય? બ્રેકઅપ તો થાય. જીવનમાં માણસો તો આવે અને એકદિવસ આમ જ ચાલ્યા જાય, એક છોકરો ચાલ્યો જાય તો થોડીને કંઇ અટકી પડે? તેના કરતા પણ સારો મળી જશે... આ જ ઝિંદગી છે. બધા ને આગળ વધવું જ પડે. મારુ પણ બ્રેકઅપ થયું જ તુ ને. જો આગળ વધી ગયા પછી હું કેટલી બધી ખુશ છું. કોઇ અસર છે મને?' તેની ફ્રેન્ડ ના આંસુ લુછતા તે સમજાવતી હતી.
પણ જેવી તેની નજર પોતાના ફોનની ગેલેરી પર પડી, એક હીડન ફોલ્ડરમા રહેલા અસંખ્ય ફોટોગ્રાફ્સ અને તેની આંખના ખુણાનું અશ્રુબિંદુ એકબીજા સામે ધીમે થી હસી પડ્યા

Read More

સત્ય-અસત્ય - પ્રકરણ-1

Medam tame to inspiration cho. Ek time e mane tame jjj jivti rakhi che. Tamne reviews apva mane na shobhe
https://www.matrubharti.com/book/19857469/