×

Hey, I am reading on Matrubharti!

ખુલ્લમ ખુલ્લો વાર કરી દો,
જાવ કરાંચી પાર કરી દો.

ભારતમાં ઘૂસ્યાંની કિંમત,
આખું લાહોર બ્હાર કરી દો.

મોર્ચો એવો સંભાળો કે,
પાકિસ્તાન ને ઠાર કરી દો.

સૈનિક થઇ આવો મેદાને,
કવિ કલમને ધાર કરી દો.

નીંદા બીંદા નૈ ચાલે ભૈ,
સધળે હાહાકાર કરી દો.


*જિગર ઠકકર 'ગઝલનાથ'*

Read More

હું આજે પ્રપોઝ કરવા માગું છું
એ જવાનો ને ચાહવા માગું છું
છે જેની ચાહત આટલી વતન માટે
હું એને ખુદાથી પાછા માગવા ચાહું છું
નથી હેસિયત મારી કે એનાં જેમ
જીવન ન્યોચ્છાવર કરી શકું હું
શબ્દોથી એની આત્મા ને શણગારવા માગું છું
શું ખુમારી હશે એની આંખ માં,
શું દિવાનગી હશે એની વતન ની ચાહમાં
હું એના મસ્તક ને પર્વત ની સાથે સરખાવવા માગું છું
હું એની કુરબાની ને રોજ એકવાર તો યાદ કરવા માગું છું
ને એ યાદ થી વતન ને જગાડવા માગું છું
હા હું એના કફન ને ચૂમવા માગું છું.....

Read More

આજે વેલેન્ટાઇન ડે ના અવસરે મુકુલ ચોકસીની એક સુંદર
poem

પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો
ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે,
એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,
એ પ્રેમ છે.
પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડો… ને તોય આખા ઘરથી અલાયદો…
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી આકાશને તું પરણી
પ્રેમમાં તો
ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો…
પ્રેમ એટલે કે…
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.

Read More

*Love❤ કરવા નો ☝🏻1 મોટો ફાયદો**તમને એકલા જીવતા આવડી જાય અને શાયરી કરતા આવડી જાય છે ...*

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

– મનોજ ખંડેરિયા

Read More

જોઈ મારી જીંદગી મારી *નજર* થી બહું હરખાયો છું
અભિપ્રાયો બીજાના લઈને પારાવાર પસ્તાયો છું

👑 *Sarkar* 👑

*બેફામ થયો છે ફેબ્રુઆરી... લુંટાવવાને મહોબ્બત!*

*નથી ખબર એ પાગલને !!! હિસાબ તો બધો માર્ચ રાખે છે.*
😊😊

*જે પરીવાર માં*
*દુઃખ વહેંચવાની હરીફાઈ ચાલતી હોય ને*

*ત્યાં ખુદ વિધાતા પણ*
*સુખ ની લ્હાણી કરવા નીકળે છે..*

વાયદા તો સાત ફેરાના પણ અધૂરા રહી જાય
અને દુનિયાને Promise Day પર ભરોસો છે !!🙏🙏

મારે તો રોજને માટે હગ ડે છે,

જિંદગી તને હું રોજ ગળે લગાડું છું.