ભજે એના ભગવાન અને પાળે તેનો ધર્મ ...

ભગવાનને જો પધરાવવા જ હોય તો હ્દય રૂપી મંદિરમાં પધરાવો બાહ્ય આડંબર કરી લોક વાહ વાહ મેળવી શું ફાયદો જ્યારે ભક્તિ કરી પરમાત્માનો રાજીપો મળે તે જ સર્વશ્રેષ્ઠ પારિતોષિક ...!!!

#મંદિર

Read More

સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિરમાં આવો રે,

અંતર દાજી રહ્યું છે વાલા દર્શન નોં ધ્યો લાવો રે.

રોજ ઊઠી શું કહેવું પ્રભુજી એક દિવસ તો આવો રે...

હૈયા હીણો આવ્યો આંગણીએ મારા મનને ભાવો રે...

#મંદિર

Read More

પ્રભુ સ્મરણ ગુપ્તા થી શાને કરૂં,
એવા દુરીજનીયા થી શાને ડરું...!!!

હથેવાળો મારા હરિ સંગાથે કરું,
નહીં તો આ જન્મે હું કુવારી મરું...!!!

#ગુપ્ત

Read More

લક્ષણ અને લખ્ખણ તેના વચ્ચેની ભેદરેખા જે પારખી જાય તેને જીવનમાં ક્યારેય તકલીફ આવતી નથી ...!!!

#લક્ષણ

સુખમાં સાંભરે સોની અને સંકટમાં સાંભરે શ્યામ

જેને હો અચળ ભરોસો તેની સાય કરે ધનશ્યામ

#સંકટ

સંકટ શબ્દ સાંભળતા જ આપણા મન-મસ્તિષ્કમાં એક અજબ પ્રકારની ગભરાટ ફેલાઇ જાય છે પરંતુ જેને પોતાના ઇષ્ટદેવ માં સંપૂર્ણ વિશ્વાસ હોય તેના પર ગમે તેટલા સંકટ આવે તેનો ભરોસો ક્યારેય તૂટતો નથી અને તે એમ સમજે કે સુખ અને દુઃખ તો જીવનની નરી વાસ્તવિકતા છે માટે મારો હરિ જે પણ કરે છે તે મારા સારા માટે જ કરે છે ...!!!

#સંકટ

Read More

મારા પ્રભુ તમને નયનથી નિહાળીને કરું છું #સલામ

મારા ઈશ્વર તમને હાથજોડી ને વંદન કરી કરું છું #સલામ

મારા પરમાત્માને રૂદિયા માં બિરાજી કરી કરું છું #સલામ

મારા તાત તવ ચરણોમાં સર્વસ્વ કુરબાન કરું છું #સલામ

#સલામ

Read More

ભારતની સરહદ પર આપણા વતન ની રક્ષા કરતા દરેક વીર જવાનો તૈનાત છે જેમના લીધે આપણે પોતાના ઘરમાં સુરક્ષીત છીએ તેઓ પોતાના પરિવારથી દૂર રહી આપણને આપણા પરિવાર સાથે રહેવાની સુરક્ષા પૂરી પાડે છે તેવા ભારત માતાના સપૂત જે પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર રાત્રી દિવસ દાખડો કરીને આપણને સુરક્ષા કવચ પૂરું પાડે છે એવા દરેક જવાનો માટે હૃદયમાંથી એક જ ઉદ્ગાર નીકળે છે " સલામ. સલામ. સલામ." !!!

#સલામ

Read More

આપણું મન છે તે ભૂત જેવું છે જરાય નવરૂ રહેવા દઈએ તો સંસારના પંચવિષયમાં તરત જ બંધાઈ જાય છે માટે મનને ભગવાનના ચરિત્રો રૂપી જાળાં માં ગુંચવી મેલવું ...!!!

#ભૂત

Read More

આ જીવાત્મા ને આયુષ્ય પૂરું થઈ જાય ત્યારે જો જગત સંબંધી વાસના રહી જાય તો ભૂત ( પ્રેત ) યોની ને પામે છે

અને જો પરમાત્મા સંબંધી વાસના હોય તો તે પુણ્ય કરીને તે ભગવાનના ધામને પામી અવિનાશી સુખની પ્રાપ્તિ કરે છે

#ભૂત

Read More