writer

*મિત્રતા એ નાના મોટા સૌ કોઈ જોડે હોય છે.*

*મિત્રતા એટલે જ્યાં એકબીજાને સમજવું-અનુભવવું, પરસ્પર ખીલવું-વ્યક્ત થવું...*

*મિત્રતામાં પરસ્પર મૌનનો સવાંદ થાય છે. જેના સાથે રહેવાના અહેસાસથી પણ શાંતિનો અનુભવ થાય.*

*વ્યક્ત થયા વગર જ્યાં ઘણું બધું કહેવાય જાય અને સમજાય જાય તે મિત્રતા.*

*અભિવ્યક્તિ વગર માનસપટ વાંચી જાય તે મિત્રદર્શના ભવ્ય રાવલ

Read More

જૂઠું બોલીને સારું બનવા કરતા સાચું બોલીને પારદર્શી બનવું સારું.
-દર્શના ભવ્ય રાવલ

વિચારવું સહેલું છે, પણ વિચારેલું સ્વીકારવું અને અપનાવું અઘરું છે.
-દર્શના ભવ્ય રાવલ

પૃથ્વી પર ઈશ્વરના સાક્ષાત્કારનું સ્વરૂપ એટલે પિતા.
દર્શના ભવ્ય રાવલ

સ્ત્રીને સ્નેહ અને પુરુષને સ્વતંત્રતાની જીવનમાં અનિવાર્યતા છે.
-દર્શના ભવ્ય રાવલ

*ડીયર જિંદગી....*

ઘણા લોકો જિંદગીની સાચી મજા પોતે પણ માણી નથી શકતા અને તેની આસપાસના લોકોને પણ એન્જોય કરવા નથી દેતા...
યા, હું ડિયર જિંદગીની જ વાત કરું છું જે એક વાર મળી છે તેને બિન્દાસ જીવી લેવી જોઈએ અને આપણી આસપાસના લોકોને પણ જીવવા માટે મજા કરાવી જોઈએ.
જીવન જીવવા માટે કોઈ રુલ્સ રેગ્યુલેશનની જરૂર નથી તે તો દરેક સમય સંજોગોને આધીન માણવાની અને પરિસ્થિતિ સામે લડવાની મજા હોય છે. આપણે જીવનમાં અમુક નિયમો ગોઠવી નાખીએ છીએ કે શિયાળામાં આઈસ્ક્રીમ ગોલા જેવી ઠંડી વસ્તુ ના ખાવી. ઘરની બહાર ઠંડીમાં ન જાવું, શિયાળામાં મોડે સુધી બહાર ન ફરવું કારણ કે બિમાર પડી જવાય. ચોમાસામાં વધુ વરસાદમાં ભીંજાવું કે પલળવું નહીં. વરસાદમાં લાઈટ જાય માટે વહેલી રસોઈ કરી લેવી , ઘરમાં ફાનસ દીવાની વ્યવસ્થા રાખવી. ફરવા જવાનું હોય તો સોય-દોરા જેવી નાની મોટી જીવન જરૂરિયાતની વસ્તુ સાથે રાખી નીકળવું. દરિયા નદીના પાણીમાં દૂર સુધી ન જાવું રાઈટ...બસ આવી નાની-નાની બધી બાબતોથી આપણે આપણી અને આપણી સાથે જીવનારા લોકોની જિંદગીને નીરસ બનાવી નાખીએ છે. આવું તો ઘણું બધું આપણી આજુબાજુ છે જે પ્રતિબંધિત હોય છે જે જીવનમાં આગળ વધતા અટકાવે છે.
મારું તો માનવું છે જીવનને ભરપૂર જીવો ચાહો... તમારા બાળક જીવનસાથી મિત્રો અને સ્નેહીજનો માટે કોઈ જ નીતિ નિયમો નહીં રાખો. સ્વતંત્રતા આપશો તો પ્રેમ સ્નેહ ચોક્કસ પામશો... જેમ પિંજરામાંથી પક્ષીને બહાર કાઢી તો તે આકાશમાં વિહાર કરવા લાગે છે તેવું જ આપણું છે. એકબીજાને પેમ્પરીંગ અને એપ્રિસિયટ કરી જીવનમાં આવતી નીરસતા ને આંનદમાં ફેરવશું.

-દર્શના ભવ્ય રાવલ
12 May 2020

Read More

મને અત્યારની ફાસ્ટ ડાયનેમિક કમ્ફર્ટેબલ ઓનેસ્ટ અનએક્સપેક્ટેડ લવેબલ જનરેશન વધુ ગમે છે. જી હા, આ બધા ગુણો આજની યુવાપેઢીમાં હોય તે વાસ્તવિકતા માનવામાં આવશે નહીં પણ આ જ વાતનો સહજપણે સ્વીકાર કરવો પડશે.
અત્યારની પેઢી માનતી નથી, કે યંગ જનરેશનમાં નાનામોટાનો રીસ્પેક્ટ નથી, આજના મોર્ડન ચાઈલ્ડને સ્વતંત્રતા જોઈએ છે. યસ, આજે મોટાભાગના લોકોની આવી ફરિયાદ હોય છે. પણ તેની પાછળનું કારણ ક્યારેય વિચાર્યું છે ખરું? યંગસ્ટર્સને સારું લગાડવમાં નહીં પણ સાચું કહેવામાં રસ છે પછી ભલે તે વડીલો હોય તો પણ ખોટું થતું ચલાવી લેશે નહીં. પોતાના વિચારો અભિપ્રાય રજૂ કરે કારણ કે લોકો-સમાજ શું વાતો કરે કે બોલે તેની ચિંતા નથી એટલે જ તે પારદર્શી અને તટસ્થ છે. જે મનમાં હોય તે જ તે જીવનમાં આપનાવે છે, મન મોજી અને ધૂની છે. બીજાને સારું દેખાડવામાં નહીં પરંતુ પોતાને સારું જીવવું હોય છે માટે અન્ય સાથે કમ્પેરિઝન ઓછી કરી સ્વકેન્દ્રી સ્વમાની બને છે. ભવિષ્ય માટે વધુ ભેગું નથી કરવું તેને તો બસ આવશ્યક વસ્તુની જ જરૂરિયાતથી સંતોષ છે. હાર્ડ વર્ક નહીં સ્માર્ટ વર્ક થકી બૉડીની સ્ટેમીના બચાવે છે. તે નાનામોટા બધાંને બિન્દાસ પ્રેમ કરી તેની સંભાળ લે નિઃસ્વાર્થ ભાવે. વસ્તુ કે વ્યક્તિની આદત વગર કમ્ફર્ટેબલ રહે છે તે આમ જોઈએ તો ફલેક્સિબલ છે.
આજના યંગીસ્તાન પાસે ઘણું શિખવા જેવું છે તે કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ કે વિગ્રહ વગર ખુમારીથી જીવે છે. જે કાલની ચિંતા કરી આજની મોજને બગાડવા નહીં માંગતો માટે જ ભવિષ્યનું વિચાર્યા વગર વર્તમાનને મનભરી જીવવું.
-દર્શના ભવ્ય રાવલ

Read More

પરણિત સ્ત્રી પુરુષ એક આદર્શ દંપતી કરતા સારા મિત્ર બને તે અગત્યનું છે.
દર્શના ભવ્ય રાવલ

દરેક માણસને જીવન જીવવા ઓક્સિજનની જરૂર હોય છે તેમ કલાકારના જીવનમાં પ્રસિદ્ધિરૂપી ઓક્સિજનની આવશ્યકતા છે.
દર્શના ભવ્ય રાવલ

Read More

પુસ્તક એટલે "વિચારોનું સર્જન".
દર્શના ભવ્ય રાવલ