ઈચ્છા એવી બિલકુલ નથી, કે વખાણ બધા જ કરે... પણ પ્રયત્ન એ જરુર છે, કે ખોટો છે એવુ કોઈ ના કહે...!

ढूँढ़ा उन्हें दिल में तो
लफ्ज़ो में मिले वो,
लिखा उन्हें कागज़ पर
तो अश्को में गिरे वो...

કંઈક શીખવા માટે જીવીશું તો,

જીવતાં તો શીખી જ જઈશું...

હું ક્યાં કહું છું કે મારા શબ્દોની કદર થવી જોઇએ...


બસ એકવાર વાંચો તો દિલ પર અસર થવી જોઇએ...

શાયરી પણ શબ્દો ની પેચીદી રમત છે...

નિશાન પર કોઇ બીજું હોય,
અને ઘાયલ કોઇ બીજું છે...

આંખમાંથી શું ઝરે છે શી ખબર?
જે દિવસ છોડી દીધું તારું નગર...

એક પળ તારા વિના ના રહી શકું
તું રહે આરામથી મારા વગર...

જીવથી એને વધુ ચાહીશ હું
લાવશે તારા મિલનની જે ખબર...

લાગણી મારી છે આયુર્વેદ શી
એટલે મોડી તને થશે અસર...

હોત તું પત્થર તો સારું થાત કે
હું તને પૂજી શકત પૂછ્યા વગર...

Read More

અંગત સાથે નું મન:દુખ એ કમરના દુ:ખાવા જેવું હોય છે...એક્સ રે મા પણ ન આવે અને નિરાંતે બેસવા પણ ન દે...

"વાતાવરણ" હમેશાં અણસાર આપી ને બદલાય છે જ્યારે,"માણસ" બદલાયાં પછી જ અણસાર આવવા દે છે...

ઘૂંટ કડવા તે છતાં પણ જામ જેવી જીંદગી ;
લિફાફા માં બંધ કો’ ઇનામ જેવી જીંદગી...

સાચવી ને એકઠું કરજો જે અહિયાં રહી જશે ;
સિકંદર ના આખરી અંજામ જેવી જીંદગી...

એમને મળવા તણી કાયમ રહી છે ઝંખના ;
એ મળે તો થાય બસ આરામ જેવી જીંદગી...

Read More

કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા
મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા

આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા
કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ”
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા

#આદિલ_મન્સુરી

Read More

પગરવોમાં માપસરની કરકસર રાખું છું હું,
અજનબી અંદાઝ મારો તરબતર રાખું છું હું...

ઓળખાણોનાં વિનિમયની ઉંમર લંબાય છે,
ને નવોદિત સખ્શ નાં જેવી અસર રાખું છું હું...

જ્યારથી ખારાશ માફક આવતી ગઈ છે મને,
ત્યારથી સાગર કિનારે એક ઘર રાખું છું હું...

વાસ્તવિક્તાનો જ વિશ્વાસુ બનું એવો નથી,
સ્વપ્નનાં વિષયો વિષે પાકી ખબર રાખું છું હું...

પાડશો પગલા નહીં મિત્રો મધુશાળા તરફ,
દર ગઝલ માં કેફનાં તત્વો પ્રખર રાખું છું હું...

Read More