સત્યનો સાથી છું, મહાત્માનો સંગાથી છું, હું *SoDh* છું.

✍️
આજે તો દિલને ઢાઢક થઇ,
જોઈ તને મારી આંખો ભીની ના થઇ,
પણ અચાનક મારું સ્મિત ઝળકી આવ્યું,
ખુશ જોઈ તને મારું દિલ હરખી આવ્યું,
આજે તો મનનાં પ્રશ્નો ખોટા ઠર્યા,
જોઈ તને દિલના ઉતર મળ્યાં,
મન તો થયું આ પળ ને શબ્દોમાં સાચવી લઉં,
જોઈ તને દિલને થયું સ્મૃતિમાં રાખી લઉં,
આજે તો મૌન ની મીઠાસ માણીશું,
પછી ક્યારેક શબ્દોની રમત રમીશું,
તને જોએ ભલે આજે વર્ષોથયા,
પણ તને જોવાનો આનંદ આજે પણ એટલોજ,
તારી સાથે વિતાવેલી વાતો તાજી થઇ,
પણ આ વાતો ને યાદ કરીને મારી આંખો ભીનીના થઇ.
#SoDh

Read More

✍️
શિકારી તો હું હતો
પણ તારી આંખો નો શિકાર થઈ ગયો.
#શિકાર #SoDh

✍️
તારી માટે લખેલી કવિતા તને જ ના સંભળાવી શક્યો,
તારી યાદોમાં રહી તને જ ના સમજી શક્યો,
સપના જોયા ઘણા તારી સાથે પણ સાચા ના કરી શક્યો,
જીવવીતી બાકી રહેલી જીંદગી તારી સાથે પણ એક પળ પણ તને ના પામી શક્યો,
પામવીતી જનમો જનમ પણ એક જનમ પણ ના મેળવી શક્યો,
વિચારોમાં તો કરી વાતો બહુ પણ મળ્યો ત્યારે એક વાત ના કરી શક્યો,
લગાવી છલાંગ તારા પ્રેમ માં પણ હું એમાં પણ ના તરી શક્યો,
તારી માટે લખેલી કવિતા તનેજ ના સંભળાવી શક્યો,
#SoDh

Read More

✍️
શબ્દો મારા હશે, અવાજ તારો હશે,
વિચાર મારા હશે, યાદ તારી હશે,
આંખો મારી હશે, જોતી તને હશે,
હોઠ મારા હશે, વાત તારી હશે,
હાથ મારો હશે, વીંટી તારી હશે,
શરીર મારું હશે, સુવાસ તારી હશે,
આદત મારીહશે, ગમતી તને હશે,
સ્મિત મારું હશે, કારણ તું હશે,
સપના મારા હશે, જેમાં તું હશે,
કવિતા મારી હશે, વાત તારી હશે,
#SoDh

Read More

✍️
તું જતી રહીશ તો શું થઇ જશે
થોડા સપનાં ઓજ તુતી જશે, ને થોડી વાતો અધુરી રહી જશે
તું જતી રહીશ તો શું થઇ જશે
મોઢા પરનું એ સ્મિત જતું રેહશે, ને બસ તારી  સાથે ની એ યાદ રહી જશે
તું જતી રહીશ તો શું થઇ જશે
તને ખોવાનું દુ‌:ખ રહી જશે,ને મળવાની ઊંડી આશ રહી જશે
તું જતી રહીશ તો શું થઇ જશે
વિચારો થામ્ભાઈ જશે, ને સપના ઓ સમેટાઈ જશે
તું જતી રહીશ તો શું થઇ જશે
તારી સાથે જીવવા ની બસ એક આશ રહીજશે, ને તારા વિના જીવવા ની આદત થઇ જશે
તું જતી રહીશ તો શું થઇ જશે
કોઈ ની સાથે રેહવાની વાત રહી જશે, ને એની વાતોમાજ તારી યાદ આવી જશે
તું જતી રહીશ તો શું થઇ જશે
#SoDh

Read More

✍️

આજે મન કેમ વિચારો ના વંટોળ માં ઘેરાયુ છે,
લાગે છે આ વિચારો ની આંધી કાંઈક મોટો બદલાવ લાવશે,
છેલ્લાં ત્રણ કલાક થી કાંઈક તો મનમાં અસ્પષ્ટ વાતો ચાલ્યા કરે છે SoDh સાથે,

#અસ્પષ્ટ #SoDh

Read More

✍️
અમે તો ખાલી વાત કરતાં,
પણ હવે સમજાયું કે...
તમે તો ખાલી મતલબની જ વાત કરાતાં.
#SoDh

✍️
સાગર ને ભૂમિ સાથે મળાવતાં હુંતો કિનારો બની ગયો,
પણ હરખ એ વાત નો કે કેટલાય ડૂબતા નો સહારો બની ગયો.
-> SoDh

✍️
હોઠ પર વાત હતી પણ કહેવા ની રહી ગઈ,
આંખો પર તારી યાદ હતી પણ જોવાની રહી ગઈ.
#SoDh