Enjoy your day with Joy, Keep smiling... ️

ધીરે ધીરે એવું
કંઇક સમજાય છે,
કાળ ગુપચુપ
ઘણું લૂંટતો જાય છે,

કહીયે દિલ ની વાતો
એવા માણસો,
ચુપ થતા જાય છે,
ગુમ થતા જાય છે,

શ્વાસ થી યે નિકટ
જે હતા અબઘડી,
આંખ થી સાવ
ઓઝલ થતા જાય છે,

ડગ સ્વયંભૂ વળી ને
જતા જે તરફ,
એ ઘરો તૂટતા
ખૂટતા જાય છે,

કોણ જાણે કયો
શાપ લાગી ગયો,
લીલાછમ માણસો
રણ થતા જાય છે,

જે ઘરો માં જઈ
સહેજ હળવા થતા,
બારણાં એ બધા
બંધ થતા જાય છે,

ભાઈ કહેતા'તા
સાચું તમે,
સ્થાન હળવાશ ના
કમ થતા જાય છે..!!

Read More

"ઉઠે અલબેલા,થઈ રણઘેલા,
ચડે અકેલા રણજંગે,
કાળ પીધેલા,શૂર ભરેલા,
દેવ દીધેલા હયસંગે
સમંદર છકેલા,મરદ મઢેલા,
સૌની પહેલા વેર કરે
ધર ધરમની ધરવા,પરદુઃખ હરવા,
મરદો મરવા તેગ ધરે.."

Read More