લખવા માટે શબ્દો ગોઠવતા તો નથી આવડતું, પરંતુ વાંચી ને સમજવામાં બહુ મઝા મેળવું છું..

❛નિરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી;
પ્રફુલ્લિત વસંતમાં શિશિરને જગાડી હતી !

રજેરજ પરાગથી સભર કેમ થૈ ના શકી ?
સુવાસિત અને લચી પડતી ફૂલવાડી હતી !

ઉરે જલન અગ્નિની, નયનથી વહે વાહિની,
અરે હૃદય મૂર્ખ તેં લગની ક્યાં લગાડી હતી ?

જરી નયન મીંચીને, સ્વપ્ન હીંચકો હીંચીને
સુષુપ્ત કંઈ ઊર્મિઓ પલકમાં જગાડી હતી !

ચલો સહચરો ! સહે ચલનની મઝા માણીએ !
દિલેદિલ મિલાવવા દિલથી બૂમ પાડી હતી !

ઊડે ભ્રમર બાગમાં, ગુનગુને મીઠા રાગમાં !
સુણી મિલન ગીત આંખ કળીએ ઉઘાડી હતી !

ન ભગ્ન થઈ જાય સુપ્ત કંઈ સૂરના તાર સૌ !
સિતાર હળવે અને સિફતથી ઉપાડી હતી !
#rajputboy #feelings

Read More

❛કૈંક બનવાની જીવનમાં પ્યાસ છે,
મારી ભીતર કોઇ તો અજવાશ છે.

કોઇનું અપમાન ના કરતા કદી,
સૌની ભીતરમાં પ્રભુનો વાસ છે.

કર્મ ખોટા કરતા રોકે છે મને,
ભીતરે બેસેલો કોઈ ખાસ છે.

સૌ મળી જાશે અહીં આરામથી,
માનવીનો માત્ર એ આભાસ છે.

જીવી લેજો જિંદગી સૌ પ્રેમથી,
એક દી તનનો થવાનો નાશ છે.

જે કરે સેવા હૃદયથી લોકની,
એજ તો ઈશ્વરનો સાચો દાસ છે.❜

#rajputboy #dhabkar

Read More