I am government teacher . painting,singing,lovely teaching and. art crafts are my hobies.

ગમતું હોય એ મળતું નથી,
મળે છે એ ગમતું નથી,
સમજે છે એને સમય નથી ને
ના સમજનાર માથું ખાય છે.
આમાં કરવું હું એ જ હમજાતુ નથી.😅😀

-Rekha Detroja

Read More

હું તો તને પ્રેમ કરૂં છું કેટલી સરળ વાત!!
એટલી વાત ને કહેવા માટે કેટલો વલોપાત!!
દિવસ રૂની પૂણી જેવો ભીંજાઈ જતી રાત,
હું તો તને પ્રેમ કરૂં છું કેટલી સરળ વાત!!
આનંદની અડખે-પડખે યાદો નો આધાર.
હું તો તને પ્રેમ કરૂં છું કેટલી સરળ વાત!!
🌹🌹🌹

-Rekha Detroja

Read More

લાગણી સમજવા શબ્દો ની ક્યાં જરૂર છે?
વાંચતા આવડે તો 'આંખ' પણ કાફી છે.

-Rekha Detroja

એક વેલ જ્યારે ઝૂકે છે બરછટ થડ પણ હરખાય છે.
આ તો લાગણીની વાત છે સાહેબ, બધાને ક્યાં સમજાય છે.

-Rekha Detroja

તારો સ્વભાવ તો તું પહેરે છે રોજ લ્યા,
આવ તને થોડો વરસાદ પહેરાવું.
વરસી પડીશું ને સાથે શીખીશું લ્યા
વરસી ને કેમ ઘેરાવુ.

-Rekha Detroja

Read More

સ્મિત આપીને ફક્ત પ્રેમ ના પગથિયાં ચડાય છે સાહેબ, હૈયાના કમાડ તો ત્યારે જ ખુલે જ્યારે આંખોમાં લાગણીઓ ઊભરાય છે.🌹

-Rekha Detroja

Read More

ક્યારેક થાકી જાઉં છું તો ,ક્યારેક હારી જાઉં છુ.
ક્યારેક જાણી લઉં છું જીવવાની રીતો,
તો ક્યારેક માણી લઉં છું થોડીક જિંદગી.
ક્યારેક આપી દઉં છું કોઈને સાથ,

તો ક્યારેક અલગ કરી દઉં છું મારી જાત.
ક્યારેક હસી લઉં છું મન ભરીને,
તો ક્યારેક ખૂણામાં રડી લઉં છું ડૂસકે ડૂસકે.
ક્યારેક ઘણા લોકોથી ઘેરાઇ જાઉં છું.
તો ક્યારેક એકલતામાં જ ઘૂંટાઈને મરી જાઉં છું.
ક્યારેક દિલ ખોલીને પ્રેમ કરી લઉં છું તો ક્યારેક ખોબા જેટલા પ્રેમ માટે પણ તરસી જાઉં છું .
ક્યારેક મળેલી જિંદગીને ભરપૂર જીવી લઉં છું,
તો ક્યારેક જિંદગીના છેલ્લા શ્વાસ માટે તરસી જાવ છું.

-Rekha Detroja

Read More

દિલ થી મોટી કોઈ કબર નથી હોતી સાહેબ.
દરરોજ કેટલીય ઈચ્છાઓ, અહેસાસ, દુઃખ, તકલીફ, રહસ્યો અને મનની વાતો એમાં દફન થ‌ઈ જાય છે.

-Rekha Detroja

Read More

ઉદાસ છું ક્યાંય ને ક્યાંય અંદરથી હું,
એક ખૂણામાં બેસીને મારે મન ભરીને રડવું છે.
મનનું તમામ દુઃખ આજે આંસુઓમાં વહેવું છે,
ક્યારેક એમ થાય કે કોઈ ને મારે ઘણું બધું કહેવું છે.
છેવટે એમ થાય કે જવા દો ને યાર,
હવે રહ્યા એટલો સમય ક્યાં દુનિયામાં રહેવુ છે.

-Rekha Detroja

Read More

માટીના પૂતળા પણ રડી
પડે હોં,
જ્યારે કોઈ લાગણીઓ
સાથે રમત રમી જાય.

-Rekha Detroja