×

થોડો લખવાનો શોખ ખરો જીવ લાગણીનો શબ્દ શાયરીમાં ખરો

જેની નજરમાં સૌ સરખું એને કહેવાય પ્રેમ સન્માન આપવું મર્યાદા માં એ એનો ધર્મ
દિનેશ પોકાર

વાત હતી છાની એજ છતી થઇ
મળી આંખો સામે પ્રેમ થતી ગઇ
દિનેશ પોકાર

સમય ગુરુ છે
ચેતન શિષ્ય છે
કારણ જે અનુંભવ નું પરીણામ સમય ઉપર ઉપયોગ છે
દિનેશ પોકાર

અદાની અદાકારી શું તમે શીખવાડી છે
હું ભુલાવી ને જાત તમારી પ્રેમમાં બતાવી છે
દિનેશ પોકાર

તવજુ આપી ને જાણે ચાકરી માંગી લીધી
ગમતી અદામાં પ્રેમ અદાકારી સાધી લીધી
દિનેશ પોકાર

હિસાબ લાગણી ના આપો તો ખરા
તપીએ તડકામાં છાંયો આપો તો જરા
દિનેશ પોકાર

રડ્યું વાદળ ને ધરા આંસુ ઝીલ્યા
મૌસમ ખુશ છે મીઠા
થાશું ખીલ્યા
દિનેશ પોકાર

લહેરાય પવન વરસાદ ના પાલવમાં
ઝરમર ઝરે વાદળ તો મોજ લગાવમાં
દિનેશ પોકાર

સમજાય નહીં તોય વરસી જાય
વાદળ સામે ધરા તો
તરસી જાય
દિનેશ પોકાર

સત્ય દિવાની વાટ જેવું છે જ્યાં તેજ દેખાય એ ખરાઇ છે અને મન બુરાઇ લલચાય અંધારું છે
દિનેશ પોકાર