દિવસ તો દરરોજ ઉગે છે, પણ જે માણી શકે એજ મહાન બની શકે. - દિપક માવણી

માનવતાની #દુષ્ટ દ્રષ્ટીને છે શુ બીજ કામ ?
જમ્યા પછી પણ વાગોળવાનુ કરે છે ખોટુ કામ !
-દિપક માવાણી

જામ રાજાને લાખો નામક દીકરો,
જે લાડવાયો રાજકુંવર,
કહ્યા રાણીએ દેશવટો કીધો લાખે,
જાણે કછડુ સૂકું માશણ,
 અંશ માત્રય ત્યાં ટીપું ન ટપકતું,
ન મેઘના નામો-નિશાન,
શુ કરે હવે આ ધરતી કેરો તાત,
કુદરતની આ કેવી મોજાલ,
જાણ જ્યારે આ લાખાના કાને પડી,
દોડ્યો લાખો કછડા તણો,
ગાજ વીજ સાથે મેઘરાજે કરી મહેર,
જ્યારે પગલા પડ્યા પ્રદેશ,
આવ્યો લાખો એ દી' હતો અષાઢી એકમ,
બીજે દી' માનાવી કચ્છી બીજ,
હાલ્યા હળ એ દિવસે પૂજા પાઠ કરી,
આવી છે લોક માન્યતા સહી.

Read More

કચ્છ કેરી એ સૂકી ધરતીએ, મેઘની થાય મહેરને ગગને ગાજે વીજ,
આશ બાંધી બેઠા ચારે કોર ચોમાસું, આતો શરૂઆતી અષાઢી બીજ.
- દિપક માવાણી

Read More

સોના જેવુ સાસરિયું, પણ પિયર જેવુ ક્યાંથી થાય ?
ઉન્નતિના વિશ્વાસે આવ્યા તમે, પણ પરિપૂર્ણ ક્યાંથી થાય ?
#ઉન્નતિ

Read More

#વાતોડિયું જેનું વર્તન અહી
ચર્ચા તેની ચારે બાજુ સહી
લપસી જીભને, લાપસ્યા વિચાર
થઈ ગયો ઉદ્ધાર, પ્રતિધ્વંધિ પ્રહાર
- દિપક માવાણી

Read More

કુંવારાને પૂછો તો, કહે સાળી બહુ નડે છે
પરણેલાને પૂછો તો, કહે લગ્નની તારીખ બહુ નડે છે

સંબંધોને સાચવવામાં તો, વાયદા બહુ નડે છે
લાગણીઓના લંગરોને તો, અપેક્ષા બહુ નડે છે

ભણવા જઈએ તો, પરીક્ષા બહુ નડે છે
અટકળ અજમાવીએ તો, મેંણા બહુ નડે છે

પ્રભુને પામવા ગયા તો, માયા બહુ નડે છે
વર્તન બદલવા ગયા તો, આશંકા બહુ નડે છે

ચડવા ગયા પર્વતે તો, પથ્થર બહુ નડે છે
પીવા ગયા પાણી તો, કાદવ બહુ નડે છે

સાક્ષરતાના દરને તો, અભણ બહુ નડે છે
શાંતિ ભર્યું જીવવામાં તો, માણસ જ બહુ નડે છે

-દિપક માવાણી

Read More

કરોડો વર્ષોથી આ દુનિયા ચાલે છે, રોજ લાખો જીવો જન્મે છે ને મરે છે.
આભાર માનો એ હરિનો, જેને મનુષ્ય દેહ માટે આપણને #લાયક સમજ્યા.

- દિપક માવાણી

Read More

મન થી મંથન - The Thought of #શાંત

આ મન તો અગણિત ચંચળ છે,
જેને શાંત કરવામાં ઘણુ મંથન છે.

- દિપક માવાણી