×

Writer

*
કર્મ ની વાત

આંખ એ ઝાડ પર ફળ દેખ્યું..લાલસા જાગી..આંખ તો ફળ તોડી ન શકે તો પગ ગયા ફળ તોડવા..પગ તો ફળ તોડી ન શકે એટલે હાથ એ ફળ તોડ્યું અને મ્હો એ તેને ખાધું..

આમ, જેને દેખ્યું એ ગયું નહિ,જે ગયો એને તોડ્યું નહિ અને જેને તોડ્યું એને ખાધું નહિ,જેને ખાધું એને રાખ્યું નહિ,ફળ તો ગયું પેટમાં..

હવે જ્યારે માળી એ દેખ્યું તો દંડા પડ્યા પીઠ માં..પીઠ કહે,હાય..મારો શું વાંક?
પણ જ્યારે દંડા પડ્યા પીઠ માં તો આંસુ આવ્યા આંખ માં..

કારણકે ફળ તો પહેલા આંખ એ જ જોયું હતું ને..

*આ_છે_કર્મ_નો_સિદ્ધાંત..*

Read More

વૃધ્ધ થતા આવડે છે તમને?
કે માત્ર ઘરડા થયા છો?

તમે તમારા પૌત્ર પૌત્રી સાથે રમો છો?
એમને વાર્તાઓ કહો છો?
જેટલુ આવડે એટલુ, એમને લેસન કરવામા મદદ કરો છો?
એમને ઉપદેશ આપ્યા સિવાય એમની ઉમરના થઈ એમની સાથે વાતો કરી શકો છો?
એમને નજીકના મંદિરે કે બગીચે લઈ જાઓ છો?
એક ચોકલેટ અપાવો છો?
તો તમે મીઠાશભર્યા વૃધ્ધ છો.

તમારા દીકરા ની રાહ જમવામાં જુઓ છો?
એની વાતો માં રસ લો છો?
એ બિમાર હોય તો એને માથે બામ લગાડો છો?
એનુ વિલાયેલું મોં તમને સમજાય જાય છે?
તો તમે મજાના વૃધ્ધ છો.

તમારી પુત્રવધૂ ને યથાશક્તિ ઘર કે બહારના કામમાં મદદ કરો છો?
ક્યારેક આખું ઘર પીઝા કે પાઉભાજી ખાવાનુ હોય ત્યારે તંદુરસ્ત હો તો ખીચડીની માંગ વગર આનંદથી જમી શકો છો?
નવા જમાના ની ટીકા વગર પુત્રવધૂ સાથે સંવાદ કરી શકો છો?
એને બહાર જવુ હોય તો મોઢું બગાડ્યા વગર બે કલાક ઘરમા રહી શકો છો?
તો તમે સરસ વૃધ્ધ છો


બાકી ઘરડા તો ઘર ઘર માં છે!
રોદણા રોતા, અસહકાર કરતા, જાતજાત ની માંગણીઓ કરતા ને આખા ઘરને વખોડતા ,ખાસ અલાયદી રસોઈ કરાવતા,
ને સંતાનો પાસે એમને મોટા કર્યાનો ટેક્સ ઉઘરાવ્યા કરતા ઘરડા તો ઘર ઘરમાં છે!!!
-------------------------------
વૃધ્ધ એટલે જેમના જ્ઞાન માં વૃધ્ધિ થઇ છે તે.
વૃધ્ધ એટલે જેમના અનુભવ માં વૃધ્ધિ થઇ છે તે.
વૃધ્ધ એટલે જેમના વાત્સલ્ય માં વૃધ્ધિ થઇ છે તે.
વૃધ્ધ એટલે જેમના પ્રેમ માં વૃધ્ધિ થઇ છે તે.
વૃધ્ધ એટલે જેમના ભાવ માં વૃધ્ધિ થઇ છે તે.

વૃધ્ધ થવું એ આવડત છે.

ઘરડા તો પોતે થઈ જવાય છે.


વડીલોને સાદર
નમન

Read More

હું મંદિરે તો..માત્ર
પ્રાર્થના કરવા જાઉં છું,
ફરિયાદ કરવા તો,
મેં ઘરમાં અરીસો રાખ્યો છે...

કોઈકે કહ્યું. ..
રવિવાર નું નામ બદલીને પરિવાર રાખીએ તો ?
હું કહું છું. ....
જ્યારે પરિવારને આપણી જરૂર હોય ત્યારે રવિવાર રાખીએ તો ?......

લોકો કહે છે પૈસા રાખજો,ખરાબ સમયમાં કામ આવશે...
હું કહું છું સારા લોકો રાખજો, ખરાબ સમય જ નહિ આવે...

જીંદગીની દોડ માં એકાદ વળાંક એવો અચુક આવે છે કે જ્યાં સત્ય અને સમજણ બંને માણસ પાસે હોય છતાં પણ નિણર્ય લઈ શકાતો નથી...!!!

Read More

*કળયુગ ની હકીકત સાંભળો*
----------------------------------------------
માણસ છે પણ માનવતા નથી.
----------------------------------------------
સંપતિ છે પણ શાંતિ નથી.
----------------------------------------------
સુધરેલ છે પણ સંસ્કાર નથી.
----------------------------------------------
સાધુ છે પણ સદગુરુ નથી.
----------------------------------------------
ધર્મ છે પણ આચરણ નથી.
----------------------------------------------
ભગવાન છે પણ ભક્તિ નથી.
----------------------------------------------
ઇશ્વર છે પણ શ્રદ્ધા નથી.
----------------------------------------------
સુંદર છે પણ સુશીલ નથી.
----------------------------------------------
કુટુંબ છે પણ કર્તવ્ય નથી.
----------------------------------------------
ડીગ્રી છે પણ નોકરી નથી.
----------------------------------------------
કળા છે પણ કદર નથી.
----------------------------------------------
શાણ પણ છે પણ શરમ નથી.
----------------------------------------------
રાત છે પણ ઊંઘ નથી.
----------------------------------------------
વેપાર છે પણ નફા નથી.
----------------------------------------------
દુકાન છે પણ ધંધા નથી.
----------------------------------------------
ભાઈઓ છે પણ ભળતા નથી.
----------------------------------------------
ભણેલા છે પણ ગણેલા નથી.
----------------------------------------------
સગાં ઓ છે પણ સંપ નથી.
----------------------------------------------
સમાજ છે પણ સમજણ નથી.
----------------------------------------------
સરકાર છે પણ સજાગ નથી.
----------------------------------------------
સંસાર છે પણ સુખી નથી.


*આમાં કઈ ખોટું હોય તો કયો...*

Read More

*સંતાન ને દોષ દીધા વગર ગામ ના કોઈ પણ બગીચે જઈ ને રડી લેવુ*.

બાળક ને ઈંગ્લીશ મિડીયમ મા ભણાવો ઈંગ્લીશ મા વાતો કરતા શીખવો,

*'બર્થડે'* અને

*'મેરેજ એનીવર્સરી'*

વિગેરે આવા બધા પ્રસંગો ને ઈંગ્લીશ કલ્ચર થી ઉજવતા જોઈ ને રાજી થાવ...

માતા પિતા ને *'મમ્મા'* અને
*'ડેડા'* કેતા પણ શીખવો...

અને જ્યારે એજ ઈંગ્લીશ કલ્ચર થી સજ્જ બાળક મોટુ થઈ ને તમને સમય ન આપે, અથવા તમારી લાગણી ને ન સમજે અથવા તમને તુચ્છ સમજી ને હડધુત કરે અથવા તેનામાં તમને કોઈ પણ સંસ્કારો ના દર્શન ન થાય તો બિલકુલ પણ ઘર નુ વાતાવરણ ગમગીન કર્યા વગર કે સંતાન ને દોષ દીધા વગર ગામ ના કોઈ પણ બગીચે જઈ ને રડી લેવુ...

*કારણ કે...*

બાળક ની પેલ્લી વર્ષગાંઠ ઉપર

*હવન કુંડ મા આહુતી કેવી રીતે અપાય*...

એના બદલે છરી થી *'કેક'* કેમ કપાય એ શિખવનાર આપણે...

*મંત્ર શુ છે તેની તાકાત કેવી છે પ્રભાવ કેવો છે પુજા પાઠ ના સંસ્કાર આપવા ને બદલે,*

કડકડાટ ઈંગ્લીશ બોલતા સાંભળીને રાજી થતા આપણે..

પેલ્લી વાર બહાર જતા,,
*'જય શ્રી કૃષ્ણ'*

ને બદલે
*'બાય બાય'*
કે તા શિખવનાર આપણે..

પરીક્ષા આપવા જતી વખતે
*ઈષ્ટ દેવ /વડીલો ને*

પગે લગાડવા ને બદલે

*'Best of Luck'*

કહીને સ્કૂલે મોકલનારા આપણે..

બાળક પાસ થતા ઘર મા સાથે બેસી ને લાપસી જમવા ને બદલે,,,

*હોટેલ મા કચરો ખાવા*

મોકલનારા આપણે..

આજ બાળક મોટુ થાય છે અને પરણે એટલે
*કુળદેવતા / દેવ દર્શને*
મોકલવાને બદલે...

હનીમુન કરવા *'ફોરેન'* ની ટીકીટ તેના હાથમાં આપવા વાળા આપણે..

ઘણી એવી અંગ્રેજ કલ્ચર છે કે જેને પગે લાગવા મા શરમ લાગે છે...

વાંક કોનો...??
માત્ર તમારો *(મા-બાપ)*

ઈંગ્લીશ માત્ર *ભાષા* છે...

તેને *શીખવાની* હોય..

*જીવન માં ઉતારવાની*
ન હોય..

માનો તો ઠીક છે..
નહિ તો જિંદગી ભગવાને દીધી છે..

ચાલતી આવે છે,
ચાલતી રહેશે..

*બોલ્યું ચાલ્યું માફ*

🙏🏼

Read More

પત્ની ના વાળ મા અચાનક ગજરો લગાવતાજ તેની આંખમાં ખીલતા પ્રીતનું ગુલાબ, એજ તમારો rose day!!

પત્ની ને આમજ જીન્દગી ભર સાથ આપું એવી યાચના કરૂ, એજ તમારો propose day!!

રસ્તા પર અનાથ છોકરાને ચોકલેટ આપીને હસાવુ, એજ તમારો chocolate day!!

છોકરાઓને શા માટે જોઈએ બહાર નો ટેડી,
એક દિવસ ઘોડો બની હું જ બનીસ ટેડી,
એજ તમારો teddy day!!

હું વચન આપું છું કે મા બાપ ને ક્યારેય આશ્રમ બતાવીસ નહીં, એજ તમારો promise day!!

સાંજે થાકીને ઘરે અવતાજ છોકરાઓ મને ભેટી પઢે, એજ તમારો hug day!!

રજાના દિવસે ભેગા મળી હસતાં રમતાં વિતાવેલો દિવસ, એજ તમારો valentine day!!

Read More

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.

ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને.
તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે.

ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર
ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે.

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના:
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.

કામધેનુને જડે ના એક સૂકું તણખલું
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.

છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ?
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.

Read More

👏🏻👴🏼👵🏻👴🏼👵🏻👴🏼👵🏻👴🏼👏🏻

એક વડીલની સાથે હું બેઠો હતો,
અચાનક મોબાઈલમાં જોતા જોતા હસી પડ્યા...

રોજની અવર-જવર સાથે હોવાને કારણે મિત્ર જેવા બની ગયા હતા.

મે તેમની સામે જોઈ
હસવાનું કારણ પૂછયું.

વડીલ થોડાં ગંભીર મુદ્રા સાથે મોબાઈલ બંધ કરીને બોલ્યા,

*દિલની વાત કરું છું...*
આ મારો છોકરો, જયારે એની મમ્મી એને LPG નો સિલિન્ડર ખસેડવા માટે કહેતી,
ત્યારે કહેતો,
આટલું વજન મારા એકલાથી ના ખસેડાય, તું મદદ કરાવ..

મારો બેટો હનીમૂન કરવા ગયો છે, તેની પત્નીને ઊંચકીને ફોટા પડાવે છે.

પાછો લખે છે:
*"તેરે બીના ભી ક્યાં જીના"*

સાહેબ મને કહો કે-
*LPG ના સિલિન્ડર નું વજન વધારે કે તેની પત્નીનું,..?*
*આ યુવાન વર્ગ લાગણી ને સમજે છે શુ ?*

પાછો લખે છે - "તેરે બીના ભી કયા જીના?".

લગ્નના 10 વર્ષ પછી લખતો હોય તો દુઃખ ના થાય.

બે મિનિટ ચૂપ થઈ,
ઊંડા શ્વાસ લઈ બોલ્યા કે,
તેની કારકિર્દી બનાવવા રાત દિવસ એક કર્યા.

*કરકસર તો એવી કરી કે અમે પતિ-પત્ની એ અમારા સપના જમીનમાં દાટી દીધા.*

*આટલા વખતમા એક વખત પણ તેણે તેની માંને આવા શબ્દો કીધા હોત, કે
*"તેરે બીના ભી ક્યાં જીના".*

સાહેબ સોગંદપૂર્વક કહું છું.(વડીલ ભાવ વિભોર થઈ મારો હાથ પકડી લીધો) *આખી જીંદગીનો અમારો થાક ઉતરી જાત.*

આ તો,
તમારી સાથે દિલ મળી ગયું છે એટલે વાત કરાય.
સાહેબ,
મોટા છોકરા ને ભણાવીને વિદેશ મોકલ્યો,
લગ્ન કરી તેના પરિવાર સાથે ખુશ છે.

પણ સાહેબ,
એક વાત નો જવાબ આપો.
ભણાવી ગણાવી કમાતો કર્યો.
તેના પગાર અને મોભાનો જશ તેમની પત્ની અને તેના સાસરિયા લે છે.
તેની પ્રગતીનો જશ્ન તેઓ મનાવે છે.

તે નાદાન ને ક્યાં ખબર છે કે,
*તારા પગાર અને લાયકાત જોઈને તારી પત્ની અને સાસરિયાએ હા પાડી છે.*

*પથ્થરમાંથી શિલ્પ માબાપ બનાવે છે.*
અને
*એ પથ્થર દિલના સંતાન માબાપની આંખની ભાષા પણ ના વાંચી શકે ત્યારે દુઃખ થાય.*

વડીલ ની આંખમાં
પોતાના સંતાન પ્રત્યે ની ફરિયાદ અને દુઃખ હતુ.
પુરુષ હોવાથી રડવાનું જ બાકી હતું.

મને સ્વસ્થ થઈ પુછયુ,
તમારે સંતાન કેટલા.

મેં કીધું, એક.

મને કહે, સાહેબ,
સંતાનો નો વાંક નથી.
તે તો આ સમાજ વ્યવસ્થામાં બરાબર ગોઠવાઈ ગયા છે.

*વાંક આપણો જ છે કે વધારે પડતા લાગણીશીલ અને અપેક્ષા રાખી સંતાનને મોટા કરીએ છીએ.*

સાહેબ,
મારા અનુભવ ઉપરથી એક સલાહ આપું છું,
👇
*"ફક્ત લેણ-દેણના સંબંધ સમજીને જ સંતાનને મોટા કરજો.*
*તો જ જિંદગી આનંદથી જશે."*
🙏🙏
👆 *તમારા ઘરમાં બાળકો હોય તો આ સ્ટોરી અવશ્ય વાંચજો અને વંચાવજો.* 🙏🌹🌸🍀

Read More

ધી નો એક લોટો..
લાકડાના ઢગલા ઉપર
થોડા કલાકમાં રાખ
બસ આટલી છે
*માણસની ઓકાત...*

એક બુઢા બાપ
સાંજે મરી ગયા
પોતાની આખી જીંદગી
પરિવારના નામે કરી ગયા
ક્યાંક રડવાનો અવાજ
તો ક્યાંક વાતમાં વાત
અરે જલ્દી લઈ જાઓ
કોણ રાખશે આખી રાત
બસ આટલી છે
*માણસની ઓકાત...*

મર્યા પછી નીચે જોયું
નજારો નજર સામે જોયો
પોતાના મરણ પર
કોઈ લોકો જબરજસ્ત
તો કોઈ લોકો જબરજસ્તી
રડતાં હતાં
નથી રહ્યા જતાં રહ્યાં
ચાર દિવસ કરશે વાત
બસ આટલી છે
*માણસની ઓકાત...*

છોકરો સારો ફોટો બનાવશે
સામે અઞરબતી મુકશે
સુગંધી ફુલોની માળા હશે
અશ્રુ ભરી શ્રધ્ધાંજલિ હશે
પછી એ ફોટા પર
ઝાળા પણ કોન કરશે સાફ
બસ આટલી છે
*માણસની ઓકાત...*

આખી જીંદગી
મારૂ મારૂં કર્યુ
પોતાના માટે ઓછું
બીજાના માટે વધારે જીવ્યા
કોઈ નહીં આપે સાથ
જશો ખાલી હાથ
તલભાર સાથે લઈ જવાની
નથી ઓકાત
બસ આટલી છે
*માણસની ઓકાત...*

​તો પછી જીવનમાં ધમંડ શું કામ​ ......
બસ આટલી છે
*માણસની ઓકાત...*☝👥

Read More

મિત્રો
વન વગડો ગ્રુપ નું નવું સાહસ
કેટલાક સોશીયલ નેટવર્ક દ્વારા લોકો નો કીમતી પ્રતિભા માંગેલ કે
અમે નવું ગ્રુપ જેનું નામ
વન વગડો પોકેટ બુક નામનું
ખાલી સાહિત્ય માટેનું ગ્રુપ બનાવવા જય રહીયો છું
તો જવાબ માં મને
700 થી વધારે હા નો જવાબ મળેલ છે.
તો હું મારા ચાહકો અને મારા મિત્રો નો
દિલ થી ખૂબ ખૂબ આભાર માનુ છું

દિપક રાજગોર

https://chat.whatsapp.com/C1cO1f4esv890m6BohJSYB

Read More