Hey, I am reading on Matrubharti!

સેંકડો ઝરણાં, એક એક કરી ભેગા મળે ત્યારે સરિતા સર્જાય.

અધૂરી ઈચ્છાઓ કાગળ પર સભા ભરે ત્યારે કવિતા સર્જાય

અંધારીયે આજવાળા પાથરીયા હતા તમારે ઘ્વારે, હતું આજે ચાંદ દેખાશે, ક્યાં ખબર હતી મન ને મારાં કે તમારે તો બારેમાસ અમાસ, ને મારે તો ચાંદ ની તલાશ???

Read More

કોણ માને છે? વિધાતા હોય છે‌.
લેખ આકાશે લખાતા હોય છે.

કોણ માને? ઈશ્વરે દુનિયા ઘડી,
જગતમાં પૈસા પૂજાતા હોય છે.

એક પૈસો ના મળે મા બાપ ને,
બાળકો લાખો કમાતા હોય છે.

આંખથી જો ના વહે તો દર્દ ને,
કાગળે ઢોળી શકાતા હોય છે.

વાત ખોટી, કે લકીરો જોઇને,
ભાગ્યના લેખો કળાતા હોય છે.

Read More

કોઈ ઉંબરે હાથ દઈ જતું રહ્યું છે,
કોઈ શ્વાસો સાથ લઈ જતું રહ્યું છે.

હવે વધુમાં શું કહું હું તમને અહીં કે,
મારી સાથે કાયમ આવુંજ થતું રહ્યું છે

Read More

જે હતા એ ફક્ત પરપોટા હતા,
ટૂંકમાં આંસુ બધા ખોટાં હતાં.

કાં હવા મારા તરફ આવી જ નહિ ?
હાથમાં મારા ય ગલગોટા હતા.

માપવા બેઠી અને માપી લીધા,
જે બધાના નામ મસમોટાં હતાં.

Dishu patel

Read More

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી એ કે ભૂલી જાવ બર્થ ડે તો પકડે કોલર,
ને યાદ રાખો ત્યારે, તબિયત સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે ચા કરજો,
ઘણાંય એવાંય છે જેની ચા સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જવાય છે,
ચીંધે રાહ જે પત્નીઓ એ દિશા સારી નથી હોતી.

કુંવારોઓ છો ભરે બેચાર વધુ દમ આઝાદીના,
પરણેલાઓના ઘરની આબોહવા સારી નથી હોતી.

સહે છે પત્નીના બોજા સાથે કામકાજનો બોજો,
કરે પત્નીઓ પતિની એ દશા સારી નથી હોતી.

કબરમાં પોઢશો તો ત્યાંથીય પત્ની ઊભા કરશે,
અહીં કોઇ પણ જગા સારી નથી હોતી.

Read More

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા

આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?
હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા

વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ
અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા

એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા

મેંય રોજ ખેતરમાં મારાં ‘કશું નથી’ ને વાવ્યું
દાતરડું લઇ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા.

Read More

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.

ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.

માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.

હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.

કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.

Read More

આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે,
ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં.

વનમાં ભૂલીને ભાન, રઝળતા પ્રવાસને,
ઊડતાં ઝીણાં પતંગિયા નજરે ચડે નહીં.

દૃશ્યોની પાર જાઉં છું ક્યારેક ટહેલવા,
આંખો મીંચાઈ જાય પછી ઊઘડે નહીં.

એના જીવનમાં હોય નહીં કોઇ તાજગી,
રસ્તામાં ચાલતાં જે પડે આખડે નહીં.

મારી લથડતી ચાલના કારણમાં એટલું,
હોવાપણાનો ભાર હવે ઊપડે નહીં.

રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
નહીંતર આટલો મોડો પડે નહીં.

Read More

વિદેશ છે આતો ના ચાહવા છતાં માન છે
પાઉન્ડ રૂપિયા કરતા મહાન છે

નથી ગવાતું ગાન અહીંયા નું
કેમ કરી કહું કે મારું ભારત મહાન છે

અહીંયા કોહિનૂર કરતા ગુજરાતી નું માન છે
એલિઝાબેથ ને પણ ખબર છે પટેલ એક ઈકોનોમી નું સ્થાન છે

જાણવા છતાં લોકો અજાણ છે
શોખ પુરા કરવા અહીંયા અવાય છે

ભણેલી વ્યક્તિ નું અહીં બહુ માન છે
બ્રિટેન પણ જાણે છે ભારત ઇન્ટેલીઝ ની દુકાન છે

વહી રહ્યું છે અહીંયા ભારત નું જ્ઞાન
હવે રોકી લો નહિ તો ભારત થઇ જશે બેહાલ...
written by dishu patel

Read More