i can provide u artical on life and love related topics in gujrati and hindi language as freelancer also i can give voice to ur words as voice artist.

#bookreview

પુસ્તક નામ: ક્ષિતિજ ને પાર
લેખક: અવિરત"ક્ષિતિજ ને પાર" અનાયાસે હાથમાં આવેલું એક પુસ્તક જે "અવિરત" નામના લેખક દ્વારા લખવામાં આવ્યું છે.  પુસ્તક શેના વિશે લખાયું છે એ જણાવતા પહેલા એક વાત કહી દઉં કે, જે લોકોને પુસ્તકના દેખાવ અને એનું પ્રેઝન્ટેશન જોઈને પુસ્તક લેવાની આદત હોય એવા વાચકો માટે આ પુસ્તક કદાચ  નથી.

પુસ્તક વાંચતી વખતે એવું પણ લાગ્યું કે કોઈ વ્યક્તિએ સામાન્ય વર્ડપેડમાં લખેલી સ્ક્રિપ્ટ છાપી દીધી હોય .

"ક્ષિતિજ ને પાર" પુસ્તક એક મોટીવેશનલ પુસ્તક છે. આ પુસ્તકમાં  એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જો વ્યક્તિ પોતાની અંદર છુપાયેલી ક્ષમતાઓને વિકસાવવામાં ધ્યાન આપે તો એ વ્યક્તિ જીવનમાં અચૂક સફળતા મેળવી શકે.

બીજી મોટીવેશનલ પુસ્તકની જેમ જ આ પુસ્તક પણ જીવનની સફળતા માટે "એકાગ્રતા", "આત્મવિશ્વાસ" જેવા પસાઓના મહત્વને દર્શાવે છે અને સમજાવે છે કે જીવનમાં શું નથી મળ્યું તેની ફરિયાદ કરવા કરતાં, તેના અંગે વિચાર કરી સમય બરબાદ કરવા કરતાં  તમારે જીવનમાં શું મેળવવું છે ?અને હાલમાં તમારી પાસે શું છે? તેમજ તમારી પાસે રહેલી ક્ષમતાનો ઉપયોગ કરી તમે સફળતા કેવી રીતે મેળવી શકો છો? એના  વિશે વિચારતા રહેવું જોઈએ કેમ કે તમારી સફળ થવાની તીવ્ર ઈચ્છાઓ અને સફળતા માટેના સતત વિચાર  જ તમને જીવનમાં સફળતા મેળવવા   માટેના નવા ઉપાયો તરફ   લઈ જાય છે.  

આ પુસ્તક વાંચતી વખતે મને   "જોસેફ મર્ફી" નામના લેખક દ્વારા લખાયેલ  "પાવર ઓફ સબ કોનસિયસ માઈન્ડ"  પુસ્તકની યાદ આવી. જો તમે પણ એ પુસ્તક વાંચ્યુ હશે તો આ પુસ્તકની વાતો કદાચ તમને કોઈ ખાસ પ્રેરણા નહિ આપી શકે.

પુસ્તકની સારી બાબત એ છે કે, આ બધા સફળતાના સૂત્રો લેખકે એક યુવાન  ગરીબ છોકરીના જીવનની સફરને વર્ણવતી  હૃદયસ્પર્શી  વાર્તા દ્વારા સમજાવ્યા છે જેના લીધે તમને પુસ્તક વાંચવામાં થોડો રસ જરૂર પડશે. કેથરીન નામની એક ગરીબ પરિવારની છોકરીને અચાનક  એક ડાયરી મળે છે અને એ ડાયરીમાં લખાયેલ કેટલીક વાતો એના જીવનની  સાચી દિશા  શોધવામાં મદદરૂપ બને છે.

કોઈપણ મોટીવેશનલ પુસ્તક તમારા જીવનમાં ત્યારે જ ફેરફાર કરી શકે, જ્યારે એ પુસ્તકમાં લખાયેલી વાતોનો અમલ તમે તમારા જીવનમાં કરો આ વાતને લેખકે કેથરીનની બદલાતી આદતો અને તેને લીધે તેના વ્યક્તિત્વમાં આવતા ફેરફાર  દ્વારા ખૂબ સારી રીતે વર્ણવી છે. પણ જો તમે કઈક નવું વાંચવાની અપેક્ષા રાખતા હોય  તો આ પુસ્તક તમારા માટે નથી અને  જો તમે  કોઈ બીજાના જીવનમાંથી પ્રેરણા લઈને પોતાના જીવનને બદલી શકતા હોય તો તમારે  એકવાર આ પુસ્તક વાંચવું જોઈએ.

-diya's poetry (Divya modh)

Read More

મળેલા જીવ
લેખક : પન્નાલાલ પટેલ
કિંમત: ૨૪૦રૂ.
પ્રકાશન વર્ષ:૧૯૪૧

"મળેલા જીવ" એ ગુજરાતી  સાહિત્યના જાણીતા લેખક પન્નાલાલ પટેલ દ્વારા લખાયેલ એક પ્રેમકથા છે. જે સૌપ્રથમ ફૂલછાબ નામના દૈનિકમાં પ્રકાશિત કરવામાં આવી હતી જે બાદ વર્ષ ૧૯૪૧માં તેને પુસ્તક  સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવી હતી.આ પુસ્તક ભલે વર્ષો પહેલા પ્રકાશિત થઈ ગયું હોય પણ એમાં કરવામાં આવેલ  સમાજ અને જ્ઞાતિ ભેદને કારણે અધૂરા રહી  જતા પ્રેમની વાત આજના સમાજમાં પણ એટલી જ લાગુ પડે છે.એટલું જ નહિ પરંતુ લોકોની  અમુક ખોટી ધાર્મિક માન્યતા પર પણ લેખકે આછો કટાક્ષ કર્યો છે. સાથે જ જ્યારે પ્રેમ અને સહનશકિત પોતાની હદ વટાવી જાય છે ત્યારે માણસની શી દશા થાય છે એનું આલેખન પણ લેખકે અંતમાં ગાંડી થઈને આખા ગામમાં રખડતી જીવીના પાત્ર દ્વારા કર્યું છે.


સૌપ્રથમ પુસ્તકની પ્રસ્તાવના વિશે વાત કરું તો  આ પુસ્તકની પ્રસ્તાવના ઝવેરચંદ મેઘાણી સાહેબે લખી છે. પ્રસ્તાવના મેઘાણી સાહેબે  એટલી તો સચોટ રીતે તૈયાર કરી છે કે વાંચ્યા બાદ તો વાર્તા વાંચવાની તાલાવેલી વધી જ જાય . તેમણે આ વાર્તાના પાત્રોને ઉદ્દેશીને પણ જે સવાલ કર્યા છે કે આખીયે જે ઘટના બને છે , જીવી અને કાનજી નામના બે મુખ્ય પાત્રોના જીવનની જે દુર્દશા થાય છે તેમાં વાંક કોનો? આ સવાલો વાચકના મનને પણ વાર્તા વાંચતી વખતે થશે જ. સાથે જ વાર્તાકારે વાપરેલી તળપદી ભાષા અને વચ્ચે ક્યાંક ક્યાંક લખેલા દોહરા વાચકને આપણી લોકબોલી અને લોકસાહિત્યમાં પણ રસ જન્માવવા મદદરૂપ બને છે અને વાચકને વાર્તા સાથે જકડી રાખે છે.


"મળેલા જીવ"ની કાનજી અને જીવીની આ પ્રણય કથા  કાનજીના ઉધડિયા ગામના પોતાના મિત્રો સાથે મેળામાં જતા અને એ મેળામાં જોગીપરા ગામેથી આવેલી  જીવી સાથે અજાણતા જ મેળાની ચકડોળમાં બેસી જતા શરૂ થાય છે અને પ્રણયકથા અને વાર્તાનો અંત પણ એક મેળામાં બંનેના મિલનથી જ થાય છે,  ફરક છે તો બસ એ જ કે  અંતમાં કાનજી અને જીવી નામના બે મળેલા જીવ, બે  પ્રેમી એકબીજાને મળે તો છે પરંતુ અલગ અલગ દિશામાંથી આવી આ મેળામાં એક થતાં પહેલાં જીવી અને કાનજી એ વેઠેલી વ્યથાઓ અને તડપને વ્યક્ત કરતા લેખક લખે છે: .
'શીદ મેલ્યું 'લ્યા ઝરમર કાળજું!
ભૂલ્યો ભૂલ્યો ભલા ભગવાન!'

એક હૈયામાં ઉઠેલી લાગણીઓને લીધે જ કાનજી અને જીવીને અનેકગણું સહેવું પડ્યું અને હૈયાની લાગણીઓને લીધે જ તો આખીયે વાર્તા ઘડાઈ હતી.

ટુંકમાં કહું તો "મળેલા જીવ" એટલે જેને વાંચતા વાંચતા આપણો જીવ અધ્ધર થઈ જાય એવી એક ગામડાની પ્રમગાથા જે કુલ ૨૨ પ્રકરણમાં વણાયેલી છે. જેમાં પોતાના પ્રિયપાત્રને પરિવારથી છૂપાઈ ને મળવાનો હરખ પણ છે અને પોતાના પ્રિય પાત્રને લોકલાજે અને સમાજના ડરથી કોઈ બીજાને સોંપી દેવાની વેદના પણ છે. આ જ વાર્તાનો એક દોહરો જે આજના યુવાન હૈયાની અને સમાજને લીધે અલગ થયેલા પ્રેમીઓની મનોદશાનુ વર્ણન કરી આ વાર્તાને અત્યારના સમય સાથે પણ સાંકળી લે છે:

"ભૂલ્યા ભુલાશે મહિયર માળખાં,
ભૂલી જશું મોસાળે વાટ;..
ભૂલી જવાશે કો અભાગિયાં,
ભૂલી જવાશે પ્રીતની રીત;
પણ નહિ રે ભુલાય એક આટલું :
કોક દન કરી'તી પ્રીત."

એટલે સમાજ, આબરૂ અને સંબંધ સાચવવા માટે ભલે બે પ્રેમ કરનાર વ્યક્તિઓએ અલગ થવું પડતું હોય પરંતુ બંનેના હૈયામાં એકબીજાને ચહ્યાની યાદ તો હમેશા અકબંધ રહેવાની જ .
--divyamodh (diya's poetry)
પ્રથમવાર બૂક રિવ્યૂ લખવાની કોશિશ કરી છે તો તમારા પ્રતિભાવ જરૂરથી જણાવશો.

Read More

કરવો છે એક સવાલ ઓલા ઈશ્વરથી મારે,
ખુદ તો જમતો તું સ્વાદિષ્ટ ભોજનનો થાળ
તો અહી ,ગરીબોને કા તું ભુખા મારે?


કરવો છે એક સવાલ ઓલા ઈશ્વરથી મારે,
ખુદ તો રાખતો તું ચાર ચાર હાથ તો
માણસને કા તું બે હાથ માટે પણ રડાવે?

કરવો છે એક સવાલ ઓલા ઈશ્વરથી મારે,
ખુદ તો બની બેઠો તું અનોખી શકિતનો માલિક
તો અહી કા લોકોને તું શરીરથી લાચાર બનાવે?

કરવો છે એક સવાલ ઓલા ઈશ્વરથી મારે,
ખુદ તો મેળવી લીધો તે બ્બે માતાનો પ્રેમ તો ,
અહી કા બાળકોને તું સાવ અનાથ બનાવે?

કરવો છે એક સવાલ ઓલા ઈશ્વરથી મારે
ત્યાં તો સાંભળી લીધી તે સુદામા ને દ્રૌપદી બંનેની
પુકાર,

તો અહી કા તું એકેયની લાજ બચાવવા ના આવે?
-diya's poetry

Read More

બંધ બારણે રહેવું હવે ફાવી ગયું,
અમને મૌન રહીને જ બધું કહેવું હવે ફાવી ગયું;
કેટલાય કારણો હોવા છતાં, એ રંજાડતા નથી હવે,
લાગે છે, દર્દોને ય દિલમાં જ હવે દબવું ફાવી ગયું.
-Diya's poetry

Read More

happy holi friends..

कभी हमने ही मांगी थी जिनकी आंखों में आसूं न आने की दुआ
आज वो ही हमे रुलाकर दुआ में किसी और को मांग रहे है।।

-diya's poetry

Read More