તારા હૃદયમા અમને ઉમર કેદ મળે, ભલે થાકે બધા વકીલ, તોય જામીન ન મળે.. "દિવ્યાગ"

TIME &TIDE WAIT FOR KNOWN

😊

એક પ્રશ્ન :-

જો લગ્ન ની જોડી ભગવાન બનાવે છે.

તો તે એકજ જાતિ માં કેમ બનાવે છે.??
શું ભગવાન પણ જાતિવાદી છે??????

ભીની ભીની સુગંધ કોઈ મને ભીતર સુધી વીંધે છે..

ફુલોને પૂછ્યું સરનામું તો એ તારી તરફ આંગળી ચીંધે છે..

❛❛તું પાસે તો નથી,
છતાં તારી સાથે રહેવાની
....આદત છે મને.

તું કશું બોલતી પણ નથી,
છતાં રોજ તને સાંભળવાની
....આદત છે મને.

મારી કવિતા તું નહીં વાંચે
છતાં કવિતામાં તને લખવાની
....આદત છે મને.

મળે છે ક્યાં તું મને,
છતાં બંધ આંખે તને જોવાની
....આદત છે મને.

જાણું છું તું મારી નથી,
છતાં તારું બની રહેવાની
....આદત છે મને.

તું લખતી નથી કશું મારા માટે,
છતાં તને વાંચવાની
....આદત છે મને.

તું ક્યાં સાંભળે છે કશું,
છતાં તને બધું કહેવાની
....આદત છે મને.

જાણું છું તું ક્યારેય નહીં આવે,
છતાં તારી રાહ જોવાની
....આદત છે મને.

જાણું છું બધું છતાં ચાહું છું તને,
જાણીજોઈને અજાણ બનવાની
....આદત છે મને.

નસીબમાં નથી તું,
છતાં પ્રાર્થનામાં તને માંગવાની
....આદત છે મને.

તું નથી મારા જીવનમાં,ખબર છે
પણ તારી સાથે જીવવાની
....આદત છે મને.❜❜
✍️દિવ્યાંગ

Read More