ન સારથી ન સહયાત્રી

કરે છે પૂછપરછ આજ દિલ મને
તું હશે છે કે હસવાનો ડોળ કરે છે?

શું કહું એને સાચું કહું કે સત્ય સમજાવું,
એ ખબર ના પડી એટલે કશું ના કહ્યું!

જિંદગી એની રફતારથી દોડતી હતી,
એટલે બીજો કશો વિચાર કેમ કરવો?

વળી મન કહે અરે ગાંડી! તું તો જીવી લે,
મેં કીધું જીવું કે જીવી લઉં?

બસ, ત્યારથી આજ સુધીમાં હસું છું
જીવું છું સાથે કદાચ દંભ પણ કરું છું!!
#પૂછપરછ

Read More

અર્ધ બેભાન અવસ્થામાં આંખ ઉઘાડી
પ્રસૂતાએ નિજ બાળકને નિહાળ્યું;
થયો હાશકારો હૃદય મહી;
કેમકે, પંડમાંથી આપ્યો'તો આકાર.
આજ થયો સફળ અવતાર,
જણ્યું છે બાળક, કુદરતની આગવી ભેટ!
નથી આ સંસારમાં અન્યને સુખ આવું,
જેવું એક સ્ત્રીના જન્મમાં મળ્યું.
કહે છે સમાજ અઢળક પાપે મળે સ્ત્રી જન્મ,
કહું છું હું ઇશ્વરની ચાહત જોઈએ સ્ત્રી બનવા!!!
#અર્ધ

Read More

આજ યાદોનું ભાણું ખોલ્યું જ્યારે
ત્યારે સંઘરેલી યાદોની વાની પીરસાણી.
કોઈ હતી લાઈવ ઢોકળા જેવી તરોતાજા,
વળી કોઈ થઈ ગઈ હતી સૂકા શાક જેવી.
અમુક યાદો ઉભરાતી હતી ઉકળતી દાળ જેમ,
ને કોઈક વળી થઈ ગઈ હતી ઠંડા ભાત જેવી.
ચો પડીમાં ઘી ચોપડાય ને સુગંધ પ્રસરાય,
તેમ અમુક યાદો તાજી થઈ સુખ ફેલાવા લાગી.
ક્યારેક મળે સૂકો રોટલો ને પેટ ભરવું પડે,
તેમ જ અમુક યાદો એ દિલ ભરી દીધું.
ભાવે છે જીભને તીખું-મીઠું-ગળ્યું-ખારું ચવાણું,
ખટ-મીઠ્ઠી યાદો એ પણ ભરી દીધી હળવાશ.
આજ ફરી સંઘરવું પડશે બધું મનમાં,
તો જ માણી શકાશે નવી યાદોની મીઠાશ.
#સંઘરવું

Read More

છો ધર્માંધ ભલે દુનિયા આખી,
તને ગતાગમ નથી શું ધર્મની?
થાય જો ટીલા ટપકાં ને ઘસાય ચંદન
તો જ શું થશે પૂજા ને ગણાશે ધર્મ?
ઘડી બે ઘડી આંખ બંધ કરી મૂર્તિ નિહાળી
શું ખરેખર, તું અંતરથી પામશે ધર્મને?
વિકારોથી શરીરની મુક્તિ પણ અઘરી છે,
તુજ મનની વાસના શાંત થાય એ જરૂરી છે.
તિલક કરી ધર્મનો ધ્વજ તો કોઈપણ લહેરાવે,
જો તું પતાકા લહેરાવે માનવધર્મની તો શું?
#ધર્માંધ

Read More

બેહોશ છે આજે લાગણીઓની કૂંપળ,
કેમકે ઘરની તુલસીમાંથી ડાળી છૂટી પડી છે.
આજ સુધી જે મૂળથી જોડાયેલી હતી,
તે ડાળી, કલમ થઈ વિદાય થઈ છે.
ક્યારી કરી, પાણી પાઈ, ખાતરથી જેને શુદ્ધ રાખી,
હવે તે બની ચૂકી છે બીજા આંગણાની તુલસી!
ટાઢ, તાપ, ચોમાસુ સહેવાની ઈશ્વર તાકાત આપે;
વિદાયની વસમી વેળા ખમવાની શક્તિ દે.
તુલસી ક્યારે કરી કંકુના થાપા જે ખુશ હતી,
એ ખુદ આજે કંકુના થાપા કરી છાપ છોડે છે...
#બેહોશ

Read More

જુવાન થૈ છે
ભલે જિંદગી આજ;
શૈશવ મળે?
#જુવાન

બન્યો છે જુવાન આજે કોરોના
કયારે થશે એ ઘરડો ખબર નથી!
હતો એક વખત એ પણ બાળક!
ત્યારે ધ્યાન આપ્યું નહિ!
બાળકમાંથી થયો કિશોર
હાહાકાર મચાવવાની શરૂઆત કરી એણે!
લાગ્યું દુનિયાને આવડો આ વાયરસ
કાલનો બાળક આજે કરી શું લેવાનો?
જોતજોતામાં તો જન્મભૂમિમાંથી નીકળી
પહોંચી ગયો એ વિશ્વના ફલક પર!
એક સમયનો એ નાનકડો બાળક
આજે દુનિયાને હંફાવી રહ્યો છે પોતાના તાલ પર!!!
#જુવાન

Read More

મુલાયમ લાગણીઓના આ પ્રદેશમાં
કોઈ પોતાનું લાગે છે.
મીઠી આ વીરડીમાં જાતને પંપાળવા
સૌની મથામણ લાગે છે.
કયાં કોઈની લાગણીઓમાં અંતર છે
ભેદ બધા મનના માનેલા છે.
હોવા ન હોવાનો ભેદ છે બધો
બાકી સહુ આસપાસ જ છે.
મારા તારા વચ્ચેનો અહમ્ ઓગાળવાનો છે
પછી બધુ સમુ સૂતરું છે.
એ પછી જ ભીના મનની ભીની લાગણીઓ
જીવન ભીનું કરી જાય છે.
#ભીનું

Read More

ઉન્નતિ થશે કે અધોગતિ,
આ દેશની ખબર નથી.
પતન કે પુનરૂત્થાન સમજાતું નથી,
કેમકે,બરબાદ થઈ રહ્યું છે મુલ્ક.
વધતી હતી મોંઘવારી ને ભ્રષ્ટાચાર,
સેન્સેક્સનો આખલો'ય ક્યાં કાબુમાં હતો!
વાવાઝોડું ને સુનામી તો છાશવારે આવ્યા,
ધરતીકંપ પણ કેમ બાકી રહી જાય.
સૈનિક પરના હુમલા એ તો દેશ ધ્રુજાવ્યો,
તો વળતો જવાબ આપી હાજા આપડેય ગગડાવ્યા.
બોલિવૂડે કલાકારો ગુમાવ્યા ને ,
માતાઓએ વીર સપૂત ગુમાવ્યા.
પથરાયો છે અંધકાર દેશ પર કોરોનાનો,
ત્યારે કોણ કોને બચાવશે?
બસ, બહુ થયું હવે જાગવાનો સમય છે,
ખાલી કોલરટયુનથી જાગૃતિ આવવાની નથી.
#ઉન્નતિ

Read More

જન્મ જીવન મરણ એ વ્યથા છે
આમ અને ખાસ સૌની કથા છે.
કોઈની મશહૂર છે ને કોઈની બદનામ છે
તેમ છતા પોતાની ને પુનિત છે.
કથા છુપાવ્યે એ વ્યથા ચર્ચાશે
જાહેર કરે એ ચોરે ને ચૌટે બોલાશે.
ન ગમતા કિરદાર નિભાવી ,
કોઈ અમર થાય છે;
ગમતાં અભિનયમાં પણ ;
કોઈ ઠેસ ખાઈ જાય છે.
કોઈક જ નિભાવી જાણે છે,
એ અનન્ય ને અજોડ કથા.
અદ્વિતીય હોય છે એ નાટક
જેના અંતની જાણ નથી હોતી.
#અનન્ય

Read More