મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે દોસ્ત, સૌનું પોતીકું અજવાળું હોવું જોઈએ - રઈશ મનીઆર, બસ એ જ અજવાળું અહીં મળી રહે એવી આશા સાથે માતૃભારતી પર છું.

ઉત્સુક છું હું ફરી એકવાર મિલન માટે,
જો તું આવી રીતે ઉત્સવ બનીને આવે તો!

- ડોલી

ભલે હોય તારી બાજ નજર લક્ષ્ય તરફ,
પણ એકાગ્રતા તો એ અર્જુન જેવી જ માંગે છે.

#બાજ

આગમન અને સાવનને કંઈક તો સંબંધ હશે જ,
નહીં તો નવી કૂંપળનું ફૂટવું આટલું નયનરમ્ય લાગે ખરું?

તું સમંદરનો સાથ ક્યાં આપે છે, નદીના કહેણને કેમ અભિયાન સમજુ હું?
વિશ્વાસના આધારે સફર કરી છે શરૂ, મહેનત માત્રની કેમ શાન સમજુ હું?

ડોલી

#શરૂઆત

Read More

નહી મૂકું લીધેલી વાત હવે,
હોય કે ના હોય તારો સાથ હવે.

વીતી જવા આવી છે રાત હવે,
ક્યાં સુધી ઈચ્છાઓ ને આપું માત હવે?

- ડોલી

Read More

તું આવે ને સઘળું બદલાય, એ તે કેવું?
થોડું મને પણ શીખવાડ, અળગા કેમ રહેવુ

ખૂટ્યા કરે છે નિરંતર કંઈક, ક્યાં સુધી એ સહેવુ?
ભીડમાં પણ લાગે ભય, જોયું છે તે ક્યાંય તેવું?

- ડોલી


#શીખો

Read More

જ્યાં માધવપુરનો દરિયા કિનારો યુનાઇટેડ સ્ટેટ્સના મિયામી બીચ કરતા વધારે સુંદર હોય, જ્યાં થેપલાંનું બ્રેડ કરતા વધારે વેચાણ હોય, જ્યાં પર્વતો, નદીઓ છૂટા હાથે કુદરતી સૌંદર્ય વેરતા હોય, જ્યાં ગામે-ગામ પોતાની આગવી બોલીનો વારસો હોય, ને જ્યાંના સાહિત્યમાં સાહસ, પરાક્રમ, અને પરોપકારની વાતોનો એક આગવો રંગ હોય, એવા ગુજરાત અને ગુજરાતીઓને ગુજરાતના સ્થાપના દિનની હાર્દિક શુભકામનાઓ.

Read More

You don't only read a book, you meet a new character, visit a new place, and experience whole new world. Books are the journey and destinations.

keep reading. Happy world book day to all!

તું સમંદરનો સાથ ક્યાં આપે છે, નદીના કહેણને કેમ અભિયાન સમજુ હું?
વિશ્વાસના આધારે સફર કરી છે શરૂ, મહેનત માત્રની કેમ શાન સમજુ હું?

- ડોલી

Read More