એકાદી ક્ષણ આપો મને તમારા આયખા વિશે લખવું છે,
મારા વાદળને સંતાડીને તમારી ઈચ્છાના વરસાદે જીવવું છે,
મારી નદીને છોડી દઇને તમારા સાગરમાં તરવું છે,
એકાદી ક્ષણ આપો મને તમારા આયખા વિશે લખવું છે,
મારી વાતોને ભુલી જઈને તમારી વાતોમાં પડવું છે,
એકાદી ક્ષણ આપો મને તમારા આયખા વિશે લખવું છે,
મારા સપનાને છોડી દઇને તમારા સપનામાં જીવવું છે,
એકાદી ક્ષણ આપો મને તમારા આયખા વિશે લખવું છે,
કહે ભગવાન "દૃષ્ટિ" ને માંગ તારે શું જોતું છે,
માગું ભગવાન પાસે બસ એટલું જ કે પપ્પાના પ્રેમમાં પડવું છે,
એકાદી ક્ષણ આપો મને તમારા આયખા વિશે લખવું છે.

Read More