I am professor , writer ,poet and singer also. I have fond of reading, writing and singing........................... ગીતાના ચિન્તનમા ચિંતુ હું,મને રાખ શરણમાં કિન્તુ તું, થઈ જાવ ખૂબ નિહાલ , મારી અરજ સુણ તું જગપાલ.

કૃષ્ણ તમે....
કૃષ્ણ તમે રાધાની વેદના થઈ,
કાજળ ઘેરી આંખોમાં,
પ્રેમનાં આંસું થઈ વરસ્યા.
મીરાનાં ગિરધર થઈ,
ઝેરનાં પ્યાલામાં ,
અમૃત થઈ નીતર્યા.
રાસ રચાવી વૃન્દા તે વનમાં,
વાંસળીનાં સૂરો રેલાવી,
ગોપીોઓનાં હ્રદયે વસ્યાં.
ગાયો ચરાવી ગોકુળમાં ને,
નદીઓ વહાવી માખણની,
જશોદાનાં જાયા થઈ જચ્યાં.
મૈત્રીની મિશાલ ધરી,
સુદામાંનાં તાંદુલમાં ને,
દ્વારકાધીશ થઈ દીપ્યા.
શાંતિની સૌગાદ ધરી હસ્તિનાપુરમાં,
મેવા ઠુકરાવી દુર્યોધનનાં ને,
ભાજી વિદૂરની લઈ જંપ્યાં.
એક-એક આપત્તિ અન્યની વહોરી ને,
બેઠા નહીં કયાંય ઠરી ઠામ,
દ્રૌપદીની સૂણી આર્તવાણી ને,
નારીની લજજા થઈ નીપજયાં.
કર્મ ને ધર્મ નો મર્મ સમજાવી ,ગીતામાં-,
શંખ ફૂંકી જીવનનાં જંગનો ને,
અર્જુનનાં સારથિ થઈ સંચર્યા.
વેદો વન્દે છે જેને અહોર્નિશ,
ગીતા-તે પુરુષોત્તમ તમે,
ભારતની ભૂમિ પર ,
માનવ બની અવતર્યાં.
-ગીતા-

Read More

"સુખ ની શોધ"
સુખ કયાં કયાં છે ?
મહેલો ની રત્ન જડીત અટારી માં ?
કે સોનાની કટારી માં ?
ઓઈલ પેન્ટ કરેલી દિવાલો માં ?
કે નકશીદાર ઝુમ્મરો માં ?
ચાન્દીની તિજોરીમાં કેદ છે ?
કે પ્લેટીનમ ના દાગીના માં ?
સોનાના હિંડોળા માં ?
કે ડનલપના ગાદલાં માં ?
આલાગ્રાન કાર માં ?
કે બેન્ક ના લોકર માં ?
સુખ ને બાન્ધી શકવાની તાકાત ,
છે કોઈનામાં ?
તે તો વસે છે ?
આઝાદ પંખી ની અં!ખ માં,
નીલગગન ની પં!ખ માં,
સાગર ની લહેરો માં,
પર્વતો ની કોતરોમાં,
મુક્ત વાતા પવનો માં,
વૃક્ષો ની ઠંડી છં!વ માં,
ગાતી નદીના તટ માં,
કોયલના બે ઘડી ટહુકાર માં,
જીવન નું મહાન સુખ સમાયેલું છે ,
સંતોષ રૂપી ધનમાં,
મનના અગાધ સમંદર માં,
શાંતિ અને પ્રસન્નતાની પળોમાં.
"ગીતા"ને ગીતા ની રાહમાં ,
સુખ ની એક ઝલક મળી છે.

Read More

રાધે...રાધે,,,દ્વારકા નગરીમાં સોનાના હિંડોળે દ્વારકાનાથ ભગવાન શ્રીકૃષ્ણ હિંચકે છે.સાથે પટરાણી રૂકમણીજી બિરાજમાન છે.તે સમયે એક માણસ ભગવાનને મળવા આવે છે.તે ભગવાનનો બાળસખા છે.ગોકુળનો જૂનો મિત્ર છે.તે ભગવાનને આવા વૈભવમાં ખૂબજ ખુશ નિહાળીને પૂછે છે,હે સખા । હે દ્વારકાધીશ । તમે અહીં પટરાણી સાથે સુખ ચૈનથી જીવન વ્યતીત કરો છો અને ગોકુળમાં તમારી રાધા,ગોવાળો અનેગોપીઓની શું દશા છે ,તેની તમને ખબર છે -ભગવાને મંદ મંદ હસીને કહ્યું । ઉધ્ધવ । તું મારો મિત્ર છે. ગોકુળમાં જા અને બધાના ક્ષામકુશળ પૂછીને મને સમાચાર જણાવજે.

ઉધ્ધવ તો ચાલ્યા ગોકુળના માર્ગે. રથ ગોકુળની સીમાએ ઊભો રાખ્યો.તેમને થયુ કે ચાલીને બધાને મળીને ક્ષેમકુશળ પૂછી શકાય.પરંતુ ધરતી પર પગ મૂકતાની સાથે જ .......ગોકુળની રેણુ-રજ બોલે છે રાધે...રાધે...ઉધ્ધવને તો નવાઈ લાગી તેને થયું કે આ મારો ભ્રમ છે.કૃષ્ણ-કૃષ્ણ સંભળાવું જોઈએ.એગળ ચાલ્યા, બેચાર ગોપીના ઘરની મુલાકાત લીધી.આંગણામાં પ્રવેશતા જ પોપટ બોલે છે રાધે...રાધે... જે ગોપીઓ દહીં વલોવી માખણ કરતી હતી, ત્યાં જઈ જુએ છે તો માખણની હાંડી અને વલોણું બોલે છે રાધે...રાધે...ઉધ્ધવ આગળ ગયા,તો઼ થોડા બાળકો રમતાં હતાં. તેઓ બોલે છે રાધે...રાધે...ત્યાંથી જયાં ગાયો ચરતી હતી ત્યાં ગયા, તો ગાયો બોલે છે રાધે...રાધે... યમુના તટે જોયું તો તેના નીર ઉછળે છે અને ધ્વની નીકળે છે , રાધે...રાધે...કદંબના વૃક્ષો, ડાળીઓ,પાંદડા બોલે છે, રાધે...રાધે...વૃદાવનમાં વાંસળીનાં સૂર સંભળાયા,રાધે...રાધે...પશુઓ,પક્ષીઓ,વનસ્પતિઓ,વૃક્ષો,વેલીઓ,લત્તાઓ,મોર,પપીહા,કોયલ,હંસના મધુર ધ્વની વાંસળીના સૂર સાથે સંભળાય છે,રાધે...રાધે...ઉધ્ધવને તો મહાન આશ્ચર્ય થયું.તેમને થયું ચાલો પાછા ભગવાનને જ જઈને જણાવું. ઉધ્ધવ ફરી દ્વારકા આવ્યા. બિચારા ઉધ્ધવને તો આ ભગવાનની લીલા જ લાગી. તેઓ તો મૂંઝવણભર્યા વદને ભગવાનની સામે બે હાથ જોડી ઊભા રહ્યા.ભગવાન મરક મરક હસ્યાં , અને પૂછ્યું, શું ઉધ્ધવ । શા સમાચાર છે , મારા પ્રિય ગોકુળવાસીઓ અને મારી પ્રાણપ્રિયા રાધા કેમ છે , બધા ક્ષેમકુશળ તો છે ને, ઉધ્ધવ કહે, હે પ્રભુ । મને તો કંઈ જ સમજાતું નથી.શું દ્શ્યો મેં જોયા છે । મને લાગે છે કે ગોકુળ તો આપને સાવ ભૂલી જ ગયું છે , આપની જગ્યા તો રાધાએ જ લઈ લીધી છે. ગોકુળ તો જાણે કે રાધા ના નામનો ઉત્સવ મનાવે છે. ભગવાન ખડખડાટ હસ્યાં. ઉધ્ધવ ઓર મૂંઝાયા. પ્રભુ મને સમજાવો કે આ બધું શું છે , ભગવાન બોલ્યા , ઉધ્ધવ , ચિંતા ના કરો. તમે એમ સમજો કે મારો દેહ દ્વારકામાં છે પરંતું મારું હૃદય-મારા પ્રાણ મારો આત્મા ગોકુળમાં છે. અને મારું હૃદય અહોર્નિશ રાધે...રાધે... ના જાપ જપે છે. લોકો મારા જાપ કરે છે અને હું રાધાના જાપ કરું છું. માટે અખિલ વિશ્વ માં ધ્વની ગૂંજે રાધે...રાધે... ઉધ્ધવે ભગવાનને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા , અને બોલ્યા પ્રભુ આપની માયા અપરંપાર છે.................................ગીતા...ડો.ભટ્ટ દમયંતી.......

Read More

तात्विक विचार धारा...
इस चराचर प्राणियों का रस पृथ्वी हैं।(अर्थात् उत्पति,स्थिति, लय का स्थान) पृथ्वी रस यानि आश्रय स्थान ।पृथ्वी का रस जल हैं। क्योंकि पृथ्वी जलमें ओतप्रोत हैं। जल का रस औषधियाँ हैं। औषधियों का रस पुरुष हैं। कयोंकि पुरुषों (मनुष्य) अन्न का ही परिणाम है। पुरुष का रस वाक् हैं। पुरुष के अवयवों मे वाक् का महत्व है इसलिए। वाक् का रस ऋक् यानि वेदों की ऋचाएंँ हैं।ऋक् का रस सामगान हैं।साम का रस उद्गीथ यानि ऊँकार हैं। क्योंकि ऊँकार ही सारभूत तत्व है।"गीता"

Read More

शहीदों को श्रद्धान्जलि
सर कफन बाँध के, नौजवान चला ।
जान हथेली पर लिए, नौजवान चला।
मिट्टी का कर्ज चुका ने, नौजवान चला।
वतन का फर्ज निभाने, नौजवान चला।
मातृभूमि के लिए,
मर मिटने तैयार,
अमर शहीद जवान चला।
"गीता"

Read More

"बेटी"
बेटी तुलसी, बेटी चंदन,
बेटी के मातपिता को वंदन।
बेटी चटकंती चाल,
बेटी छमछम पायल।
बेटी चहकती चिडिया,
बेटी महकती पुडिया।
बेटी घरका गहना,
बेटी के बिना क्या जीना ?
बेटी परिवार की जड़ी बूटी,
बेटी रत्न जडीत गुट्टी।
बेटी दो कुलकी सौरभ,
बेटी कुल का गौरव।
बेटी से वंश विस्तार,
बेटी से सब सुधार ,
"गीता" बेटी बिना,
नहीं संसार।

Read More

Metaphysical thinking...
In this world all these animal's resort is Earth.
The water is resort of earth, because around the earth is covereded by water.
The vegetables are resort of water.The human is resort of vegetables, because the human is created and live by vegetables.Human's resort is eloquence, because the eloquence is most important thing in human life.Eloquence's resort is Ru_k, Richa.(ऋक्)
"Samgan" is the resort of Vaidic_Richa."OM"is the resort of
"Samgan"...

Read More

"ઈશ્વર ની અનુભૂતિ"
કોણ કહે છે ઈશ્વર નથી ?
શ્રદ્ધા અને વિશ્વાસ ની સાક્ષી એ,
સાબિતી હજાર આપું.
મેં ઈશ્વર નો ચહેરો જોયો છે,
સૂરજ ની જયોતિ માં,
મધુરી શી ચાન્દની માં.
એનો આહ્લાદક સ્પર્શ માણ્યો છે,
હવા ની મીઠી લહેરો માં.
એને આબેહૂબ નિહાળ્યો છે,
બાળક ની ચમકતી આંખો માં.
એને હસતાં જોયો છે,
ગુલાબ ની કળીઓ માં.
તેનો અદભુત પ્રેમ પાયો છે,
માની મમતા માં.
તે પલપલ સાથે રહ્યો છે,
શ્વાસ ની આવન-જાવન માં.
મેં એને નાચતો જોયો છે,
મયુર ની મદમોહક કળા માં.
મેં એને ગાતાં સામ્ભળ્યો છે,
કોકિલ ના પીહુ પીહુ પુકાર માં.
મારા ગીત-સંગીત ની મહેફિલમાં,
એ સદાય હાજર રહ્યો છે.
મારી કવિતા માં -વાણીમાં,
કંઈ કેટલાય રુપ ધરી મને ચાહી રહ્યો છે.
મારા કરતાં પણ વિશેષ,
તે ણે મારી જિંદગી ચાહી છે.
હરપલ હર દિન,
નવા વેશને,પરિધાન માં,
"ગીતા"નો ગાનાર ગવૈયો,
છે નટખટ નંદકિશોર કન્હૈયો.......

Read More

"સાબરમતી"
દધીચી એ આપ્યાં હાડના દાન,
બન્યું ઈન્દ્ર નું વજ્ર હથિયાર,
તે છે યગ્ન નું સફળ અભિયાન,
તેની સાક્ષી પૂરે છે સાબરમતી.
એક સૂકલકડી શરીર,
લાકડી લઈ નીકળ્યો ફકીર,
આપવા આઝાદી નું વરદાન,
તેની સાક્ષી પૂરે છે સાબરમતી.
સત્ય, અહિંસા ના શસ્ત્રો ધરી,
મૂઠી ભર માનવીના સંગે મળી,
આરંભે છે દાન્ડીયાત્રા ચપટી મીઠું લઈ,
તેની સાક્ષી પૂરે છે સાબરમતી.
ઈતિહાસ થી પુરાણ સુધી,
પુરાણ થી આઝાદી સુધી,
દાનવ થી દેવ સુધી,
અહમદશાહ થી ગાન્ધી સુધી,
ની યાત્રા ની સાક્ષી છે સાબરમતી.
"ગીતા"

Read More

जिन्दगी को हमनें खूब चाहा,
जो भी चाहा,
वही पाया,
जिन्दगी ने हमें खूब सराहा,
फिर क्या खोया?
क्या पाया?
जब हम ने हिसाब
लगाया,
अपने को फायदे मे,
पाया ।

Read More