લાગણી ના આ દરિયામાં મીઠી વીરડી છે તું...?❤️?

ગાલ પર અંકાતી લાલાશ છે તું..?

મારા જીવન નો પહેલો અહેસાસ છે તું...?

ભર તડકાનો ઘડીક વિસામો છે તું... ?

Read More

તને વારે વારે હેરાન કરવાનું મન થાય છે,
કાન માં ગલી ને ગાલે વાલી કરવાનું મન થાય છે.

હાથ પકડી સાથે ચાલવાનું મન થાય છે,
શમી સાંજે સાથ સપના જોવાનું મન થાય છે.

દુઃખ માં તારી ઢાલ બનવાનું મન થાય છે,
સુખ માં તને ચાહવાનું મન થાય છે.

ઢળતા સૂરજને સથવારે તને સાંભળવા નું મન થાય છે,
ચાર દિવસના સાથ ને સપ્તપદી નાં પગલાં બનાવવાનું મન થાય છે.

તારા સથવારે જિંદગી જીવવાનું મન થાય છે.
રોજ અવનવી તારી પ્રેયસી બનવાનું મન થાય છે.

તોફાની નદીની જેમ તને છંછેડવાનું મન થાય છે,
શાંત દરિયા ને ગાંડોતૂર કરવાનું મન થાય છે.

- એકતા પટેલ

Read More