હું ભલે હારી ચુકી છું આ સંસારમાં, દોસ્ત! જીત નિશ્ચિત જ છે કૃષ્ણ દરબારમાં!

જોને વજૂદ જ મિટાવી નાખ્યું એ નામના અહેસાનનું,
દોસ્ત! દરેકના મનમાં બસ 'દોસ્ત' બની જિવીજવાનું!

-Falguni Dost

યાદ કરી તને વારંવાર મારા બંધનમાં બાંધી લઉં છું,
દોસ્ત! મન સાથે કરેલ વચન વારંવાર તોડી લઉં છું.

-Falguni Dost

દુનિયાની બધી જ ખુશી એક બાજુ,
દોસ્ત! તારું પૂછવું, 'તું કેમ છે?' એ કર્ણપ્રિય શબ્દ એકબાજુ.

-Falguni Dost

Pruthvi Gohel લિખિત વાર્તા "અધૂરપ. - ૨૦" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19919493/adhurap-20

દરેક મહિલાઓ ને કારવાચોથની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...🙏🏻

.....

ભલેને રહ્યો ભૂતકાળ દર્દ ભર્યો,
બનશે ભવિષ્ય સુખથી હર્યો ભર્યો,
કસોટીરૂપી કાંટાળો પથ ખુબ નર્યો,
દોસ્ત! તારા પ્રેમરૂપી સાથથી જીવન નૈયામાં હું પાર ઉતર્યો!

ઘરમાં શાંતિ જળવાયેલા રહે એ માટે રમેશભાઈ પોતાના પત્નીની વાત ને હંમેશા નજર અંદાજ કરી મૌન રહેતા હતા, પણ હંમેશા મૌન રહેવું ઉચિત નથી હોતું, જરૂર પડ્યે જ્યાં વિરોધ રજુ કરવો પડે ત્યાં કરવો જ જોઈએ તો જ ઘરની દરેક વ્યક્તિ ખુશ રહી શકે છે. રમેશભાઈ પોતાનું અત્યાર સુધી જાળવી રાખેલ મૌન કેવી રીતે તોડી ઘરમાં પોતાની વડીલ તરીકેની ફરજ બજાવે છે એ જાણવા વાંચો અધૂરપ - ૨૦

Read More

કિસ્મતની રેખાઓમાં છે, છતાં હાથમાં નહીં;
સ્વપ્નમાં હાજર છે, છતાં હકીકતમાં નહીં;
મારી જિંદગીમાં છે, છતાં સંગાથમાં નહીં;
દોસ્ત! મારુ જ કહેવાયું છતાં મારુ નહીં.

-Falguni Dost

Read More

આંખની પાંપણે બેસી દર્દ રોજ લડ્યા કરે,
દોસ્ત! થંભાવી રાખેલ આંસુ સામે રોજ હાર્યાં કરે.

-Falguni Dost

હું ભલે હારી ચુકી છું આ સંસારમાં,
દોસ્ત! જીત નિશ્ચિત જ છે કૃષ્ણ દરબારમાં!

-Falguni Dost

બહુ જ મુશ્કેલ છે છતાં દિલને શાંતિ ત્યાંરે જ મળે છે,
દોસ્ત! તને ક્યારેક તો મળીશ એવી જયારે ઉમ્મીદ મળે છે.

-Falguni Dost

Read More

સહી સિક્કાની ફરજે છીનવાય આજ લાગણી,
દોસ્ત! સંબંધની મોહતાજ રહી આજ લાગણી.

-Falguni Dost

રૂંધાઇ જાય છે ક્યારેક ફક્ત તારા નામનો સાદ મનમાં જ,
દોસ્ત! જોને સબંધ તો નામનો જ રહ્યો લાગણી રહી મનમાં જ.

-Falguni Dost

Read More