Hey, I am on Matrubharti!

અમસ્તું જ કહ્યું ને ખોટું લાગી ગયું
હવે દિલની વાત હોઠે નથી આવતી

વારસામાં શું મેળવ્યું શું ગુમાવ્યું છે એની ચિંતા નથી
ચિંતા છે વારસામાં શું છોડી જઈશ ભાવિ પેઢી માટે
પ્રકૃતિના વિનાશમાં માનવ દખલ વધતી ચાલી ઘણી
રોપું બે ચાર વૃક્ષો યાદગીરી રૂપે વારસામાં તોય ઘણું


વિશ્વ વન દિનની શુભકામના!!!

Read More

દુષ્ટ ક્યાં જન્મે છે કોઈ
સંજોગો પર અવલંબે છે
દુષ્ટતાનું માપદંડ પણ તો
ક્યાં સરખું છે બધાં માટે
#દુષ્ટ

ઉત્કૃષ્ટ કરવાની ચાહના ખરી પણ
ઉત્કૃષ્ટ બનવાની નહીં
પડાવ જીવનના સામાન્ય માનવી તરીકે
પુરા કરું તોય ઘણું
#ઉત્કૃષ્ટ

Read More

શબ્દોને નવેસરથી કંડારવામાં અપ્રચલિત થઇ ગયા
મારા કહેવાના ભાવાર્થ જાણે કેમ શિથિલ થઇ ગયા
#અપ્રચલિત

અપ્રચલિત હોવાનો તો ભાસ માત્ર હતો
ખૂણે ખૂણે તો ચર્ચાનો વિષય માત્ર હતો
#અપ્રચલિત

અપ્રચલિત
ખુદથી થતો જાઉં
વિડંબના છે

ઓળખી શકું
સ્વયંને જીવતર
ધન્ય બનાવું
#અપ્રચલિત

પ્રચલિત થવા અથાક મહેનત કરી
મેળવ્યું પણ ઘણું પણ અધૂરું લાગે
અપ્રચલિત રહી કાંઈ આપ્યું દાનમાં
તો મન હંમેશા મારું પ્રફુલ્લિત લાગે
#અપ્રચલિત

Read More