Hey, I am on Matrubharti!

આપણાં હૃદયનાં કોઈ એક ખૂણામાં કોણ કોણ રહેતું હોય છે એ ક્યારેક આપણને પણ નથી ખબર હોતી. આપણા હૃદયમાં એમનાં માટે કેટલી લાગણી છે એ ત્યારે જ ખબર પડે છે જ્યારે આપણે એ વ્યક્તિને દુઃખમાં જોઈએ, ત્યારે ખબર પડે કે આપણે એનું દુઃખ ફક્ત જોઈ જ નથી રહ્યા પણ અનુભવી રહ્યા છીએ.

આપણાં પોતાનાં જીવનમાં હજારો તકલીફ હોવા છતાં એ વ્યક્તિનું દુઃખ આપણને એટલું તકલીફ આપે છે કે આપણી તકલીફ ત્યારે યાદ પણ નથી આવતી.

કોઈ એને કંઈ ખોટું કહેતું હોય કે એનું ખોટું કરવા પ્રયત્ન કરતું હોય તો આપણે એ તકલીફ પોતાના પર લઈ લેવા માંગીએ છે. એનું દુઃખ મારા નામ પર લખીને મારા ભાગનાં સુખ એને મોકલી દેવાની પ્રાર્થના થઈ જાય છે હૃદયમાંથી.

આપણાં પ્રેમનું કવચ એને પહેરાવીને જાણે એમ કહી દઈએ કે તું પાછલા દરવાજાથી નીકળીને આમાંથી બચી જા, મને બહુ જ અનુભવ છે આ બધી તકલીફો સાથે લડવાનો તો હું લડી લઈશ. પણ તને કંઈ થશે તો એ મને વધુ તકલીફ આપશે. એટલે તું જા...

આજે ફરી હ્રદયના એક ખૂણામાં કંઈક ખૂચ્યું. પછી કંઈક લખ્યું, કંઈક ડીલીટ કર્યું. અને ખાલી આંખ બંદ કરીને એને થોડીક યાદ, થોડીક પ્રાર્થના અને મારા ભાગનાં સુખ મોકલી આપ્યા.

ક્યારેક લાગે છે આવા નાના નાના દુઃખ જીવ લેશે હો...

Read More

જિંદગી ની યાદો માં એ યાદો ને હંમેશા યાદ રાખવી ,

જે યાદો ને યાદ કરવાથી આ જિંદગી યાદગાર બનતી હોય ...!!

કોણ કહે છે કે અંતર કિલો મીટર માં જ મપાય છે!

કયારેક પોતાને મળવામાં પણ જીંદગી નીકળી જાય છે!!

જ્યારે મોટી ઉંમરે સ્ત્રી આકાશ મા ઉડવા નુ ચાલુ કરે છે સ્વતંત્રતા થી જીવે છે ત્યારે પુરુષો લવિચારે છે....
આને પાંખો આવી છે !!!
અરે ...ભલા માણસ... પાંખો તો એને જન્મ થી જ મળી છે.
પણ એ સ્વેચ્છાએ એને સંકેલી ને બેઠી હતી.
એણે ગૃહસ્થી ને કદી પિંજરુ ગણ્યુ જ નથી.... માળો જ માન્યો છે.
પોતાની પાંખો ની હૂંફ થી એણે પરિવાર ને સેવ્યો છે.
ક્યારેય ઉડવાની તમન્ના નથી કરી.
પણ...પણ...આ મુકામ પર...

જ્યારે પક્ષીઓ જ ઉડી ગયા છે તો હવે એ પણ જરી પાંખો ફફડાવે તો ખોટુ શું છે ?

એને આકાશ નથી જોઇતું...
એને ઉડી ને ચાલ્યા પણ નથી જવું.
એને તો બસ ....થોડી અમસ્તી મોકળાશ જોઇએ છે.

એ તમારા જ આપેલા 'સમય' નાં ટૂકડા ને મનગમતી પ્રવૃત્તિ થી ભરવા માટે એક ટૂકડો 'અવકાશ' માંગે છે

તો .... શુ એ વધારે કાંઇ માંગે છે ???
એને
થોડુ ખિલવુ છે...
થોડુ ખુલવુ છે.....
થોડુ વહેવુ છે...
થોડુ કહેવુ છે...
થોડુ મ્હોરી ને
થોડુ મહેંકવુ છે.

તો શું એ ખોટું છે ???..

Read More

ख़ामोशी खा गई "जज़्बात" मेरे,
शोर पूछता रहा "माजरा" क्या है।

"હું તો સંબંધોની શરુઆત છું,
ને દોસ્તીનો દસ્તાવેજ છું,
ભરોસાના રણમાં વરસતો,
વણમાંગ્યો વરસાદ છું.
'ગુમાવ્યા' નો હિસાબ કોણ રાખે, યારોં.
અહીં તો કોણ કોણ 'મળ્યા' એનો આનંદ રાખું છુ"

Read More

" કહેવું તો ઘણું છે સાહેબ ...,
પણ શબ્દો ખૂટે છે...
શું કહું ...હર એક શબ્દે...,
આ દિલ તૂટે છે..."

ક્યાં સુધી જોતી રહું સપના તારા!

એટલે જ તો સમાવી લઉં છું તને શબ્દોમાં મારા!!

રાધા ના ઝાંઝર રણકે..
કાના નું મન મોહે છે....

નટખટ એની ચાલ થી...
કાનજી ભુલે ભાન રે...

રોઝ ડે, ચોકલેટ ડે અને કઇક કેટલાય ડે..
આવશે અને જશે
પણ સ્ત્રીને કોઇ પુછશે કે તે શું ઈચ્છે છે?

ના ઘુટણીયે પડીને ગુલાબ આપો,
ના મનગમતા લેખકની કિતાબ આપો,
ન જોઈએ રૂ જેવાં પોચકા રમકડાં
ન જોઈએ મધમીઠી શાયરીના ગતકડાં
હે પુરુષ..
જો આપવું જ છે ...તો...
મને મારા ભાગનું
એક ટુકડો આકાશ આપો...
જયાં હું ઉડી શકું,
મન ભરીને વિહરી શકું,
હે પુરુષ...
એકમેકનાં પુરક આપણે
મૈત્રી ભર્યો બસ સાથ આપો...
એક વ્યક્તિ તણા અધિકાર આપો..
સ્ત્રી હવે પુરુષ સમકક્ષ,
સ્ત્રી હવે પુરુષથી ચાર કદમ આગળ,
ન શબ્દોના આવા ઠાલા હાર આપો
હે પુરુષ..
આંખોમાંથી ' કામ' ના કાજળ કાઢી નાખો
અંદર છુપાયેલી લોલુપતાને બસ
એક હદમાં બાંધી રાખો...
આપવું જ છે...તો..
મને મારા ભાગનું
એક ટુકડો આકાશ આપો....

Read More