સુરતી છોકરી છું, પ્રભુની કૃપા થી લેખિકા છું. બસ આ જ પ્રવાહમાં પોતાનાં વિચારોને કાગળ પર ઉતારવા માંગુ છું. મારા જીવનમાં લાવી તું અનેંરું રૂપની ધારણા.. તું બનશે હવે મારા જીવનના પ્રેમની પ્રેરણા ... તારાં પ્રકાશના આગમનથી થશે મારી સાધના.. પુસ્તક રૂપી જીવનથી રચાશે મારા સ્વરૂપની આરાધના.. Part time writer god gifetd believer value of life 7th October

ગુજરાતની શાન ને ગુજરાતીઓનું માન .
હું કહું છું ગુજરાતી ભાષા છે મારું લેખનનું જ્ઞાન.
ક્યાંક તો છે મારા શબ્દોમાં વાંચનનું ઘ્યાન
આપ સૌને માતૃભાષા દિનના નમન.
જયાં વસે ગુજરાતી ત્યાં રહે ચા ની વાત.
વાતના બોલમાં પડે કેમ છો ની યાદ.
હાસ્ય ના લેખમાં પડે ગુજજુનો સાદ
જ્યાં જાવ ત્યાં બોલના હરખથી થાય જાણ
ગુજરાતી સાહિત્યમાં નામ બને શજનીને સાથ.
©ગાયત્રી પટેલ©

Read More

શિવપાર્વતીની પૂજા ને અર્ચના
તન મનને મળે શાંત ચિત્ત ની રચના
દૂધબીલીપત્રના પાનથી થાય આરધના.
દુઃખ તકલીફ દૂર કરાવે શિવની સાધના.
ભોલાનાથ ના ભોળા ભાવની છે ભક્તિ.
પૂજા ધ્યાન કરવાથી મળે શક્તિ.
તમારી પુરી થાય દરેક મનોકામના
શિવરાત્રીની હાર્દિક શુભકામના
gayatri Patel

Read More

ક્યાંક તો બાંધી છે મેં તારી યાદ
જ્યાં પહોંચી ના શકે મારો સાદ.
આ તોપણ કેવી છે સમયની વાત.
જે જોવા માંગે છે મને તારો સાથ.
સમયની માંગ બસ તું કર હવે પુરી.
સાજન તારાં વગર આ શજની અધૂરી.
©gp(શજની શાયર )

Read More

હવે તો વાતોમાં પણ શબ્દો શોધું છું.
પ્રેમના વિચારોને મનમાં જોડું છું.
રોજ સવારે આંખો ખોલતા સપના ને તોદું છું.
તો પણ શજનીના નામથી ઓરખાવું છું
સાજનની યાદથી જિંદગીને અલગ નજરથી જોવછું.©gp(શજની શાયર)

Read More

14 ફ્રેબ્રુઆરી2019ની ઘટિત યાદગીરી છે.
સાંજના સમયમાં બસમાં ફરેલા જવાનોની વિદાયગીરીછે.
મનમાં વસી ગઈ એ યાતનાથી આંખ ભીની છે.
સ્વજનની આંખમાં આવેલા આંસુની કહાની છે.
કદી ન જોવા મળેલ જવાનના બોલની જુબાની છે.
દેશસેવામાં શહીદ થયેલા મારા ભારતીયના કાલી રાતની જાણકારી છે.
શસ્ક્ત ભારતના નામે લાગેલા દાગની કહાની છે.
જય જવાન જય ભારત નારાની યારી છે
gayatri Patel

Read More

ચા ના પ્રેમી
આ એક ચા જ છે જે મઝા કરાવે.
ચા ની ચૂસકી નો અલગ નશા ઝમાવે.
સવાર થતાં ચા તેની તરસ જગાવે.
પ્રેમની વાતમાં તે મને હૂંફ અપાવે.
મિલનની દુરીમાં તે મારો સાથ નિભાવે.
ચા મને મારાં ગુજરાતી સાહિત્યની યાદ કરાવે.
લોકોના હાવ ભાવ મને ચા ના સ્વાદ માં બતાવે©gp

Read More

આવી ગયો આજે આ ટેડી ડે.
પણ કોણ જાણે કેમ ગયો એ ભેદી.
મારા જવાનો શુ હતા તે કેદી.
જેને કારણે આજે મારી બહેનો પડે રડી.
ઘરમાં તો ન જોયા પણ દેશ માટે પડે લડી.
એક દીકરી આજે માંગે પ્રભુ પાસે ડેડી દે.
એ કાળ કેવો,જે ગયો દેશને ભેટી. જ્યાં વહી લોહીની નદી.
©gp

Read More

દિલમાં આજે કયાંક તારો અહેસાસ છે.
રુઠેલાં મનને મનાવતો તારો સાથ છે
મારાં મનમાં રહેલા વિચારોને તારો અવકાશ છે.
મારા જીવન જીવવાની એક તારી આશ છે.
મારાં માં રહેલા પ્રેમનું એક તું જ શ્વાસ છે
તોય આખા જગતમાં મારા માટે તો તું ખાસ છે.
દરેક રંગનું એક તું જ મારું રંગીન આકાશ છે
જીવનના સાથ માટે શજનીના સાજનની વાત છે.©gp

Read More

વસંત આવીને ફૂલ ખીલ્યું.
ધરતીએ આજે કેવુ બીજ રોપ્યું.
અલગ અંદાજથી મને રૂડું લાગ્યુ.
સરસ્વતીજીની કૃપાથી રમકડું હસતું થયુ.
જીવનને પ્રભુની રીતે જીવતા જોયું.
વસંત પંચમી વાતમાં ગમત ઝીલતું ગયુ.

gayatri patel

Read More

આવી રહી છે મારાં ભારતદેશની આઝાદી... મારાં મન મસ્તિષ્ક પર ઉલ્લાસ લાવે છે સ્વતંત્રતા ની યારી.. જોશ અને ઝૂનુંન થી પ્રફુલ્લિત રહેશે યાદગીરી.. ગાથા દોહરાય છે મારાં આઝાદી નાં હિન્દશહીદોની યારી. હજી એ અંકબંધ છે અમારી આંખોમાં અમર જવાનોની કુરબાની.. દેશ છે ભારત અમારો સુંદરતાનો માળો.. જ્યાં પૂજાય છે સવારે તુલસીનો કયારો. જીવન લક્ષ્ય છે મારું દેશ માટે બનું હું સુખ શાંતિ અને સલામતીની છબી.. ધન્ય છે આ ધરતી પર જ્યાં અવતારયાં વીરપુરુષો. ઇતિહાસ બની ગઈ એમની કહાની.આવી રહી છે મારાં ભારત દેશની આઝાદી.
gayatri patel
71માં પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ

Read More