Hey, I am on Matrubharti!

કહેવું તો ઘણુબધું છે એને,
બસ એના પૂછવાની રાહ છે !!

ચહેરા પર પૂનમ 'ને
આંખોમાં અમાસ છે,
ત્યાં સુદ અને વદ
બેઉનો
અદભૂત સમાસ છે...!!

એક ભવ ને કેટલા અનુભવ..
કયારેક સારા અનુભવ તો કયારેક ખરાબ અનુભવ.
સારા અનુભવ થી મન ખુશ થઇ જાય છે. તો ખરાબ અનુભવ માંથી પણ કંઈક શીખવા મળે છે ..
અનુભવ જ જીવન ના અંધારા મા ઉજાસ આપે છે..

Read More

પળે પળે આંખ માં છલકાઈ જતી વેદના
પળે પળે શ્વાસ માં મૂંઝાઈ જતી વેદના..!

એક બાજી ના બે રમનાર કોઈ જીતે તો કોઈ હારે...
પણ પ્રેમ ની બાજી તો સહુથી ન્યારી...
કાંતો બન્ને જીતે કા તો બન્ને હારે....!

Read More

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પૂરાઈ ગઈ..

એ દીપ ,
એકલો કાં બેઠો એ ગોખમાં !
ખુદને બાળીને અજવાળું
હવે આપીશ મા !
આજે તને પણ એક માતાનાં
વાત્સલ્યનો ખ્યાલ આપુ !
આવ આજે મારી કોખમાં
તને માનું માધુર્ય આપુ !

☝🏻( માતાનો પ્રેમ એટલે જાતને ઘસીને પણ બાળક માટે કંઈ પણ કરી છુટવું . દરેક સ્ત્રીમાં એક અનન્ય માતૃપ્રેમ ધરબાયેલો હોય છે ! - એ રુપક પર આધારિત )

Read More

સમય ને જતા ને સંજોગો ને બદલાતા કયાં સમય જ લાગે છે !
એ તો સમય ને સંજોગો ની કળા છે
કે આપણે સમય ની સાથે વહી જઇએ છીએ
અને સંજોગો ની સાથે વણાઈ જઈએ છીએ ....

Read More

ફરી ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં... ક્યારેય પહેલા જેવી મીઠાશ નથી હોતી.!!

સમયની રાહ જોતા ઝાડને કુંપળ નવી ફૂટી,
નથી ગમતું હવે ડાળીને પીળું પાન હું શું કરુ.