હું કાવ્ય તથા ગઝલ ને ટૂંકીવાર્તા લખું છું.પ્રતિલિપિ પર મેં કેટલીક post મૂકી છે.સારો પ્રતિભાવ છે.બસ કાગળ પર રંગ પુરવાની કોશિશ કરું છું.મારું લખાણ મારુ પોતાનું મોંલીક છે કોઈએ તેને પોતાના નામ થી રજૂ કરવી કે છપાવવી કોપીરાઈટ નો ભંગ ગણાશે જે ધ્યાને લેવા વિનંતી...આભાર...પ્રતિભાવ આપશો તો ગમશે .મારા લેખન ને સુધારવાની તક મળશે મને...આભાર

લાગણી ની આ રમત માં કાંઈક મારું,કાંઈક તમારું છે

શબ્દો વગર નું આ મૌન મને,શબ્દો થી પણ વહાલું છે

જ્યારે ઢળી ગઈ હતી આંખ તમારી કોઈ કારણ વગર

એમાં આંજેલ કાજળ માં જાણે દિલ મારું રોકાણું છે

©ગીતા એમ ખૂંટી
#તમારું

Read More

વિધવા થૈ છે હવે ઇંતજાર ની પળ મારી...

આવી ને તું સ્નેહ નું સિંદૂર પુરી જા સનમ

©ગીતા એમ ખૂંટી
#વિધવા

હું ઢળતી સાંજ ,ને તું સૂર્ય નું પહેલું કિરણ
અહીં રાતભર ચાંદ નો ઇંતજાર છે,ને ત્યાં નવલા પરભાત ના પગરવ
©ગીતા એમ ખૂંટી

-Gita M Khunti

Read More

ક્યાં જરૂરું હતું બત્રીસ લક્ષણો નું મળવું..

બસ સ્નેહ માં સ્નેહ જ જરૂરી હતો

©ગીતા એમ ખૂંટી
#લક્ષણ

થોડાક લક્ષણ મારી લાગણીઓ ના તારી લાગણિયો થી મળે છે

હું બની જાઉં વહેતી સરિતા,જે નિત સાગર માં જ ભળે છે

©ગીતા એમ ખૂંટી
#લક્ષણ

Read More

ક્યાં બાકી રહી છે ઉષ્મા હવે લાગણિયો માં
અહીં તો ભરપૂર ટાઢક લઈ ને આવી છે રાત
એક ખ્વાબ ને પૂરું કરવા શમણાઓ હજાર જોયા..!
પણ આજ તલક ના આવી એ ચાંદ ભરેલી ઉજળી રાત
©ગીતા એમ ખૂંટી

Read More