તારી સુંદરતા અધુરી છે મારા શબ્દ વિના અને મારા શબ્દો અધુરા છે તારી વાહ વિના..

લિલેરૂ પાન ડાળેથી તુટતું રહ્યું,
હંમેશા કંઈ ને કંઈ છુટતું રહ્યું.

જોયા અગણિત સંબંધો દુનિયામાં,
દરેક સંબંધમાં કંઈક ખુટતું રહ્યું.

શોધતુ રહ્યું મન ખુલ્લું આસમાન,
પંખી પાંજરામાં આમતેમ ઉડતું રહ્યું.

ઉપાડયા અઢળક ફુલ છોડ બગીચામાં,
આવી ભ્રમર ફુલોનો રસ ચુસતું રહ્યું.

જ્યાં જોયું ત્યાં મળ્યા સ્વાર્થના ઢગલા,
લાગણીઓના નામે કૈ ખુચતું રહ્યું.

Read More

*મારે તો બસ* 
*ચપટી સ્નેહ ની તરસ,*
*તું ધોધમાર નહીં તો,*
*ઝરમર તો વરસ..*

વાવાઝોડું છે કે તારી યાદો નુ વંટોળ
છેક અંદરથી ઘમરોળી ને ચાલ્યુ ગયુ..

જે મળ્યું એ માણવા* ની પણ મઝા છે,
ના મળ્યું એ ને *ચાહવા* ની પણ એક મઝા છે,
એક માં એક ઉમેરો તો બે થાય'-એવુ *શિક્ષકે*શિખવાડ્યૂ,હતુ,પણ,બે માંથી એક બાદ કરો તો,એકલા થઇ જવાય
-એવુ *જીંદગી*શિખવાડી રહી છે,
કળિયુગમા આ દુનિયાદારી રહી છે,રમત રમતાં રમતાં માણસ *ગમી જાય,,,ને...ગમતાં માણસ જ *રમત* રમી જાય,
ઘણા લોકો માટે હુ ભલે *"સારો"* નથી ,લાગતો,,
પણ,તમે જ કહો..ક્યો એવો દરિયો છે ??જે *"ખારો*નથી લાગતો..?

Read More

મને ગમ્યું તે મારું
પણ જો તને ગમે તો તારું.
મારું તારું ને ગમતું પણ
લાવ ને કરીએ સહિયારું.
તું જીતે ને થાવ ખુશી હું,
લાવ ને ફરી ફરી હારું.

Read More

કોઈને ઝુકવાનું નહીં ફાવે..

આત્મા સીવાય કોઈને પૂછવાનું નહીં ફાવે.
પગલૂંછણીયે આ જાત મૂકવાનું નહીં ફાવે.

ભલે ને હોય આ જન્મે ભાગ્ય નબળું તો ય,
લેશું જન્મ બીજો, કોઈને ઝુંકવાનું નહીં ફાવે.

લડી લઈશું સામી છાતીએ કુરુક્ષેત્ર ને લંકાએ,
મંથરાવૃત્તિ થી કોઈ નાં કાન ફૂંકવાનું નહીં ફાવે.

કર્ણ જેમ ઋણ ફેડીશ ,સામે હશે ઈશ તો ય,
જે થાળીમાં ખાધું ત્યાં છેદવાનું નહીં ફાવે.

કળિયુગે કર્મ,પરહિત ને નામ રામ નું ઘણું,
ગીતા-રામાયણ-પુરાણ ગોખવાનું નહીં ફાવે.

વંશજ છું તુલસી,કબીર,નરસિંહ ને મીરા નો,
કલમ વેચી ને ચાંપલુસી કરવાંનું નહીં ફાવે.

આત્મા સીવાય કોઈને પૂછવાનું નહીં ફાવે,
પગલૂંછણીયે આ જાત મૂકવાનું નહીં ફાવે.

Read More

મને તારી જરૂર હોય છે. દરેક ક્ષણે.. દરેક પરિસ્થિતિમાં. દરેક સમસ્યામાં. દરેક સંજોગોમાં. મોઢામાંથી ‘આહ’ નીકળે ત્યારે પણ અને ‘વાહ’ બોલાઈ જાય ત્યારે પણ. હું કોઈ સુંદર દૃશ્ય જોઉં ત્યારે મારે તને એ દૃશ્ય બતાવવું હોય છે. હું ઇચ્છું છું કે મેઘધનુષ જોઈને મારી જેમ તારો ચહેરો પણ ખીલી જાય. મને માત્ર મારી ઉદાસીમાં જ તું નથી જોઈતી મારી ખુશીમાં પણ મને તારું સાંનિધ્ય જોઈએ છે. મને ખબર છે કે તું મને ખૂબ પ્રેમ કરે છે. મને જરૂર હોય ત્યારે તું ખડેપગે હોય છે. આમ છતાં, મને સવાલ થઈ આવે છે કે ત્યારે જ કેમ?
મને માત્ર મારાં આંસુ લૂછવા માટે જ નહીં, મારી સાથે ખડખડાટ હસવા માટે પણ તું જોઈએ છે...

Read More

તરફડતા શ્વાસની
એકમાત્ર તૃષ્ણાને
નામ જો હું આપું,
તો તું.
ટુકડે ટુકડે મારાં જોડાતાં
સપનાંમાં,
રંગોની છોળ
ને, રંગોમાં લાલ રંગ તું.
અડધી મીંચેલી મારી
આંખોની આરપાર
ઝલમલતો તડકો
ને, તડકાનો ટુકડો..તે તું.
અમથું જરાક તું સામે જુવે
ને, પછી રગરગમાં દોડે
જે ધગધગતો લાવા..તે તું.
અડધા-અધૂરા બધા
અસ્પષ્ટ લાગતા
શબ્દો ખૂટે, ને પછી
સાંપડે જે અર્થ તે જ…
તું.. ?..

Read More