×

લેખક છું પણ મારી પાસે મારા વિશે લખવાના શબ્દો નથી. હું કાલ્પનિક દુનિયા બનાવી એમાં લાગણીઓને શબ્દો આપું છું તો બસ એ પરથી આટલું સમજી જાઓ કે હું લાગણીશીલ સામાન્ય માણસ છું. મારી કાલ્પનિક કહાનીઓ તમને કેવી લાગી એ વિશે તમ મને અહીંયા મેસેજમાં અથવા તો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને જણાવી શકો છો.

મનની ભૂખ

રસ્તો જોઉં છું તો  અવિરતપણે ચાલવાનું મન  થાય છે,


 વૃક્ષ જોઉં  છું તો ઉભું રહી વિચારવાનું મન થાય છે ,

આકાશ જોઉં છું તો સપનાઓ સાથે ઉડવાનું મન થાય છે ,

નદી જોઉં તો લાગણીઓ માં વહેવાનું મન થાય છે ,

પક્ષીઓને જોઉં તો પાંખો પામવાનું મન થાય છે ,

પ્રાણીઓને જોઉં તો એમની સમજદારી કેળવવાનું મન થાય છે,

લવબર્ડ્સ જોઈ પ્રેમ માં પડવા નું મન થાય છે ,
અને રણ માં ઊડતી સમડી ને જોઈ એકલું રહેવા નું મન થાય છે,

ફુલોને જોઉં તો એમની સુગંધ ચોરી કરવાનું મન થાય છે ,
અને તેના કાંટા પાસે એમની એકલતા માં પણ રહેલ હિંમત શીખવા નું મન થાય છે ,

આ મન તો ઘણું કહે છે ઘણું કરવા ઈચ્છે છે ,
પણ આ વ્યસતાભરેલ જિંદગીમાં સમય ક્યાંથી કાઢવો ?
મનની એક ઈચ્છા પૂરી કરી શાંતિ મેળવવાની કોશિશ કરું છું પણ
પણ આ નાદાન મનની ભુખ એવી છે કે એ તો ઘટવાને બદલે હંમેશા વધતી જ રહે છે.

- Megha Gokani ✍️

#kavyostav -2

Read More

હું ખુદ ને ભૂલવા લાગી છું.હું હસવા લાગી છું 

પણ હું ખુદ ને ભૂલવા લાગી છું.


લોકો ને પ્રેમ કરવા લાગી છું ,

પણ હું ખુદ ને ભૂલવા લાગી છું.


આંસુ સૂકવવા લાગી છું ,

પણ હું ખુદ ને ભૂલવા લાગી છું.


દર્દ સહેવા લાગી છું ,

પણ હું ખુદ ને ભૂલવા લાગી છું.


બીજા ને ખુશ કરવા લાગી છું 

પણ હું ખુદ ને ભૂલવા લાગી છું.


જુના રસ્તા છોડવા લાગી છું

પણ હું ખુદ ને ભૂલવા લાગી છું.


ચાહ નવી શોધવા લાગી છું

પણ હું ખુદ ને ભૂલવા લાગી છું


અરીસો બોલ્યો હું બદલાવવા લાગી છું

હા , હું ખુદ ને ભૂલવા લાગી છું.

-Megha gokani ✍️ મેઘા ગોકાણી

#kavyotsav -2

Read More

Megha✍️

હાય, માતૃભારતી પર આ વાર્તા 'વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-50(અંતિમ)' વાંચો
https://www.matrubharti.com/book/19865704/vikruti-50-last

શરૂ થયું એ પૂર્ણ થવા નું એ તો દસ્તુર છે ,
બસ વચ્ચેના એ સફરને યાદગાર બનાવી
યાદને નું ટોકરું ભરી જીવવામાં જ નૂર છે.

વિકૃતિ- એન અનકન્ડિશનલ લવસ્ટોરી નો અંતિમ ભાગ આજે માતૃભારતી પર આવી ગયો છે.
50 ભાગ સુધી ની અનોખી સફરનો આજે અંત થવા જઈ રહ્યો છે.

વાંચીને કહો કેવી લાગી.

Read More

આઝાદી