The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
2
1.6k
6.5k
Duty is more important than beauty in my life.
હતું મારા મનને કે ત્યાં પણ વિશ્વાસ છે, ને હું મન મુકીને વહેતો રહ્યો ; જાણ થતી રહી એના અવિશ્વાસની, ને હવે દિલના દ્વાર બંધ કરી મહેકતો રહ્યો. નામ કરી દીધો હતો એના, મારા આ પ્રેમ ને, ને કોઈની પણ પરવા કર્યા વિના રણકતો રહ્યો; ઉકેલતો ગયો એના મનની ઊંડાણને, ને હવે પ્રેમની પરિભાષા પર કણસતો રહ્યો. રાખ્યો તો સંબંધ એની લાગણીઓ સાથે, ને પરિણામના પહાડોને હડસેલતો રહ્યો; પણ જાણ થતી રહી કોઈની દરખાસ્તની, ને હવે પ્રશ્નની લપસણી ટેકરીમાં ટહેલતો રહ્યો; નાખી દીધી હતી અજાણી દુનિયાને એના ખોળામાં , ને કોઈ પણ મર્મ વગરની વાતો કરતો રહ્યો; આજે એજ દુનિયાની વાતોથી પરેશાન થઈ, ને "હાર્દિક" રોષ ની અગનજ્વાળા ને સેહતો રહ્યો. ✍️ Hardik Kothiya (H.K.)
જીંદગી કેવી સરસ છે તો, એ કોઈને ક્યાં સમજાણી છે; વાત મારી જે દિલથી કહી તો, એ કોઈને ક્યાં દુભાણી છે; સાચા રાહ પર ચાલ્યો તો , એ કોઈને ક્યાં ઉજવાણી છે ; વાતે વાતે શીખ મળે છે તો , એ કોઈને ક્યાં લોભાણી છે; લાગણી રાખી જીવ્યો તો , એ કોઈને ક્યાં ખૂંચવાણી છે; જયારે વાત મારી ખોટી હોય તો, એ ક્યાં કોઇથી લલચાણી છે; જીંદગી ને દોષ ના દઈશ તો , એ ક્યાં કોઇથી મુંજાણી છે; એકલી મસ્તીથી હાર્દિક જીવી લઈશ તો, એ હવે ક્યાં તારાથી છુપાણી છે. ✍️ Hardik Kothiya(H.K.) #પુછવું
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser