Hey, I am on Matrubharti!

*તકલીફ તો એ વાતની છે કે આપણા દેશમાં જે કોઈ પણ પૂજનીય છે તે ફક્ત એક દિવસ પૂરતા જ પૂજાય છે*

*આજનો સમાજ જે ઘણીવાર માન આપવા લાયક પણ નથી હોતા તેવા માણસો ને પૂજનાર સમાજ બની રહ્યો છે...*

નજીવા સ્વાર્થ માટે માનવભકતિ એ સમાજ માં ઘૂસી ચુકેલું ધીમુ પણ અસરકારક ઝેર*છે

Read More

ઈસ ખામોશી સે મહોબ્બત કા સલામ આયા
ના ઉનકા કહીં, ના હી કહીં હમારા નામ આયા
બીના કુછ કહે, સબ બયાં કર ગયે લબ ઉનકે
ઉન કાંપતે લબો પર જબ હમારા નામ આયા

#સલામ

Read More

એક કામ મુશ્કેલ છે તો બીજુ અતિશય મુશ્કેલ છે
તારી યાદને આવતા રોકવી અને એમાથી બહાર નીકળવું

#મુશ્કેલ

અધુરું છે કંઈ મુજ ની અંદર, જાણે અધુરા શ્વાસ
જાણે ગ્રહ, તારા, સૂર્ય અને ચંદ્ર વિનાનું... આકાશ
ભીડ વચ્ચે પણ અનુભવું છું હું સ્મશાનવત શાંતિ
જીવુ છું ખરેખર કે છે આ ફક્ત જીવવાનો અહેસાસ

#અર્ધ

Read More

સ્કુટર માં પેટ્રોલ હતું પણ રસ્તાઓ બધા બંધ હતા
રોજ રોજ અખબાર માં તારા નામના જ નિબંધ હતા
શહેરના રસ્તાઓ પર રાજ કરનારા પૈડાઓને શું થયું?
શહેરના સરદર્દ સમાન સૌ એન્જિનો પણ બંધ હતાં

.....ઓ બેશરમ કોરોના તું જા હવે

રોજેરોજ બિરયાની ખાનારા ખીચડી થી ગુજારો કરે છે
તંદુરી પનીર મંગાવનારા સુકી ભાજી થી ગુજારો કરે છે
તારા ભરડા માં આવેલા કંઈ કેટલાયે જીવ ગુમાવ્યો
બચી ગયેલા પણ બીચારા હવે મરવાના વાંકે જીવે છે

.....ઓ બેરહમ કોરોના તું જા હવે

#સાજા -થાઓ

Read More

જૂની વાતો, જૂની યાદો અને જૂના સપનાઓ
જૂની મુલાકાતો, કશું જ સંઘરવુ નથી હવે
તારા લખેલા બધા પત્રો પાછા મોકલી રહ્યો છું
યાદો નો પસ્તી લઈને મારે ફરવું નથી હવે

અલગ અલગ છે આપણી મંઝિલ અને રસ્તા
મન મારી ને કોઈ રાહે મારે ચાલવું નથી હવે
સાથે રહીને જોડાવાના બદલે ટૂટી રહ્યાં હતાં
એકબીજાને વધારે નુકસાન કંઈ કરવું નથી હવે

તારી ને મારી વચ્ચેનું કંઈ જ સંઘરવુ નથી હવે...

#સંઘરવું

Read More

ઘણાં માણસો અમુક વાર કહેતા હોય છે કે 'જ્યાં લાભ મળે લઈ લેવાનો'. પણ એમાં મોટાભાગે મોટાભાગના લોકો પોતાના સ્વાર્થ માટે કરેલા કામ ને યોગ્ય ઠેરવે છે.

લાભ લેવો અને ગેરલાભ ઉઠાવવો બંને માં આકાશ અને પાતાળ નો તફાવત છે.

ગેરલાભ ઉઠાવવાના પરિણામો -
૧. હવા માં ઝેર
૨. પાણી માં ઝેર
૩. જીવન આપનાર માટી માં પણ ઝેર
૪. પરિવાર માં વેર
૫. સંસ્કૃતિ નું નિકંદન
૬.ધર્મ માં પાખંડ
૭. મજબૂર નું શોષણ
૮. પાપી લોકો નું પોષણ
૯. દંભી ના હોવાનો દંભ


હમણાં જ દિવ્યભાસ્કર ની એપ માં વાંચ્યું કે એક મહિલા પાસે પૈસા ન હોવાના કારણે ફોર્મ ના ભરી શકી તો હોસ્પિટલે તેના પતિ ની સારવાર ના કરતા ૧૨ કલાક રાહ જોયા બાદ પતિ નું મૃત્યુ થયું.

અને છેવાડાના માનવીને ક્યાં મળે છે કોઈ લાભ??

#લાભ

Read More

ઓહો! શું શબ્દ છે આજનો!

મને ભૂત વિશે બહુ જાણકારી નથી. પણ વાર્તાઓ બહુ સાંભળી છે. કોઈ બીજાના અનુભવ કહે તો પોતાના. મારો પર્સનલ કોઈ અનુભવ નથી આ બાબતે, અને ઈચ્છા પણ નથી અનુભવ કરવામાં. એનુ બહુ મજબૂત કારણ છે...

ખરેખર તો હું કાળા માથાના ભૂતો થી પીડિત રહ્યો છું. વિશ્વાસ કરો કે બહુ જ ભયંકર પ્રકારના હોય છે એવા ભૂત. એ ભૂતો આસપાસ હોય ને ત્યારે માથુ ફરી જાય. મન થાય કે South Indian મૂવી ના હીરોની જેમ અેનુ જ માથું પકડીને ગોળ ફેરવી દઉં.

આવા ભૂતોનો ઈલાજ કોઈ તાંત્રિક ના કરી શકે. એમના માટે તો મગજ ના હોશિયાર ડૉક્ટરો ની જરૂર પડે. અમુક ને જોઈ ને તો એમને પણ અમુક વાર એવું થઈ જાય કે આ ભૂત જેવા જોડે ક્યાં પનારો પડ્યો?

જો કોઈ આવા ભૂતોનો ઈલાજ જાણતા હોય તો જરૂરથી જણાવજો 😀

ભગવાનને એજ પ્રાર્થના કે કોઈ ને પણ આવા કાળા માથાના ભૂતો વળગે નહીં.

ઊઠા લે રે બાબા ઊઠા લે, એ મેરે કો નહીં, એૈસે ભૂતો કો ઊઠા લે 😜😂

#ભૂત

Read More

અધુરું જ્ઞાન અંધકાર લાવે, અજવાળું નહીં
ધર્મનું અધુરું જ્ઞાન માણસ ને ધર્માંધ બનાવે છે,
અંધકારમાં કશું પણ સાફ સાફ જોઈ ના શકાય
જેટલુ અને જેવુ દેખાય તેને જ સત્ય માને છે

#ધર્માંધ

Read More

ખૂબ જ નાલાયક લોકો જ્યારે કોઈ અતિશય ખરાબ અને કષ્ટદાયક પરિસ્થિતિ માં થી પસાર થાય તો પણ અેમની બેહોશી ખતમ નથી થતી. એ તો એમની અંધ માનસિકતા ના નશામાં જ ધૂત રહે છે.
એવા લોકો એે બેહોશી માં થી જલ્દીથી બહાર આવે એ જ પ્રભુ ને પ્રાર્થના અને અરજ 🙏

#બેહોશ

Read More